________________
૨૦૭ હિંદપર આવ્યા અને ધીમે ધીમે પગ પસાર કરતાં હિદની સત્તા પોતાના હાથમાં લઈ હિંદને પરાધીન બનાવી દીધું, તેમ કર્મસત્તાએ પણ આપણા ઘરમાં કંઈક ધમાલ મચાવી છે. જેને જરા ન આવે તેને જરાવાળો બનાવ્યું. જે આત્મા અમર છે, તેને મારી મારી અપ બનાવી નાખે. અનંત ગુણેને ઢાંકી કામ, ક્રોધ, માન, માયા, લે આવી સ્થાન જમાવ્યું.
મોહનીય કમેં આ જીવાત્માનું ઘણું બગાડયું છે. મેહનીય કર્મ અગ્યારમે ગુણસ્થાનકે બેઠેલા, વીતરાગતાને સ્વાદ માણી ચૂકેલા, યથાખ્યાત ચારિત્રમાં રમણ કરનારા એવા અપ્રમત્ સાધુ મહાત્માને પણ પછાડી પહેલે ગુણસ્થાનકે લઈ આવે છે. મેહ મોટું ફાડીને બેઠે છે. જરાક અસાવધાની રહી કે તરત પછાડે છે. ચૌદપૂવીને તથા ચાર જ્ઞાનના ધારકને પણ નિગદના ઘરમાં ધકેલી દે છે, માટે જ ભગવાને કહ્યું છે તે સાધક આમા ! તું એક સમય માત્રનો પ્રમાદ ન કરીશ.
હવે કર્મસત્તા એટલે પરાઈ સત્તાને ત્રાસ તમને સમજા હોય તે ધર્મ સત્તાને જીવનમાં સ્થાન આપો. ધર્મસત્તા કર્મસત્તાને બરાબર હંફાવી દૂર કરો.
આત્મા ત્રિકાળ રહેવાવાળો છે, પણ કર્મને લીધે જુદી જુદી યેનીમાં જન્મ લેવું પડે છે. પેલાભાઈ મરી ગયાં, એમ બેલે છે ને? મરી ગયા એટલે એક ગતિમાંથી બીજી ગતિમાં ગયાં. હવે આ જન્મ-મરણના ત્રાસમાંથી છૂટી સ્વઘર તરફ જવું છે કે નહિં? ખખર કર્મને ત્રાસ લાગ્યો હોય તે પાંચ ઈન્દ્રિય અને મનને કંટ્રોલમાં લે.
એક રાજા હતા. તેને રોજ નવા નવા સુકા કાઢવાને શોખ હતો. એક વખત સભા ભરાણી. ત્યારે રાજાએ કહ્યું –બધાએ પિતપોતાનાં ઘરે એક એક બકરી પાળવી. બકરીને લાંબે ખરચ નહીં થાય. સાંજના બકરીને અહીંયા લાવવી. અને હું ચારે નાખું, એ જે બકરી નહીં ખાય તે બકરીના માલીકને મારા તરફથી મોટું ઈનામ આપવામાં આવશે. બધા બકરીને ખૂબ ખવરાવે અને સાંજના રાજા પાસે લાવે. રાજા બકરીને લીલે ચારે નાંખે. બકરી બટબટ ખાવા માંડે. અને સૌ વિલે મોઢે પાછા જાય. પછી એક ભાઈએ કહ્યું. મને સાત દિવસની મુદત આપે. હું બકરીને બરાબર તાલીમ આપીને તૈયાર કરીશ. રાજાએ કહ્યું. “ભલે, તે ભાઈ બકરીને આખો દિવસ ચરાવે અને સાંજે ઘેર આવી લીલ ચારે નાખે. બકરી પોતાના સ્વભાવ પ્રમાણે ચારામાં મોટું નાખવા જાય ત્યાં ચાબુક તેના મોઢા ઉપર ફટકારે. આમ ચાર પાંચ દિવસ કર્યું એટલે બકરી ચાબુકના મારની બીકે લીલા ચારામાં મોટું નાખવું ભુલી ગઈ. સાતમે દિવસે સાંજે બકરીને રાજા પાસે લા. અને કહ્યું. સાહેબ! મારી બકરીને બરાબર તાલીમ આપી છે. હવે તે તમારે ચારે નહિ ખાય. આ સાંભળી રાજાએ પરીક્ષા કરવા લીલે ચારે નાંખે. બકરીએ તેના સામું જોયું, પણ સામે જ તેને માલીક ચાબુક લઈને ઉભું હતું, તેથી મારની