________________
અર્થ અને ભાવાર્થને બરાબર સમજે. વ્રતે કેવા સુંદર છે! સત્યનું દર્શન કરે. વ્રત આપણી ખામીઓ બરાબર બતાવે છે. આજ સુધી સત્ય માર્ગથી વંચિત રહી ગયા છીએ. કહ્યું છે? “સાચે માર્ગ ના સમજાયે સ્વામી, ના સમજાયે સ્વામી,
જીવનમાં કયાંક તે રહી ગઈ ખામી (૨) કાળની ઘડીમાં હવે રેતી સરી જાય, તો યે આ કાળજુ કોરું રહી જાય,
ભક્તિનાં તાનમાં શક્તિ ખરચાય, તેયે આ હૈયું ના ભાવથી ભીંજાય. જ્ઞાની પુરુષો કહે છે કે સત્યમાર્ગ ન સમજાય ત્યાં સુધી ભૂલો થવાની જ. આપણામાં કેટલા દે છે અને બીજામાં કેટલા સદ્ગુણે છે તે જોવા જોઈએ. ભગવાન મહાવીર સ્વામી એકવાર આપણા જેવા હતા. આપણી જેમ સંસારમાં રઝળતાં હતાં, છતાં તે તરી ગયા અને આપણે રહી ગયા. ભગવાનનાં જીવનમાંની ખૂબીઓ જોઈને આપણું જીવનની ખામીઓ કાઢવાની છે. હાલતાં ચાલતાં ભગવાનને યાદ કરે. હે પ્રભુ! હે નાથ! હે દીનદયાળ! તારે રાહ કે નિરાળે છે ને હું કયાં રસ્તે દોડી રહયો છું ! પ્રભુ ગમે છે કે પૈસા? રામ ગમે છે કે રમા?
તમને શું શ્રેયસ્કર લાગે છે? ભગવાન થવું છે તે ભગવાન થવા માટે તેમણે જે ભાગ લીધે તે આપણે લેવું જોઈએ. અત્યારે આપણે ઊંધા રસ્તે ચાલીયે છીએ તે ક્યાંથી ભગવાન થવાયી
“કેમ ભુલું તને ભગવાન, મારૂં કોઈ નહિં આ દુનિયા માંહી,
હું તે રઝળી રહયે સંસાર, કેમ ભૂલું તને ભગવાન ! હે ભગવાન! તને હું કેમ ભુલું? હું રખડતે, રઝળતે તાશ શરણે આવ્યો છું, આ સાંસારિક સંબંધ બધા થંકથી ચૂંટાડેલા કાગળ જેવા છે. સર્વ સ્વાર્થનાં સગા છે, આ શરીર મારું માન્યું છે તે મારૂં નથી, મિત્રે મારા નથી, બરી મારી નથી, મારૂં કોઈ નથી, હું તે રઝળી રહયો છું. આપને કેમ ભુલું? ધમાં દેખાવું એ જુદી વાત છે અને ધમી કહેવડાવવું તે જુદી વાત છે અને ધમીર બનવું એ ત્રીજી જ વાત છે.
ડગલે ડગલે હું દંભ કરું, મને દુનિયા માને ધર્માત્મા,
શું ભર્યું મારા મનડામાં, એક વાર જુઓને પરમાત્મા.” - ડગલે ડગલે દંભ આચરે છે, દેખાવું છે કંઈક અને કરવું છે કંઈક. છોકરા માટે, બરી માટે કેટલું સમર્પણ કરાય છે અને ભગવાન માટે કેટલું કરાય છે! કેઈને માખણ લગાડો કે તમે સંઘમાં મોટા છે, નાતમાં તમારું વર્ચસ્વ કેટલું બધું છે! તમે કેવા સેવાભાવી છે. આમ