________________
૧૦૫
શેઠ વિચારે છે કે મે' આના પર કેવા અત્યાચાર કર્યાં હતા ! ખાવાનું દેવાને બદલે તેની પાસે જે હતું તે પણ મેં ગટરમાં નાખી દીધું હતું. આ બિચારા વૃદ્ધ છે, ભુખ્યા છે, છતાં તેનામાં માનવતા કેટલી છે?
શેઠ ભિખારીની માફી માગે છે, અને તેને પણ હાસ્પીટલમાં દાખલ થવાના આગ્રહ કરે છે. ભિખારી કહે છે. શેડ, મારા જીવનદીપક તા હમણા જ મુઝાઈ જવાના છે. આપનાં દીપકની વ્યવસ્થા જલ્દી કરો. મને મરતાં મરતાં પણ આનંદ છે કે, હું દીપકને બચાવી શકયા છું. અને આપને સોંપી શકયે છુ.”
વૃદ્ધ મરી જાય છે. દીપક બચી જાય છે. પણ કહેવાનુ તાપ એ છે કે જેનામાં માનવતા છે તે ધમમાં આગળ વધી શકે છે.
સદ્ગુણૢાને જીવનમાં ખીલવવા જોઈએ. ગુણ વિનાની જીંઢળી સુગંધ વિનાના ફૂલ જેવી છે. વિશેષ અધિકાર અવસરે.
વ્યાખ્યાન ન ૧૯
શ્રાવણ સુદ ૬ બુધવાર તા. ૨૮-૭-૭૧
•
અનંતજ્ઞાની ત્રૈલેાકચ પ્રકાશક ભગવાન મહાવીરસ્વામીએ સિદ્ધાંતથી સમજાવ્યુ. સિદ્ધાંત એટલે ત્રણેય કાળે સિદ્ધ થયેલી વસ્તુ. ખારમા ઉપાંગસૂત્રમાં વન્તિ દશાના અધિ– કાર ચાલે છે.
એક વખત રેવતી દેવી રાજ્યભવનમાં સુતી છે. ઈન્દ્રપુરીનુ સ્મરણ કરાવે છે. સુવર્ણ'ના પલંગ છે. તેના પર સુવાળી અને પાચી શૈયા પાથરેલી છે. મલમલના એછાડ છે. મધરાતના વખત છે ત્યારે રેવતી દેવીને એક સ્વપ્ન આવે છે. છલાંગ મારતા, ત્રાડ પાડતા, આખા વનને ગજાવતા, માટી મેાટી ફલાંગે ભરતા એક સિંહુ આવે છે.” રેવતી દૈવી અગાસુ ખાય છે અને સિ'હુ પેટમાં ઉતરી જાય છે. રેવતી દેવી ક્ષત્રિયાણી છે. આવુ સ્વપ્ન જોઈ ને તે ગભરાતી નથી. આવુ` સ્વપ્ન વણિક સ્રીને આવ્યુ હાય તા તે જીરવી ન શકે. રેવતી દેવીએ પૂર્વ' આવું સ્વપ્ન કદિ જોયું નથી, પણ શૈાય વાન—હિંમતવાન છે, સ્વપ્ન આવ્યા પછી તરત તે જાગ્રત થાય છે, અને પેાતાને શુભ સ્વપ્ન આવ્યું છે તે જાણી આનંદ પામે છે. પણ આ સ્વપ્નનું કુળ શું હશે તે જાણવાની જીજ્ઞાસા થવાથી મળદેવજીનાં
૧૪