________________
તણાય નહિ. એના હૃદયમાં પૈસાદાને સ્થાન ન હોય, પણ અપૂર્વ ભાવે જે ધમનું આરાધન કરે છે, તેના તરફ માન હોય છે. બાકી ચક્રવતી આવી વંદન કરે તે પણ તેનાથી સાધુ પ્રસન્નતા ન અનુભવે.
બહુ ઉપસર્ગ કર્તા પ્રત્યે પણ કાય નહિં, વંદે ચકી તથાપિ ન મળે માન છે, " : દેહ જાય પણ માયા થાય ન રામમાં, લેભ નહીં છે પ્રબળ સિદ્ધિ નિદાન જે.”" "
વીતરાગને માર્ગે ચાલનાર સાધુ ક્રોધ-માન-માયા-લોભને દૂર કરનાર હોય. તે સમજે છે કે અકષાય ભાવ આવ્યા વિના સિદ્ધ અવસ્થા પ્રાપ્ત થવાની નથી.
તમે શું કરી રહ્યા છે તે વિચારી જજે. જે કરવાનું છે તેનાથી દૂર થતાં જાવ છે અને જે નથી કરવાનું તેની પાછળ દેટ મૂકી છે. ' ધનની પાછળ ગાંડો બનેલે માનવી આ અપૂર્વ પર્વની અંદર પણ સુંદર ધર્મ આરાધના કરી શકતું નથી. ભવસાગરથી તમને ધર્મ તારશે કે ધન ? એને શાંતચિત્ત વિચાર કરી મનને એકાગ્ર કરી તમારા આત્મા માટે કંઈક કરી લ્ય.
- ચંદ્રકાન્ત નામને એક યુવાન પ્રેષ્ઠિપુત્ર કરોડોનું ઝવેરાત લઈ કમાવા માટે સમુદ્રની મુસાફરી કરી રહ્યો છે. તેનું કુટુમ્બ પણ તેની સાથે છે. પરદેશમાં જ સ્થિર થવાની તેની ભાવના હોવાથી દેશને ધંધો પણ સંકેલી લીધું. અને આશા અને ઊર્મિ સાથે સારા ચોઘડિયા જોઈ સાત વહાણ સાથે રવાના થયે છે. દિલમાં આનંદ માટે નથી. ખૂબ સુખમાં બધા જલમાર્ગ કાપી રહ્યા છે. પણ મધ દરિયે આવતાં, એકદમ પવન ફુકાયે. આકાશમાં ગડગડાટ શરૂ થશે. અને દરિયે તોફાને ચડે.
“નાવ ઝેલે ચડી ઉચે આંધી ચડી, મારે જાવું છે ઘર કાંઈ સૂજે નહિ (૨) નથી જડતી કડી, રાત કાળી-નડી, ઘનઘોર ઘટા જાણે છાઈ રહી (૨) દશા છે આવી મારી અને તું લે ઉગારી, જોજે ના ડૂબે નૈયા જોજે ના ડૂબે નૈયા.
મારી આ જીવન નૈયા....મારે આ જીવન નૈયા” જેજે ના. સમુદ્રમાં સહેલ કરતાં વહાણે ઉપરથી નીચે પછડાય છે. દરેકના હૈયામાં ગભરાટ છે. હવે શું થશે તેની ચિંતા ઘેરી બની છે, અરે ધન એકેયને બચાવી શકાય તેમ દેખાતું નથી. સૌ ઈશ્વરને યાદ કરી રહ્યા છે. પણ કુદરત કેની શમ્ રાખે છે! વહાણ તડાતડ તૂટવા લાગ્યા. એક પછી એક વહાણ તૂટતાં અંદર રહેલા માણસે તથા ઝવેરાત તથા માલમિલક્ત દરિયામાં સમાધિ લેવા લાગ્યાં, ધન મેળવતા દુઃખ છે, સાચવતાં પણ દુઃખ જે આવેલું જાય તે જાય સમુળગું સુખ....”
ધન આવેલું જાય ત્યારે માણસ પ્રાયઃ મૃત સમાન બની જાય છે. ચંદ્રકાન્ત એક