________________
હવે બની શકે છે. આ બધું પિતાની શકિતનાં વિકાસથી થઈ શકે છે. સુંદર રાજનું સર્જન કરનાર, ધમને દિપાવનાર એ જ છે. માનવ ધારે તે નંદનવનને જંગલ બાવી શકે છે. તેમ જંગલને મંગલ પણ બનાવી શકે છે. આપણે કેવા બનવું તે આપણા હાથની વાત છે. જે વેર, ઝેર, ઈષ્યમાં જીવન વ્યતીત કરીશું તે સારૂં જીવન નહી જાય દુનિયા સામે નજર ન કરો. તમારા ધ્યેયને મકકમપણે વળગી તમારે માર્ગ કાયે રાખે
એકવાર દયાનંદ સરસ્વતી ટ્રેઈનમાં જઈ રહ્યા છે. એ ડબ્બામાં બે અંગ્રેજે બેઠા છે. તેઓ વાત કરે છે કે હિંદુસ્તાનમાં ગરીબી આવી હોય તે આવા માંગણથી આવી છે. આવાં ભગવાં વસોવાળા જ્ઞાન કે ધ્યાનની કાંઈ શક્તિ ધરાવતા નથી. કમાવાની શક્તિ ન હોય ત્યારે આવા બાવા બને છે. અને બેલીને થાકી જાય છે, પણ દયાનંદ સરસ્વતી તે શાંતિથી વાંચન કરે છે. એક સ્ટેશને ટ્રેઈન ઊભી રહે છે. અને ગાર્ડ દયાનંદ સરસ્વતીને ઈને પગમાં પડે છે. અને કહે છે: “ આપને શું જોઈએ છે?”
ગાર્ડની સાથે તેઓ અંગ્રેજીમાં ઘણી વાત કરે છે. પછી ટ્રેઈન ઉપડતાં પહેલાં અંગ્રેજ વિચારમાં પડે છે કે આ કેટલું અંગ્રેજી જાણે છે. આપણે કેટલી ગાળો દીધી, પરંતુ તે
એકવચન પણ બોલ્યા નહીં. દયાનંદ સરસ્વતી પાસે આવી પગમાં પડી ક્ષમા માંગતા તેઓ કહે છે. મહાત્મન અમે તમારી કેટલી અશાતના કરી, તમને કેટલી ગાળો દીધી, છતાં તમે એક શબ્દ પણ કેમ બોલ્યા નહીં? We are very sorry દયાનંદ સરસ્વતીએ જવાબ આપ્યો, મારી પાસે ઢગલાબંધ કામ પડયા છે. મને કેઈની સામે આંખ ઊંચી કરવાની પણ ફૂરસદ નથી. નિંદા કરવી તે નવરાની નિશાની છે. “ના વડા મુજY” ક્ષમા એ વીરનું ભૂષણ છે. સંવત્સરીને દિવસે ક્ષમાનું આદાન-પ્રદાન કરવાનું છે. તેની પૂર્વ ભૂમિકા તૈયાર કરવા માટે સાત દિવસ આરાધનાના છે. આરાધનાને આણુબોમ્બ ફેડે જેથી કર્મના ભૂક્કા બોલી જાય. છવ દિવાન બનીને આજે કંઈકના જીવનમાં આગ ચાંપે છે. જીવન ને નરકાગાર જેવું બનાવે છે.
“ચંદ્ર શીતળ સમું જગત દેખાય છે, અંતરે શીતળતા હોય જેને, અગ્નિ ભડકા સમું જગત દેખાય છે, હૃદય તૃષ્ણા થકી તૃપ્ત તેને, સ્નેહ સૌંદર્યથી જીવન ભરપૂર છે, સ્વર્ગ એથી કહ્યું ના વધારે, દ્વેષ ને કલેશ જ્વાળામુખી જ્યાં બળે, નરક આવી વસે એ જ દ્વારે.” હદયમાં સંતેષ હોય તે જગત ચંદ્ર જેવું શીતળ દેખાશે. જેના હાયમાં વેર-ઝેર હોય તેને જગત અગ્નિનાં ભડકા જેવું લાગશે. મોક્ષમાં જવાની સૌ ઈચ્છા રાખે છે, પણ ભાવ મોક્ષને અહીંજ ખડો કરવાને છે. love others and you will be loved તમે બીજા સાથે પ્રેમ કરે તે જગત પણ પ્રેમ કરશે. આખા જગત પર વાત્સલ્યના ઝરણાં વરસાવે, જ્યાં શ્રેષ, કલેશ, કંકાસ છે ત્યાં નરક ખડું થાય છે. જીવનની સામે