________________
૨૦e
ધ્યાન ધારણ આત્મ પદની, કરતાં જમણા મીટ જાયે,
નિજ સ્વરુપની શ્રદ્ધા છે, અનહદ આનંદ મન પાવે. આત્મા શુદ્ધ સ્વરૂપી, અરૂપી છે. જેને કમનું અંજન નથી તે નિરંજન છે. આવા તારા મુળ સ્વરૂપને જેવાને બદલે અનંતકાળથી તું કઈ અથડામણમાં પડે છે? આ કાયા રૂપી ઘરની અંદર આત્મરૂપી હીર પડે છે તે એને ભુલીને કયાં બહારમાં ભ્રમણ કરે છે? સદ્દગુરુઓ કહે છે, આત્માનું ધ્યાન ધરી, એની જ શ્રદ્ધા કર, તે અનહદ આનંદને તું પ્રાપ્ત કરીશ. આ વાત તે જ્ઞાની પુરુષે સમજાવે છે. પણ આચરણ કરવાનું કામ કેવું છે?
કોઈ માણસને પૈસાની જરૂર હતી ત્યારે તમારી પાસેથી આજીજી કરીને અમુક રૂપિયા લઈ ગયે. અને તમે જ્યારે પૈસા પાછા માગ્યા ત્યારે દેકાર કહે છે કે, તારાથી થાય તે કરી લે. પૈસા નહીં મળે. ઉદ્ધતાઈ પૂર્વડ તોછડાઈથી જવાબ આપે. તમે દબાણ કરો. છતાં તે કઈ પણ હિસાબે પૈસા આપે તેમ નથી તેમ લાગે તો તમે પૈસા કઢાવવા કોર્ટમાં કેસ દાખલ કરે છે, તેને માટે વકીલ રેકે છે વકીલ કહે છે. અમારી સાથે વાત કરવાના એક કલાકનાં દશ રૂપિયા બેસશે ! જે વકીલ ને જે કેસ તેવા રૂપિયા ભે છે. વાત કરતાં કરતાં કલાક પૂરો થઈ જાય તે તરત કહી દે છે, કે બીજે કલાક પૂરો થઈ જાય તે બીજે ચાર્જ આપવો પડશે. બેલે, કબુલ છે? તે વાત કરું. આ વખતે તમે વકીલની વાત સ્વિકારી લ્યને? “ હાકારણ કે તમારે કેસ જીતો છે. સાધુપુરૂષે કલાકે સુધી ધર્મની વાત કરે છે. એને ફી શું આપો છો? તેઓ કર્મ સત્તાને હંફાવવા માટે વગર ફીએ ઉપદેશ આપે છે. તેને ધ્યાનમાં લઈ તે પ્રમાણે પુરૂષાર્થ કરશે તે જ સફળતા મેળવી શકશે. - સો માઈલ જેટલી જમીન ખરીદી છે તેના પર બિલ્ડીંગ અથવા કારખાનું બાંધવું છે. તે ઈજનેરને બેલાવી નકશે કાઢી આપવાનું કહે છે. નકશે બનાવી આખો પ્લાન તમારી સમક્ષ રજુ કરે છે. એ પણ જેવા પ્લાન તેવા પૈસા ભે છે. બિમાર થયા ને ડોકટર પાસે પહોંચ્યા. તબિયત જોઈને કહી છે, કે એકસ રે લેવરાવવું પડશે. બ્લડ-ચુરિન વિગેરે તપાસાવી, રિપોર્ટ લઈને આવજે. પછી નિદાન થશે. તબિયત જોવાના મૂક પાંત્રીસ રૂપિયા. ગળી કે દવા લીધી નથી. નિદાન થયું નથી છતાં રૂપિયા મુકાવે છે. બુદ્ધિના નાણાં છે. ડાકટરના વચનમાં વિશ્વાસ, બધાની સલાહ માને, પણ ગુરૂના વચનમાં વિશ્વાસ છે? ડોકટર અને વકીલ એને કોયડો બતાવતા નથી. પણ આપણા પરમ પિતાએ કે કોયડો બતાવે છે? કે રસ્તે ચિ છે? અને એ તરી ગયા. અને આપણને તરવાને યથાર્થ માગ બતાવી ગયા. સાધનાને માર્ગ કરે છે. ભગવાને કેવાં દુઃખે સહન કર્યા હતા? ઉપર ૨૭