________________
પ્રગટાવી એટલે ગાળાગાળી, મારામારી થાય. તારે મૂળભૂત સ્વભાવ સમતા રાખવી તે છે, તેને ભૂલી વિભાવમાં શા માટે જાય છે?
એક શેઠે પિતાના જીવનમાં ક્ષમાને ખૂબ કેળવી છે, પણ કઈ પાપોદયે એમને સ્ત્રી એવી મળી છે કે ક્રોધ કરી ઝઘડો કર્યા જ કરે. બંને વિપરીત સ્વભાવના છે. સ્ત્રી ગમે તેટલું બેલે પણ શેઠ શાંત રહે છે. એક દિવસ શેઠને રવિવારનો દિવસ છે. રવિવારે દુકાન બંધ હોય એટલે ચેપડાં ઘેર લાવે છે. જમીને બેઠા બેઠાં નામું લખે છે. શેઠાણી એંઠવાડ કાઢીને બહાર નીકળે છે. હાથમાં એંઠવાડનું ભરેલું હાંડલું છે. વચલી રૂમમાં કરે રાડ પાડે છે. છોકરાને રડતે જોઈને શેઠાણું ગુસ્સે થઈને કહે છે. “તમારા ચેપડાને હવે એક બાજુ મૂકેને! આ છોકરાને જરા શાંત કરવા દોરી તને!” શેઠાણીની ભાષામાં કઠેરતા છે, કર્કશતા છે. ભાષા સુંદર હોવી જોઈએ. કેઈને પણું તુંકારે હુંકારે પણ ન કરાય. વડીલો પ્રત્યે મર્યાદા રાખવી જોઈએ. વિદ્યા વિનયથી શોભે છે. આ ફળ આવવાથી નમતું જાય છે, એમ જ્ઞાન મળતાં નમવું જોઈએ. નમ્રતા એ ધર્મનું પહેલું પગથિયું છે. નમ્ર બને. જેનામાં સરળતા હય, નમ્રતા હોય ત્યાં ધર્મ ટકે છે. આ બાઈ ગાળને વરસાદ વરસાવે છે તે પણ શેઠ એની સામે જોતા નથી. એના સ્વભાવ પ્રમાણે એ કરે અને મારા સ્વભાવ પ્રમાણે હું કરું એમ વિચારી શેઠ શેઠાણીનાં વચનની ઉપેક્ષા કરે છે. તમારે સ્વભાવ કે છે? શેઠની માફક Let go કરતાં આવડે છે?
શેઠની સામે શેઠાણી ખૂબ બડબડાટ કરે છે, તે પણ શેઠ એક શબ્દ બેલતાં નથી. તમે આ સ્વભાવ કેળવી શકશે? જો એમ થાય તે કેઈ ઝગડે આગળ વધે નહિ. શેઠાણી ફરીને બેસે છે. “મઢામાં જીભ છે કે નહિ, કાંઈ જવાબ તે આપો.” ગુસ્સામાં ને ગુસ્સામાં શેઠાણીએ હાંડલું શેઠ પર ફેંકયું. શેઠનાં કપડાં બગડ્યા, ચોપડાં ખરાબ થયા. છતાં શેઠ એટલું બોલ્યા, “રોજ તે ગાજતે હો, આજે વરસાદ વરસ્ય પણ ખરો.” સાચું હોય તે પણ ક્રોધ કરીને કોઈને કાંઈ ન કહેવું. સત્ય વાત નમ્રતાથી કરવી. જ્યારે પિતાના સ્વભાવથી વિપરીત વાત આવે ત્યારે ખબર પડે કે થર્મોમીટર પર ક્રોધને પારે કેટલી ડીગ્રી ચડે છે. જ્યારે જ્યારે ક્રોધનાં પ્રસંગે પડે ત્યારે ત્યારે સમતા રાખો.
એક દિવાસળીથી કાગળ સળગાવે છે. તે દિવાસળીનું મોટું પહેલાં સળગે છે. પિતે પ્રથમ બળે પછી બીજાને બાળે. ક્રોધ એક વિષધર સર્પ છે. જેના ડંખથી આત્મા પિતાનું સ્વરૂપ ભૂલી જાય છે. ક્રોધમાં ગાંડો બનેલે માનવ આગળપાછળ જેતે નથી. ક્રોધને કારણે ભોજન વિષ બને છે. કોધી માણસના મુખમાંથી અપશબ્દ નીકળે છે. ક્રોધથી તન નિર્બળ બને છે. મન અપવિત્ર બને છે. બુદ્ધિ અસ્થિર થાય છે. આત્મા મલિન થાય છે. ક્રોધ બધાં અનર્થોનું મૂળ છે. ક્રોધી માણસ કદી સ્વસ્થ ન રહે તેને ચહેરે પળે પડી જાય છે. શરીર સુકાઈ જાય છે. પાચનશક્તિ મંદ પડી જાય છે. અને