________________
એક વહાણને તૂટતા જીવે છે. પૂજ્ય વંદનીય વૃદ્ધ મા બાપ, વ્હાલા સંતાને, પ્રાણી પાયિક પ્રિય પત્ની બધાને ડૂબતાં જીવે છે. તેના હૈયામાં આઘાત લાગે છે. હૃદય અત્યંત મુંઝવણ અનુભવે છે. પિતાનું જીવન પણ એટલું જ જોખમમાં છે. કોઈ કોઈને બચાવી શકે તેમ નથી. લાખની કે કરોડની કમાણી હેય પણ જનાર પિતાની સાથે કાંઈ લઈ જઈ શકતા નથી.
“ લખપતિ છત્રપતિ સબ ગયા, ગઈ ને અદ્ધિ સાથ, ' જાલમ જોદ્ધા સબ ગયા. ખંખેરી નુ હાથ.
એક રે દિવસ એવો આવશે! મરણ નિશ્ચિત હોવા છતાં માણસ મોહને મૂકી શકો નથી. તૃષ્ણાથી વિરામ પામતે નથી. મોટો રાજા હોય કે ચકવતી હોય પણું કોઈ નારૂપ ખાઈ શકતું નથી. ખાવાનું તે દરેકને જ ધાન્ય માંહેનું કઈ પણ ધાન્ય ખાવાનું હોય છે, છતાં ધન પાછળ, ચાંદીના ટૂકડા પાછળ આટલો મોહ શા માટે હશે?
મમતાને મારે રે જીવડાને વારે રે, છોડી દેને મમતા, ' ' આ રે કાયામાં બાગ ને બગીચા રેનહિં કુલ કેરી બાત રે,
ભમરા ! કહાંસે લોભાણે રે છોડી દે ને મમતા. * જીવાત્માને આ દેહને મોહ છે. પણ આ દેહ હાડ, માંસ અને લેહી જેવી અપવિત્ર ચીજથી ભરેલું છે. અપવિત્ર હોવા છતાં આત્મારૂપી ભ્રમર તેમાં શા માટે લેભાતે હશે? હવે સત્ય સમજાણું હોય તે વિભાવ ભાવને છોડી સ્વભાવમાં રમણતા કરે, મમતાને મારા.
પેલે ચંદ્રકાંત રડી રહ્યો છે. પોતે સર્વસ્વ ગુમાવી બેઠે છે. અંતે એનું વહાણ પણ તૂટે છે. પણ ભાગ્યને તેને એક પાટીયું મળી જાય છે. ચંદ્રકાન્ત પાટીયાને બરાબર પકડી લીધું. પાટીયું આગળ પાછળ મોજામાં પછડાય છે. અનિયંત્રિત ગતિએ આગળ વધી રહ્યું છે. પણ પાણીનું તાણ એટલું છે કે ચંદ્રકાન્ત પહેરેલી પિતરીની ગાંઠ છૂટી ગઈ, આથી પિતડી સરકવા માંડી. હવે પિતડીને સરખી કરવા જાય તે પાટીયું છટકી જાય અને પાટીયાને પકડી રાખે તે પિતડી છૂટી જાય. આ બન્નેમાં ચંદ્રકાન્ત કેને શખરો? પાટિયાને કે પિતડીને? બુદ્ધિમાન હોય તો પાટીયાને પકડી રાખે. કારણ કે પિતાડીને પડકવા જાય તે મરણ જ થાય. જ્ઞાની પુરૂષ કહે છે પાટીયાની સમાન ધમ છે અને પિતાડી સમાન પુણ્યનાં યેગથી મળેલી સામગ્રી ધન, ધાન્ય, મોટર, ગાડી, મિલ્કત સુખસાહ્યબીનાં સાધન છે, આ જીવનનાવ ખરાબે ચડી ગયું છે તમે કોનું રક્ષણ કરશે? ધર્મરૂપ પાટીયાનું કે ધન વૈભવરૂપ પિતડીનું? જે પોતડીનું રક્ષણ કરવા જશે તે ભવચકમાં ભમવાને વારે આવશે તે યાદ રાખજે. માટે ભવભ્રમણ ટાળવું હોય તે ધર્મને વળગી રહેજો. પ્રભુ નેમનાથી ધર્મના યથાર્થ સ્વરૂપને બતાવનારા છે. એવા ભગવાનને શરણે જે જાય તેનું અવિનાશી કલ્યાણ થાય.