________________
શક્તા નથી. આનંદ આપી શકતા નથી. અનંત નિધિના દર્શન વઘરમાં થાય છે. તેને જ પ્રાપ્ત કરવાની તાલાવેલી લાગે છે. જે તૃણા વિનાને છે. તે સાચું સુખી છે. જેમ તુણું મટી તેમ દુખ મેટું, તેથી જ તૃષ્ણારહિત સાધુ મહાત્મા પિતાના આત્મ-જવરૂપને જ અનુભવતા અનુભવતાં સર્વાર્થ સિહનાં સુખને પણ ઉલંઘી જાય છે. તે પરસ્પૃહાથી રહિત બની નિસ્પૃહપણને અનુભવ કરે છે. કહ્યું પણ છે કે- -
શ્રા પણ દુર્ણ નિવૃત્ર મણ સુe” બીજાની અપેક્ષા રાખવી તે મહા ખ છે. અપેક્ષા રહિત બની જવું તે સુખ છે. જે વિષયની નિવૃત્તિનાં સુખને સાધ્ય કરે છે તેને ત્રીજું સુખ મેળવતાં વાર લાગતી નથી.
ત્રીજું સુખ છે વેદનીય કર્મનાં નાશથી પ્રગટ થતું અનંત, અવ્યાબાધ, આત્મસ્વભાવભૂત સુખ. આ સ્વતંત્ર અને નકકર સુખ છે. આવ્યા પછી તે કયારેય ચાલ્યું જતું નથી. આ સુખ મળે એટલે સાચી સ્વતંત્રતા પ્રાપ્ત થાય છે. પછી ભવભ્રમણને અંત આવે છે. આ સુખ મેળવવા માટે સાધુ સાધના કરે છે. તેઓ ઈન્દ્રિય ઉપર વિજય મેળવવા તલસી રહ્યા હોય છે. આત્મ દર્શન કરનાર સર્વ શ્રેષ્ઠ છે. જગત આખાને જોઈ વળે પણ જ્યાં સુધી પરમાત્માનું દર્શન થયું નથી ત્યાં સુધી બધું નકામું છે.
જગતના નાથને જોયા વિના સૌ ધૂળ ધાણી છે, પ્રભુ નીરખ્યા વિના નયણે ઉભી રાશી ખાણી છે, વિલેણું ક્રાંસ ને ઈંગ્લાંડ વળી જાપાન સ્વીઝરલેંડ,
અમેરિકા તણું ન્યુયોર્ક, નકામી દષ્ટિ તાણી છે....જગતના. આખી દુનિયાનું ચક્કર લગાવી દીધું. દેશ પરદેશ ફરી વળ્યાં, પણ આત્મ દર્શન કે પ્રભુ દર્શન કર્યું નથી, તે બધું વ્યર્થ છે. અનંત જન્મમાં આ જીવે જોવામાં કાંઈ બાકી રાખ્યું નથી, છતાં જવાની ઈચ્છા પૂર્ણ થતી નથી.
થયું શું મહેલ બાંધ્યાથી, થયું શું હાર ગુંચ્યાથી, થયું શું નાણું વધ્યાથી, રહી જે ભવની ઘાણી છે.”
જગતના નાથને” મોટી મોટી મહેલાતે બાંધી દીધી, ધનના ભંડાર ભરી દીધાં, નવાં નવાં સાધનેને સ્વામી બન્ય. માન-કીતિ–આબરૂ ખૂબ મેળવ્યાં. જગતે તારૂં સન્માન કર્યું, આ બધાથી શું તારૂં ભવભ્રમણ ઓછું થયું?
આ બધા સાધને–પ્રસાધન કે હાર-તેરાથી તને–તારા આત્માને શું ફાયદો થયે? તમે તમને ઓળખે. તમે તમારા અનુભવ કરે. જો તમે બહારથી ખાલી છે, બહારના