________________
સંબંધોને તેડી નાખ્યા છે, બહાર વૃત્તિ જતી નથી, બાહ્ય પદાર્થોની લાલસા તૂટી ગઈ છે તે અંદરથી પૂર્ણ છે, પણ અંદરના ખજાના તરફ દુર્લક્ષ છે. ઉપાધ્યાય યશે-- વિજ્યજી મહારાજે આને માટે સુંદર સમીકરણ આપેલું છે.
અપૂર્ણ = પૂર્ણ - પૂર્ણ = અપૂર્ણ બહારથી ખાલી થશે તે અંદરથી ભરાશે. બહાર દુકાળ હશે તે અંદર લીલુંછમ રહેશે. બહારનું ખીસું ખાલી કરે, તે અંદર કોઠાર ક્લકાઈ જશે. પણ બહારની વસ્તુ મેળવવાની અભિલાષા જાગશે તે અંદર ખાલી થઈ જશે, બહારથી પૂર્ણ છે તે અંદરથી અપૂર્ણ છે અને બહારથી અપૂર્ણ છે તે અંદરથી પૂર્ણ છે.
જગતનું વિસ્મરણ કરે એ આત્માનું સ્મરણ કરી શકે છે. એક મ્યાનમાં બે તલવાર ન રહી શકે. લાડુ ખાવા અને મેક્ષમાં જવું એ ન બની શકે. તારા સ્વરૂપને પામવા માટે તું તારી અંદર ડુબાડી માર. તારા સ્વ-રવરૂપને જે. તારે જે જોઈતું હશે તે અંદરથી મળી રહેશે. બહાર આથડવાની જરૂર નથી. સંસારને માટે પ્રવૃત્તિ કરીશ તે સાંસારિક સુખ કદાચ મળે પણ ખરું અને ન પણ મળે. તમારે લાખ રૂપિયા આજે જ મેળવવા છે તે મળશે? પરાઈ ચીજની અંદર જીવના પ્રયત્ન ચાલી શક્તા નથી. પણ જે પિતાનું છે તેમાં અવશ્ય પિતે સ્વતંત્ર છે. આજે આહાર નથી લે, મારે અનાહારક સ્વભાવની વાનગી ચાખવી છે તે બની શકશે. ક્રોધ કરે તે માટે સ્વભાવ નથી, વિભાવ છે. તે આખી જીંદગી મારે ક્રોધ ન કરે. આ નિર્ણય કરે તે તે બની શકે. પણ પર પદાર્થોમાં પિતાનું ડહાપણ ચાલી શકતું નથી. આપણે પૂર્ણતાને પ્રાપ્ત કરવી એ આપણા જીવનને ધ્યેય છે. પણ તેને માટે પુરુષાર્થ કરે જરૂરી છે.
શિલ્પીને મૂર્તિ બનાવવા માટે ત્રણ વસ્તુની જરૂર પડે છે. એક પથ્થર, એક ટાંકણું અને માનસિક આકૃતિ. પથ્થર હેય પણ શું બનાવવું છે તે આકૃતિ જ તેના માનસપટ પર ન હોય તે શું બનાવી શકશે?
એમ જીવનને દિવ્યરૂપ આપનાર શિલ્પી પાસે પણ ત્રણ વસ્તુ અતિ આવશ્યક છે. પથ્થર રૂપ માનવનું જીવન છે. પુરૂષાર્થ એ ટાંકણું છે. પુરૂષાર્થ એટલે સમય, શક્તિ અને સાધનને સદ્વ્યય. સિદ્ધ દશા એ માનસિક આકૃતિ છે. પુરૂષાર્થના ટાંકણ વડે આપણે આપણા જીવનના દયેયને ઘડવાનું છે. જીવનનું નવ સર્જન કરવાનું છે. આપણા મૂળ સ્વરૂપને આપણે પ્રગટ કરવાનું છે. તમે તમારા જીવનને ધ્યેય શું નકકી કર્યો છે? તમારે શું બનવું છે? ધ્યેય વિના કોઈપણ માણસ કાંઈ પણ પ્રવૃત્તિ કરતું નથી. વિદ્યાથી મેટ્રીક પાસ થયા પછી પ્રથમ નક્કિ કરશે કે મારે શું બનવું છે. ડોકટર, વકીલ કે એજીનીયર? પિતાના ધ્યેય પ્રમાણે તે અભ્યાસક્રમ શરૂ કરે છે.