________________
- હિoo
સુંવાળા સ્પર્શમાં આનંદ આવે છે. ખારી, ખાટી કે મીઠી રસનામાં રસીકતા અનુભવાય છે. સુગધ અને અવનવી સુરાવલીઓ મનને મહેકાવે છે. આવા પાંચે ઈન્દ્રિયના વિષયને ઉપભગ આનંદ આપે છે. આ પ્રત્યક્ષ તમે અનુભવે છે ને? પણ જ્ઞાની પુરૂષ કહે છે કે, તે સુખની પાછળ વેદના છે, દુઃખ છે. તેમાં જીવની સાચી સ્વતંત્રતા નથી, પણ પરતંત્રતા છે. ક્ષણિક સુખ તે સાચું સુખ નથી.
એક વાર નાનકડાં દેશનાં રાજાને દુશ્મને પકડી લીધે. પકડી જેલમાં બેસાડે. એને ભાવતાં ભેજન આપે છે. સારી સામગ્રી આપે છે. સુવા માટે સુંદર શૈયા આપે છે. સન્માન જાળવે છે. છતાં તે તેને ડંખે છે. ભલે બધાં સાધને મળ્યાં, પણ એમાં એને શાંતિ નથી, કારણકે પિતાની સ્વતંત્રતા છીનવાઈ ગઈ છે. આ સુખ અને દુઃખ રૂપ લાગે છે. કારણ તે સ્વરાજ્ય નથી પણ પરરાજ્ય છે. તમને પૈસા સુખરૂપ લાગે છે પણ રસ્તામાં ચાલતા કઈ લુંટારા મળે, ને કહે કે જે હેય તે મૂકી દે, નહીં તે મારી નાંખીશ, તે પિતાના રક્ષણ ખાતર પૈસા આપી દેશે. જે સુખનું સાધન હતું, તે દુખ રૂપ થયું. શ્રી સુખનું સાધન માન્યું છે, પણ એજ સ્ત્રી પર-પુરુષ સાથે ચાલતી હોય તે દુઃખ રૂપ લાગશે. પુત્ર માટે કાંઈક આશાના મિનારા બાંધ્યા હેય પણ એજ પુત્ર મોટો થતાં જુગારી કે દારૂડી થઈ જાય તે દુઃખનું કારણ બનશે. તમે જેમાં સુખ માન્યું હતું તે અંગે પલટાતાં દુખ રૂપ લાગે છે. માટે જ સંસારને મેહ કર્મવર્ધક છે. અને કર્મ તે પરતંત્રતા છે. પરતંત્રતા છે ત્યાં દુઃખ છે.
કઈ પતિવ્રતા નારીને પતિ જેલની યાતના ભોગવત હોય તે તે સ્ત્રીને મિષ્ટાન-મેવા ઈષ્ટ ન લાગે, વૈભવ-વિલાસમાં વીંછીના ડંખની વેદના અનુભવે.
જુવાન જે ૨૦ વર્ષના પુત્રનું અકાળે અવસાન થયું હોય તો તેના કુટુમ્બીઓને રડીયાનું મધુર સંગીત કર્ણપ્રિય નહિ લાગે. પૂર્વે તે સંગીત હર્ષથી સાંભળતાં પણ આજે એજ સંગીત વાગે છે, છતાં અપ્રિય કેમ થઈ પડયું? જે સંગીત સુખનું સાધન હોય તે સદાય તેમાંથી સુખ જ મળવું જોઈએ, પણ એમ બનતું નથી. સુખ અને દુઃખ માણસની કલ્પનાને વિષય છે. એક જ વસ્તુ એકને સુંદર લાગે છે જ્યારે બીજાને તે અસુંદર લાગે છે. એક પદાર્થને એક માણસ ખૂબ પ્રેમથી આરોગે છે, બીજાને તેની સામેય જેવું ગમતું નથી. વળી પદાર્થમાં જે સુખની કલ્પના જીવે કરી છે તે ક્ષણિક છે, અસ્થિર છે. એનું સુખ એ પારકા પાસેથી માગી લાવેલા ઘરેણાંના સુખ જેવું છે.
ધનધાન્ય, યશકીતિ, રૂપ વગેરે પુણ્ય કર્મ પાસેથી ઉછીના લીધેલાં છે. જેમ કઈ વરરાજા પારકા ઘરેણું પહેરી “હું શ્રીમંત છું” એવું ગરવ નથી અનુભવી શક્તિ, તેમ આપણે પણ પુણ્યની સામગ્રી પર શું સુખ માણી શકીએ? અનેક મકાને-મિલે