________________
૧૧
ભગવાને કેવા ના દેણા પતાવ્યા ! વેર સામે પ્રેમ અને દુઃખ દેનાર સામે થી રાખી. આપણે શું કરીએ છીએ ? કમ`રાજા લેણુ લેવા આવે ત્યારે હસતે મુખે વધાવી શકીએ છીએ ? તાવ આવ્યા હાય તા આવકાર આપીએ છીએ કે આવી જા તુ તારે ! કોઈ આપણા પર ક્રોધ કરતા હાય, કોઈ નિંદા કરતા હોય કે ખાટા આરાપ મૂકા હાય, તે તેમાં સમાધિ રાખી શકાય છે? આ પ્રતિકુળ સયાગાને ખંખેરી નાખવા નાનીસુની વાત નથી. ખંધનથી મુક્ત કેમ થવાય ? ક્રોધ સામે સહનશીલતા કેમ રખાય ? એ કાયડાના ઉકેલ કેમ કરવા એ ભગવાને સૂત્ર સિદ્ધાંત દ્વારા આપણને બહુ સુંદર રીતે સમજાવ્યુ છે.
તે હવે આત્મા તરફ જીએ. કયાં સુધી દેહની સામુ જોશેા ? મહાર ગામથી કાપડનુ પારસલ આવે છે. તે વરસાદથી પલળે નહી' એટલે માલના સંરક્ષણુ માટે ઉપર બીજું કાપડ, કાગળ વિ. વિંટાળે છે. તમે પેટી ખેાલી તા ઉપરથી કાગળ–રફ કાપડ વિ. નીકળે. એ બધું નીકળી ગયા પછી અંદરથી સુંદર મજાના રેશમના તાકા નીકળે, જોતાં આંખ પણ ઠરી જાય. જે ઉપરથી નીકળ્યુ તે તે ખારદાન હતું. ખારદાન દૂર થયું તા સુદર માલ પ્રાપ્ત થયેા. તેમ દેઢુ તે ખરદાન છે, અને અંદર રમતા કરવા વાળા આત્મા દેડથી જુદા છે. દેહરૂપી દેવળમાં આત્મારૂપી જિનરાજ ખીરાજી રહ્યા છે. પણ એને એળખતા નથી, એટલે દેહરૂપી મંદિર શણગારી રહ્યા છે, શરીરને શણગારીને અરિસામાં જુએ. પણ દેહ તે તું નથી. પુદ્ગલના ઠઠારામાં માહ પામવે। એ તારા સ્વભાવ નથી. તારા સ્વભાવ તા જ્ઞાતા અને દૃષ્ટા છે. જીવ બધાંને જાણનાર અને જોનાર છે. તું તને પેાતાને અને પરને જાણી શકે છે. જેનામાં ચૈતન્યને ખમકાર છે તે જાણી શકે છે, જોઈ શકે છે, ખાલી શકે છે. પણ જડ શુ' જાણી શકશે ? શું ખેલી શકશે ? ઘડિયાળને પૂછે કે કેટલા વાગ્યા? તે તે જવાબ દેશે ? “ નહિ” પણ આપણે ઘડિયાળમાં કેટલા વાગ્યા તે જાણી શકીએ છીએ. જડ વસ્તુની કિ’મત નથી. કિંમત આત્માની છે.
એક માસે સુંદર કવર લીધું. ઉપર સુંદર ડીઝાઈન દોરી. સારા કલરથી પેઈન્ટ યુ. સારા અક્ષરે એડ્રેસ કરીને મિત્રને માકલ્યું: મિત્રના હાથમાં કવર આવ્યું. જોઈને ખુબ આનંદ પામ્યા. અને મિત્રે શુ લખ્યુ છે એ જાણવા માટે વર ફાડ્યું. વર ખેાલતાં અંદરથી કાંઈ ન મળ્યુ. તે એ ખાલી કવરની કિમત કેટલી ? એમ શરીર એ ઉપરનું ચિત્રામણ છે. એની કિંમત કેટલી ? પણ ઘટઘટની વાત જાણનાર એવા ચૈતન્ય દેવ અ ંદર બેઠા છે. જાણવા જેવાને જાણતા નથી. જોવા જેવાને જોતાં નથી, અને આખી જિંદગી સુધી દેહની માવજત કર્યાં કરેા છે. દિકરા પરદેશ જાય પણ શી ભલામણુ કરો ? તારી તબિયત સાચવજે. ખાવાપીવામાં ધ્યાન રાખજે, પણ કાઇ એવી શિખામણુ