________________
૨૩.
મિથ્યાત્વના ઝેરની મછીને જલ્દીથી ઊડાડી દે છે. કોઈ માણસને સર્ષે દશ દીધે, બે ભાન બની ગયે અને સડક પર પડે છે. લીલે કાચ જે થઈ ગયે છે. કોઈ તેને ઉપાડી સાધુની
પડીએ લાવે છે. તેને ભાન નથી, કે મને ક્યાં લઈ જાય છે. મહાત્માએ જોયું કે એમાં હજુ જીવ છે. મંત્રથી ઝેર ઉતારે છે. મહાત્મા પરોપકારવૃત્તિથી કામ કરે છે. પેલો માણસ મંત્રના અર્થ, શબ્દ, વ્યુત્પત્તિમાં કંઈ સમજતું નથી, છતાં ઝેર ઉતરી જાય છે. તેમ સૂત્ર અને સિદ્ધાંતની ખબર ન પડે તે પણ અનાદિનાં ઝેર ઊતરી જાય છે. વીતરાગ વાણીની મોરલી વાગે અને જીવ વિભાવ દશાથી દૂર થઈ સ્વભાવદશા તરફ દોટ મૂકે છે. ચારે બાજુથી અગ્નિ પટાવી વચમાં તેનું નાખવાથી તેને મેલ નીકળે છે. તેમ આત્માને ઊંચે લાવ હોય તે ચારે બાજુથી તારૂપી અગ્નિ પ્રજ્વલિત કર પડશે. એક માત્ર માળાથી મોક્ષ મળતો નથી. આત્મ રૂપી સેનાને શુદ્ધ કરવા ભગીરથ પ્રયત્ન કરવાની જરૂર છે.
પર્વના દિવસે છે એટલે મેં -ભમેં ઉપાશ્રયે આવતા હો તે તેથી મેક્ષ નહી મળે. સંતપુરુષેની પાસે આવવાથી મિથ્યાત્વનાં ઝેર ઊતરે છે. અનાદિકાળથી જીવને અવળી મતિ છે. “પરથી હું સુખી અને પરથી હું ખી”. એમ માને છે. સંતપુરુષે પાસે આવવાથી સાચી સમજણ મળે છે. ઉંધી માન્યતા ટળી જાય છે. આત્મા કર્મને કર્તા અને ભેંકતા છે એ વાત બરાબર સમજાઈ જાય છે. આ ભવભવની બેડી તેડવાની સુંદર તક મળી છે. આ અવસર ફરી-ફરી નહીં મળે.
આળસમાં આયુષ્ય ગયાં ને દિન-દિન દેઢાં કામ,
ફાટ્યાં રહેશે ડાકલાં પછી કે દિ ભજશે ભગવાન.” સુંદર અવસર મળે છે, કાલે પ્રાપ્ત કરવાનું છે તે આજે કરો. આજ કરવાનું તે અત્યારે કરે. સુંદર અવસર ચાલ્યા ગયા પછી ધર્મ કયારે કરશે? ધર્મની ગતિ ઝડપી છે. જીવન ચંચળ છે. જિંદગી વિજાની પુંછડી જેવી છે. જિંદગીને શું ભરે છે? કાલ કેવી પડશે તે ખબર નથી. આ આયુષ્યની પણ ખબર પડતી નથી. આ મનુષ્ય ભવ મળ મુશ્કેલ છે. માનવ જીંદગી મળી છે. તે આત્માને ગુલામીની બેડીમાંથી છોડાવે. મારૂં સ્થાન લેકાવે છે. ભગવાનની સાથે બેસનાર એ હું કયાં રઝળું છું? હીરાનું સ્થાન વીંટીમાં છે કે વિટામાં? હીરો તે વીંટીમાં શોભે. પુરૂષ શરીરના નવાર, સ્ત્રીઓનાં બાર દ્વાર હમેશાં ખુલ્લા રહે છે. મોઢામાંથી બળખા, આંખમાંથી ચીપડાં, નાકમાંથી લિંટ નીકળે છે. એમ આ શરીર એ અશુચિનું ઘર છે. સાડા ત્રણ ક્રોડ રૂંવાડા છે. રૂંવાડે રૂંવાડે પિણાબે-બે ઝાઝેરા રોગ છે. જીવ સિદ્ધ ગતિમાં જવાને બદલે ચાર ગતિમાં ભ્રમણ કર્યા કરે છે. એક ગતિથી બીજી ગતિમાં ફેરા ફર્યા કરે છે. તમારે