________________
કરવું પડે છે. અહીં આપણે જન્મ થયો એ આપણી મરજીથી થયે છે? ના, કર્મના ધક્કાથી અહીં આવ્યા છીએ અને જવાનું પણ કર્મના ધક્કાથી. જીવ જુદા જુદા કર્મ બાંધે છે અને જુદી જુદી રીતે ભોગવે છે. બધાને એક સરખું દુખ આવતું નથી. બધાને અલગ અલગ દુઃખ આવે છે. કોઈને શારીરિક બીમારી, કેઈની સ્ત્રી બીમાર હોય, કેઈને છોકરો બરાબર ન હય, કેઈને ધનનું દુઃખ હોય, એમ દુઃખે બધાને અલગ અલગ આવે છે. મારે આત્મા જુદે છે. તમારો આત્મા જુદે છે. એક આત્મા લેકમાં વ્યાપી રહ્યો છે એ માન્યતા મિથ્યા છે.
“લેક માત્ર પ્રમાણે હી નિશ્ચયે નહી સંશયઃ
વ્યવહારે એક માત્ર પિ કથયંતિ મુનીશ્વરાઃ”. જેટલા કાકાશના પ્રદેશ છે તેટલા આત્માના પ્રદેશ છે. જ્યારે કેવળી કેવળ સમુદુઘાત કરે છે ત્યારે તેમના આત્મ પ્રદેશ આખા લેકમાં વ્યાપી જાય છે. આત્મ પ્રદેશને સંકેચ અને વિકાસ થાય છે. નિગદના એક શરીરમાં અનંતા જીવ રહે છે, તે પણ દરેકના આત્મ પ્રદેશ અસંખ્યાતા જ રહે છે. પ્રદેશમાં વધઘટ થતી નથી. દી હોય એની ઉપર એક થાળી ઢાંકે તે તેટલામાં પ્રકાશ આપે અને સુંડલે ઢાંકે તે એટલે પ્રકાશ આવશે અને દિપકને ઓરડામાં મુક હોય તે ઓરડામાં પ્રકાશશે એમ આત્માને જેવડું શરીર મળે એ પ્રમાણે આત્મ પ્રદેશને સંકોચ અને વિસ્તાર થાય છે. એક કંથવાના શરીરમાં જેટલા આત્મપ્રદેશ છે તેટલા જ આત્મ પ્રદેશ હાથીના શરીરમાં પણ છે. જ્યારે જીવે ઉત્પન્ન થાય છે ત્યારે પહેલા સમયે આહાર ખેંચે છે. ગર્ભજ માતાનું લેહી અને પિતાનું વીર્ય બંનેના મિશ્રણવાળો આહાર ખેંચે છે. પહેલે સમયે જે આહાર ખેંચે એને એજ આહાર કહેવાય છે. એ જ આહાર મરણ સુધી શરીરમાં રહે છે. જે આહાર રુવાડાથી લે એને રેમ આહાર કહેવાય છે અને કવળ એટલે કેળીયા લે તેને કવળ આહાર કહેવાય.
જે સમયે ઉપજે તે જ સમયે જીવ એજ આહાર કરે છે. જીવ તે આહાર તાવડામાં નાખેલા વડાની માફક ચારે બાજુથી ગ્રહણ કહે છે. આ આહાર જિંદગીમાં એક જ વાર કરે છે. તે આહાર પર્યાપ્તિ બાંધતાં એક અંતમુહુર્ત લાગે છે. ત્યાર પછી તે આહારના પુદગલે સાત ધાતુ રૂપે પરિણમે છે. અને તેનાથી શરીરની આકૃતિ બને છે. તે બીજી શરીર પર્યાપ્તિ કહેવાય. તેને બાંધતા અંતમુહર્ત લાગે છે. શરીરની મજબુતી થતાં તેમાં ઈન્દ્રિયના અવયવ પ્રગટ થાય છે. તે ઈન્દ્રિય પર્યાપ્ત છે, તેમાં પણ અતમુહર્ત લાગે છે. ત્યાર પછી એક અંતર્મુહુર્તમાં પવનની ધમણ શરૂ થાય છે. તે શ્વાસોશ્વાસ પર્યાપ્તિ થાય છે. ત્યાર પછી અંતમુહર્તમાં ભાષા પર્યાપ્તિ બાંધે છે. અને ત્યાર પછી છેલ્લે મન પર્યાપ્ત બાંધે છે. છ પર્યાપ્તિમાંથી પહેલી ત્રણ પર્યાપ્તિ દરેક જીવો અવશ્ય બાંધે જ છે. ચોથી