________________
२२८
આપણા આત્મા મિથ્યાત્વ, અવિરતી, પ્રમાદ, કષાય અને અશુભ યોગનાં કારણે કબંધ કરતા જ રહે છે. તેનાં ફળ ભેગવવા માટે સંસારમાં પરિભ્રમણ કરવું પડે છે. તેથી જુદી-જુદી ચૈાનીમાં જન્મ, જરા, રાગ, મરણાદિ દુઃખના અનુભવ કરે છે. આ કાઁબંધનથી મુકત કેવી રીતે થવુ એ એક મેાટી સમસ્યા છે. મહાપુરૂષોએ એ સમસ્યાના ઉકેલ આપતાં કહ્યું છે કે તમે કાંઇ ન કરો તા પણ અનન્ય ભાવે પ્રભુની ભક્તિ કરા, પ્રભુની સ્તવના કરા, તેથી શુભ ભાવાની પરંપરા જાગશે. પરિણામે ક્ષણ માત્રમાં બધાં કર્મના ક્ષય થઈ જશે. તેને વિશેષ દૃઢ કરવા દ્રષ્ટાંત આપી સમજાવે છે કે રાત્રિના અંધકાર ચામેર વ્યાપેલા હાય, એ અંધારૂ કેવું હાય? તે કહે છે ભ્રમર જેવું કાળુ હાથેા હાથ પણ સુઝે નહિ. કોઈ સામે મળે તે પણ અથડાઇ જાય. આવા અધકાર પણ પૂર્વાકાશમાં સૂર્યના કિરણેા ફુટતાં જ નાશ પામે છે, તેમ માનવ હૃદયમાં જીનેશ્વર દેવાનાં ઘેાના પ્રકાશ થતાં તેમાં છૂપાઈ રહેલાં સઘળાં પાપકર્મોના તરત નાશ થાય છે.
હૈ સાધક આત્માઓ! હમેશાં એવી ભાવના ભાવા કે શ્રીજિનેશ્વરનાં ચરણકમળનું સ્મરણુ અનંતાનંત સંસારની પરપશના નાશ કરનારું છે. તે મને શરણરૂપ થાઓ. ભક્તજનાને ભક્તિના ઉલ્લાસ જાગે છે ત્યારે પ્રભુ તરફ્ ભક્તિ જાગે છે. સ`સાર તરફની આસક્તિ, મમત્વ તથા મેાહ એને વાસના-ભાવ કહેવાય છે. અને પ્રભુ તરફ્ના પ્રેમ, સદ્ગુરુના ગુણુનું બહુમાન-એને ભક્તિ કહેવાય છે. ભક્તિ એ તરવાનું ઉત્તમમાં ઉત્તમ સાધન છે. અપ્રશસ્ત રાગને હટાવવા માટે પ્રશસ્ત રાગના આશરા લેવામાં આવે છે. એક કાંટા કાઢવા ખીજો અણીદાર કાંટા જોઈ એ. અ ંતે મન્ને હેય (ત્યાજ્ય) છે. ચિત્તને શુદ્ધ અનાવવા માટે તપ જપ-દાન–વિ. સાડા-સાબુ છે. ભક્તિ પાણી છે. જરૂરિયાતના નાશ થવા એ ભક્તિની પૂર્ણતા છે. ભક્તિના ચાર પ્રકાર છે. (૧) ભક્તિ (૨) અર્થા ભક્તિ (૩) જિજ્ઞાસા ભક્તિ (૪) તન્મયભક્તિ.
(૧) આત ભક્તિ :– ઘણાં માણસો જયારે દુઃખ આવી પડે ત્યારે ભક્તિ કરવા લાગે છે. વહાણની અંદર જતા હોય, તેાફાન ચડયું હોય, સમુદ્ર ગાંડોતુર થયેા હાય, મેાજા ઉછળી રહ્યા હાય અને નત કીની જેમ વહાણ નાચતુ' હાય ત્યારે નાવિકા કહે છે. તમે તમારા ભગવાનને યાદ કરી લ્યા. ત્યારે કઈ મહાવીરને, કોઈ રામને, કોઈ કૃષ્ણને, કોઈ કાળકાને, કોઈ મંમાને, કાઇ અલ્લાહને યાદ કરે છે. જીવન-મૃત્યુના જગ ખેલાઈ રહ્યો હોય, જીવનની આશા લુપ્ત થતી જતી હેાય, ત્યારે ભગવાનને યાદ કરવા તે આત ભક્તિ છે. આવા જીવે જ્યારે મેાજ શેખ, સુખ સાહ્યબી હોય ત્યારે ભગવાનને યાદ કરતા નથી.
મુશ્કેલી જ્યારે પડે હું સુખી થતાં વિસરૂં તને ને
ત્યારે તને યાદ કરૂ છુ, દુઃખી થતાં યાદ કરૂ છું.