________________
૧૯૫
?
તમારૂં રાજ્ય-શાસન ઘણાં લાંખા ટાઈમથી ચાલે છે અને અમારે આવુ બને છે, તેનુ કારણ શું ? પ્રધાન જઈને રાજાને પૂછે છે. ત્યારે રાજા કહે છે : હમણાં જવામ નહિ મળે, પણ આપને જ્યાં ઉતારી આપ્યા છે ત્યાં ઘેઘુર વડલા છે. એ વડલાનાં બધાં પાંદડાં સૂકાઈ જાય ત્યારે હું જવાબ આપીશ. બધાં ત્યાં જાય છે. વિચારે છે : આવા મેટો વડલા કયારે સૂકાશે ? અને યારે જવાબ મળશે ? હાલતાં ચાલતાં, ઉઠતાં–બેસતાં, ખાતાં–પીતાં એ તા એ જ ભાવના ભાવે કે ‘વડ સૂકાય’. એમ કરતાં એક મહિના થાય છે અને વડ સૂકાઈ જાય છે અને એનાં પાંદડા બધાં ખરી પડે છે. એટલે પ્રધાન જવામ માંગે છે. ત્યારે વળી રાજા કહે છે હજી વાર છે. હવે જ્યારે પ્રથમ જેવા ઘેઘૂર વડલા થઈ જાય ત્યારે જવાખ આપીશ. પ્રધાનને તે થયુ` કે આ તે આવી ભરાણા. પણ જવાખ લીધા વિના કેમ જવાય ? હવે દરેક કાર્ય કરતાં એનું ધ્યાન કયાં જાય ! એણે તા રાત અને દિવસ - વડ પાંગરે ' · વડે પાંગરે ' ની પ્રાથના કરવા માંડી. થાડા વખત બાદ વડલા ફાલ્યા-ફૂલ્યા અને ઘેઘૂર બની ગયા.
પછી પ્રધાન જવામ માંગવા રાજા પાસે ગયા. ત્યારે રાજાએ કહ્યુ, તમારા પ્રશ્નના જવાબ તમને આ વડથી જ મળી ગયા હશે. પ્રધાને કહ્યું, “ મહારાજા ! આપની વાતથી અમે કાંઈ સમજ્યા નથી. આપ સ્પષ્ટપણે સમજાવેા.” રાજાએ જવાબ આપતાં કહ્યું”, પ્રધાનજી! તમારી તીવ્ર ભાવનાનાં જોરે જ વડલા ઘેઘૂર હતા તેવા અની ગયા. માટે “ જેવી દ્રષ્ટિ તેવી સૃષ્ટિ” “ જેવી ભાવના તેવી સિદ્ધિ ” રાજા રાજ્ય પર આવી ખૂબ ખૂબ કરવેરા નાખતા હાય. પ્રજાને કેમ ચૂસી લેવી અને રાજ્ય ભંડાર કેમ તર કરવા એવી બુદ્ધિવાળા હાય. ગરીબેને ખૂબ દુઃખ દેતા હેાય, તેમને પૂરૂં ખાવાનું પણ ન મળતુ. હાય તા એની પ્રજાને એમ થાય કે આ રાજા આપણને બહુ હેરાન કરે છે. સુખે ખાવા પણ દેતા નથી. શાંતિથી રહેવા પણ દેતા નથી, તે આવે! રાજા આપણને ન જોઈએ. કાલ મરતા હાય તા આજે મરે. આવી ગરીમાની હાય લાગી જાય છે.
::
તુલસી હાય ગરીખકી કખ હું ન ખાલી જાય, મુઆ ઢોર કે ચામ સે લેાહ ભસ્મ હા જાય.” ગરીમાની હાય માણસનાં પુણ્યને ખાલી કરી નાખે છે. ગરીમાની હાય સૂતા અને બેસતાં પણ લાગે છે. એકેક વ્યક્તિને એમ થાય કે આ રાજા ન જોઈ એ. એટલે દરેકની ભાવનાનું આંદોલન કામ કરે છે. તે એનું રાજય-સિંહાસન તપતું નથી. આથી એ લાંખા વખત શાસન કરી શકતા નથી. એ લાંખી આવરદા પણુ ભેાગવી શકતા નથી. રાજા કહે છે. જુઓ, મારી પ્રજા કેવી સુખી છે? કોઈના વધારે કર નહિ લેવાના, લાંચ -રૂશ્વત નહિ ચલાવવાની અને એટલાં મધાં વ્યાપાર અને ઉદ્યોગેા વધ્યા છે કે કોઈ માણસ બેકાર રહેતુ નથી, દરેકને પેાતાનું ગુજરાન ચાલે એટલુ` મળી રહે છે. તેથી કોઈ માણસા ભૂખ્યા રહેતા નથી. ઘુમુક્ષિત: જિન જાતિ પાપમ્ ” ભૂખ્યા શું પાપ નથી કરતા ! ભૂખી કૂતરી પેાતાનાં જ જન્મ દીધેલાં વ્હાલા ગલુડિયાને ખાઈ જાય છે.