________________
બીજાની પંચાત કરવામાં જીવન વેડફાઈ રહ્યું છે. ભગવાન કહે છે: “નત્ય સંધા સોfસ વમનસ્થ સંધા સુજ્ઞોના મ” જે કાળ મને મળ્યું હતું, એ કાળ અને એ સમય તને પ્રાપ્ત થયેલ છે. કેવળજ્ઞાન અને કેવળદર્શનને પ્રાપ્ત કરવાની શક્તિ આપણામાં છે. આપણે આ શકિત અને સમયને સદવ્યય કરતા નથી. એટલે પરિભ્રમણને અંત કરતા નથી. જીવ બધે દૃષ્ટિ દોડાવે છે, પણ આત્મામાં જેવાને તેને ટાઈમ નથી. ટાઈમ અમુલ્ય છે એમ બોલે છે, પણ ટાઈમને સદ્વ્યય કેવી રીતે કર જોઈએ એ જાણતું નથી. જ્યાં સુધી સ્વતત્વને પ્રાપ્ત કરે નહિં, ત્યાં સુધી બધું કરવા છતાં એકડા વિનાના મીંડા છે. આજે બધા ખૂબ દોડી રહ્યા છે, પણ ગતિ કરે છે કે પ્રગતિ? એ તે જરા છે, ગતિ અને પ્રગતિમાં ફેર છે. ગતિ વર્તુળમાં થાય છે, પ્રગતિ ચક્કસ દિશા તરફ થાય છે. ઘાણને બેલ ગતિ કરે છે. પણ તેને પંથ કપાત નથી. ગમે તેટલું ચાલે તે પણ ત્યાં જ રહે છે, પ્રગતિમાં વિકાસ છે. આપણે પણ આજ સુધી ગતિ કરી છે. પ્રગતિ કરી નથી. તેથી જ મેક્ષને પ્રાપ્ત કરી શકયા નથી.
જે વિકાસને ઈચ્છે છે તે કક્ષ ફેરવે. તમારું લક્ષ સંસારમાં છે, પૈસામાં છે અને વાસનામાં છે.
વિષય સંસ્પર્શ તે દુઃખ દેનાર છે, આદિને અંત એમાં રહેલે,
ત્યાં ન ડોકાય ડાહ્યા અને દેખતા, સ્કૂલમાં અંધ છે કામ ઘેલે; બાહય ઉપચારથી ઈન્દ્રિયે સંયમી, વિષય મનમાં મરે તે ઠગારા,
વિષય છુટે નહિં જે રહી વાસના, વાસના છુટતી ઈશ દ્વારા...” કામઘેલા મનુષ્યો વિષયમાં અંધ બને છે, પણ જ્ઞાની પુરૂષ કહે છે, વિષય કિપાક વૃક્ષના ફળ જેવા છે, દુઃખ દેવાવાળા છે. જન્મ મરણના ફેરાને વધારનાર છે. જીવનનું પતન કરનાર છે અને દુર્ગતિમાં લઈ જનાર છે. ડાહ્યા પુરૂષ વિષયમાં અંધ બનતા નથી. પણ વિષયથી નિવૃત્તિને માર્ગ ગ્રહણ કરી લે છે. બહારથી સાધુને વેશ પહેરી લીધો. ઈન્દ્રિયને ઉપચારથી સંયમમાં રાખી અને જે મનમાં વિષનું જ સ્મરણ થતું હોય તે તે સંયમી નથી, પણ ઠગારા છે. જ્યાં સુધી હૃદયમાં વાસના છે ત્યાં સુધી વિષય છુટી શકતા નથી. સાધના કરતાં જાગૃતિ ન રાખે તે કયારે પતન થાય છે તે કહી શકાતું નથી. ટીમર ચલાવનાર કપ્તાન જે અસાવધાન રહે, તો કાંઠે આવેલી સ્ટીમર ડૂબી જાય છે. એમ જીવન નાવ ચલાવનાર આત્મા અસાવધાન રહે, તે મનુષ્યભવ હારી જાય છે. ભગવાને ગૌતમસ્વામીને સંબોધીને કહ્યું છે.
तिण्णो हु सि अण्णव्वौं मह, कि पुण चिठसि तीरमागओ । શમીતુર પર મિત્તા, સમર્થ જામ મા પમાયણ ઉ. અ. ૧૦-૩૪ છે