________________
ભટકી રહ્યું છે તેને કિનારે દેખાય છે? આત્મા ક્યાં સુધી આ ભવસમુદ્રમાં ભટક્ત રહેશે તેની કાંઈ ખબર છે? ધર્મમાર્ગમાં વીર્યને ફેરો અને મેક્ષ માટે બને તેટલા પ્રયત્ન કરી છૂટ. સંતપુરૂષને સમાગમ કરી, તેના ચરણને આશ્રય લઈ ભવની કટ્ટી કરવા પ્રયત્નશીલ બને.
નિષકુમાર નેમનાથ પ્રભુને વંદન કરવા જાય છે. તેમનાથપ્રભુ પાસે અઢાર હજાર સાધુ છે. આજે બધો આંકડો ભેગે કરે તે કેટલા સાધુ થશે? આજે સાધુ-સંસ્થામાં ભારે ખેટ પડી છે. જે શાસ્ત્રના મર્મ જાણનારા વિદ્વાન સંત હતાં તે રવાના થયાં. હવે દિક્ષિત થાય છે બહુ થોડા. સાધુ શ્રાવકમાંથી જ થાય છે ને? દિકરાને BA,B.T. ની તાલીમ આપે છે. ઈજનેર, ડોકટર બનાવે છે પણ સાધુ નથી બનાવતા. આ પાટ પર બેસનાર તે જોઈશે ને ? ચોમાસામાં સારા સાધુ જોઈએ છે પણ ચાર દિકરામાંથી એક દિકરાને ધર્મની તાલીમ આપવી અને વીર પ્રભુને વારસદાર બનાવે છે. એવું ચિંતવનાર કેટલા માતાપિતા છે? અત્યારે તે સાધુ સંખ્યા ઘટતી જાય છે. બહેને ઘણી આ પંથે વળે છે. આ પંથ વીરને પંથ છે. અહીં કર્મ સામે જંગ મચાવવાને છે. લડત ચલાવવાની છે. બહાદુર લડવૈયે જ્યારે રણસંગ્રામમાં જાય છે ત્યારે તંબુમાં સૂઈ રહે નહીં, પણ બહાદુરીથી લડે છે. અગાઉ ગાંધીજીની લડતમાં વીરપુરૂષ ગાતા હતા કે
હિંદના બાળકો હોય તે જાગજે, માત માગી રહી પુત્ર સેવા, યુદ્ધની નેબતે ગડગડી આંગણે, આજ આરામ કે ઉંઘ કેવા ?”
કર્મની સામે મોરચો માંડવાના છે. જંગ ખેલવાની છે, તે પ્રમાદ કેમ કરાય? યુદ્ધની નેબત વાગી છે. કેસરીયા કરીને નીકળી જાવ. છાતી દેખાડજો, પીઠ દેખાડશે નહિં. હિંદમાતા નવલોહીયાનું બલિદાન માગી રહી છે. આ સાંભળી યુવાનેમાં વીરતાનું મોજું ફરી વળે છે. નાના નાના યુવાને કહે છે કે અમારે લડાઈમાં જવું છે. અમે પણ લડાઈમાં જોડાવવાનું કહીએ છીએ. પણ આ આંતરિક લડાઈ છે. જે શૂરવીર હોય તે પાછી પાની ન કરે. આત્મ દેવ પર કર્મ સત્તાનું જેર ખૂબજ છે. કર્મ સત્તાને હંફાવવી છે. તે વીરરસ કેળવી ધર્મ યુદ્ધ શરૂ કરવાનું છે. આજ સુધી જીવે વિભાવ ભાવ કરી ઘરનું નખેદ કાઢી નાંખ્યું છે. જન્મ ન લે હોય તે પણ એને જન્મ લે પડે છે. આત્માને મૂળ ગુણ અવ્યાબાધ છે. છતાં કમેં નિરોગીને રાગી બનાવ્યું છે. કમસત્તાએ આત્માને સાવ હતાશ કરી નાંખે છે. હવે ધર્મસત્તા આવે તે કર્મસત્તાના ઉઠામણું થાય. આપણે પણ આ પ્રયત્ન કરે પડશે. તે જ પર્યુષણ પર્વ ખરાં ઉજવ્યાં ગણશે. પર્યુષણ પર્વ જ્ઞાન-દર્શન–ચારિત્ર અને તપની આરાધના કરવા માટે છે. જૈનશાસનમાં આપણે આવ્યા છીએ. અહીં આરાધના નહીં કરીએ તે બીજે કયાંય થઈ શકવાની નથી, એ નક્કી માનજે.