________________
પસાર કર્યો છે. તેઓ આપણને ખૂબ વિનંતી કરશે પણ આપણે અહીં રહેવું નથી. પેલે વાણિ જાગતે હતે. તે આ વાત સાંભળી ગયે. એટલે વિચારે છે કે આ વાત કોઈ દયાળુ શ્રાવકને કરવી જોઈએ, નહિતર ગામ આખાને ભૂખે મરવાને વખત આવશે.
તે ગામમાં દયાના સાગર એવા જાદવજી હેમરાજભાઈ શ્રાવક હતાં. તેમને ત્યાં જઈ શેઠને એકાંતમાં બેલાવે છે. આ શ્રેષ્ઠિને એમ થયું કે બે પાંચ હજાર રૂપિયા જોઈતા હશે. બીજું તે આ ગરીબને મારું શું કામ હશે? આ શેઠ હદયના દયાળુ છે. ગરીબની વાત શાંતિથી સાંભળે એવા છે. આજે ઘણને ગરીબનાં સામું પણ જેવું ગમતું નથી. અને તેની સાથે વાત કરતાં પણ શરમ આવે છે.
આજે જગતના લેકેને પૈસાનું માને છે. પૈસાવાળાને આદર-સત્કાર કરે છે. પછી ભલેને તે ઈંડાને રસ પીતે હોય, દારૂ પીતે હોય, માંસ ખાતે હોય, પરસ્ત્રીમાં રમતે હોય! પણ જે તે પાંચ હજાર સંસ્થામાં આપશે તે સૌ તેને માન સહિત બેલાવશે, મોટો માણસ કહેશે, પણ આવા મેટા શા કામના ? પૈસાથી ધર્મ થતું નથી. ધર્મ ભાવનાથી થાય છે.
શાલિભદ્રને જીવ ગત જન્મમાં ભરવાડને બાળક હતે. એક તહેવારને દિવસે તેને ખીર ખાવાનું મન થયું. માતાએ માગી-ભીખીને ખીર તૈયાર કરી, અને થાળીમાં ઠારી. પિતે પાણી ભરવા ગઈ. ભરવાડ બાળક ખીર ખાવા અધીરા બન્યા છે. તે વખતે માસખમણના પારણાવાળા એક મુનિ પધારે છે. તેમને બધી ખીર વહેરાવી દે છે. મનમાં જરાય દુઃખ થતું નથી. તેની માતા આવીને જુએ છે ત્યાં છોકરો થાળી ચાટતે હોય છે. માતાને થયું કે બધી ખીર ખાઈ ગયે. શુદ્ધ ભાવે વહેરાવેલ ખીરના પ્રતાપે શાલિ. ભદ્રના ભવમાં અપાર સમૃદ્ધિ પ્રાપ્ત થઈ
આજે તમને પાટિયાંદાન કરવું ગમે છે કે ગુપ્તદાન? તમે બીજાને દાન આપે ત્યારે વિચારે કે “હું આ દાન આપું છું પણ હું તે નિમિત્ત માત્ર છું. તેનું પુણ્ય મને દાન આપવાની પ્રેરણ કરે છે.” લેભ કષાય છૂટે તે ઉદ્ધાર થાય. કેઈની શરમથી કે બળજબરીથી આપેલું દાન તે સાચું દાન નથી. ભાવ વિનાનું દાન કલેવર જેવું છે. બેજાએ જેટલા રૂપિયા કમાતા હેય એને દસમે ભાગ આગાખાનને મોકલાવે. તમે ધર્મસ્થાનમાં કેટલું આપે છે? તમારૂં ઘરખર્ચ કાઢો. પુત્રપુત્રીના લગ્નના ખર્ચા કાઢે. દીકરીના લગ્નમાં આટલા મણુ આઈસ્ક્રીમ વપરાણે. વાજા વગડાવ્યાં, એવું અભિમાનપૂર્વક કહે, પણ ભાઈ, તે તારા સાધમી બંધુ માટે શું કર્યું? ધર્મ માટે શું કર્યું? અહીં તે કરે થોડું અને ગાજે વધારે. જે કાંઈ કરવાનું છે તે તમારા માટે કરવાનું છે. બીજાના ઉપર પાડ કરવા નથી કરવાનું,