________________
યૌવન જ્યારે અંગે છલકે, પાપ કરૂં ત્યાં મુખડું મલકે, જ્યારે કાયામાં કીડા પડે (૨) હું ત્યારે તને યાદ કરૂં છું.
જ્યારે જીવ યૌવનનાં મઢમાં ઉન્માદી બને છે ત્યારે પાપ કરતાં પાછુ વાળી જોતા નથી, હાંશે-ઢાંશે પાપ કરે છે. પણ જ્યારે અંગે-અંગમાં રોગ વ્યાપી જાય, અસહચ પીડા થતી હાય સો-સ્નેહી, પુત્ર-પરિવાર કે ડોકટરો કોઇ ખચાવી શકે તેમ ન હાય ત્યારે ‘હે પ્રભુ !” આ દુઃખમાંથી મને મુક્ત કર' આવે! પાકાર પાડે છે. આ બધાં આત –ભક્તિના પ્રકાર છે. (૨) અર્થા ભક્તિ-કોઈ પણ વસ્તુ મેળવવાની આશાએ ભક્તિ થાય છે તે અર્થાં ભક્તિ છે. ધન-માલ-મિલકત-કીતિ મેળવવાની આચાએ પ્રભુની ભક્તિ કરવાવાળા ઘણાં છે, પણ પ્રભુ પાસે ભૌતિક પદાર્થોં માંગનારા માટી ભૂલ કરી રહ્યા છે.
કંચન ને કામિની તમે દીધાં ત્યાગી, મેાહ-માયા છેાડીને થયા વીતરાગી, વીતરાગી પાસે અમે લાડી-વાડી માંગીએ, તમે જેના ત્યાગ કર્યાં એજ અમે માંગીએ !
સાંસારિક દરેક પદાર્થા અનિત્ય છે, અસ્થિર છે. તેના મેહ રાખવા જેવા નથી. લક્ષ્મી માહ દુર્ગતિનાં દ્વાર દેખાડનાર છે. આમ સમજી પ્રભુએ એના ત્યાગ કર્યાં. અને વીતરાગી બન્યા. એ વીતરાગ પાસે ભૌતિક સુખના ઇચ્છુક લાડી-વાડી-ગાડી માંગે છે. આ એક પ્રકારની મુર્ખાઈ જ છે. પણ અજ્ઞાની જીવ સમજી શકતા નથી તેથી પારસની પાસે પથરાની માંગણી કરે છે. એક ભક્ત કૃષ્ણની મૂર્તિ પાસે રાજ માંગણી કરે છે. નીતર્યો ઘી ના દીવા રૂ, શીરા પુરીના થાળ ધરૂ, પ્રભુ રાજ વગાડું તારી ઢાકરી, મને પરણાવા એક છેકરી.
હે પ્રભુ! હું રાજ તારી ભક્તિ કરુ છું. તારી સામે શીરા-પુરીના થાળ ધરૂ છું. ઘીના દીવા કરૂ છુ, અને ટોકરી વાડુ' છે. તે તુ એક સુંદર છેાકરી સાથે મારા લગ્ન કરી દે. કૃષ્ણની ભક્તિ તા કરી પણ માંગણી કેવી કરે છે? ભકિતની પાછળ કોઈ અપેક્ષા હાય તેા તે સાચી ભક્તિ નથી. જીજ્ઞાસા ભક્તિ, ભગવાનનું સ્ત્રરૂપ શું છે ? આત્મા અને પરમાત્મામાં શે ભેદ છે? એ જાણવા જે ભક્તિ કરે છે તે જીજ્ઞાસા ભક્તિ છે. તન્મય ભક્તિ—આ ભક્તિવાળાને કઈ શારીરિક આદે દુઃખથી મુક્ત મનવાની ભાવના નથી. ભૌતિક પદાર્થ મેળવવાની અભિલાષા નથી. ઈશ્વરી સ્વરૂપને જાણવા માત્રની જ ઈચ્છા નથી, પણ પ્રભુમય બની જવુ છે. કોઈ પણ સ્વાર્થ માટે આ ભક્તિ નથી, પણ આ ભક્તિમાં પવિત્રતાના પ્રકાશ છે. આ ભક્તિમાં કાઈ પ્રકારની લાલસા-તૃષ્ણા કે ઈચ્છા નથી. આ ચાર પ્રકારની ભક્તિમાં તન્મય ભક્તિ સાચી અને સશ્રેષ્ડ ભક્તિ છે. લીધેલેા ખારાક જો એકરસ ન મને તેા તેનુ લેહી મનતું નથી. તેમ જે ભક્તિ કરે છતાં તેમાં એકરસ ન અને તા તેનું યથા ફળ મળતુ નથી. અસલી અને નકલી ભક્તિમાં ફેર હાય છે.