________________
“વાંઢાળુ વચમાં પડ્યું, વહાલામાં વહાલું, સાંજે ઠાંસી ઠાંસીને ભર્યું, સવારે ખાલુને ખાવું”
આ પેટ છે તેથી વેઠ કરવી પડે છે. કામ સામે આજીવિકા મળી રહે તે કઈ માણસ બીજા ધંધા નહીં કરે. ચોરને પણ ચેરી ખૂંચે છે. કેઈને દુષ્કાર્યો કરવા ગમતા નથી. વેશ્યાને પણ એને ધંધે ખેંચે છે. પણ આજીવિકા માટે નહિં કરવાનાં કામો. કરવા પડે છે. તેથી લેકે અવળા માગે ન જાય તે માટે અમારા ગામમાં અનેક જાતનાં ઉદ્યોગો ચાલી રહ્યા છે. વર્તમાન યુગમાં મશીને ઘણું જાતનાં આવી ગયા છે. તેથી પાંચ માણસની જ્યાં જરૂરિયાત હતી ત્યાં એક માણસથી કામ ચાલી શકે છે. તેથી માણસોની રજી ઓછી થઈ અને બેકારી વધી. આગળ નામા માટે કેટલા માણસે રાખતા અને હવે કેપ્યુટર આવતાં ઘણાં માણસો બેકાર થયાં એટલે બેકારી વધી. આજે દૂધની ડેરી ચાલવાથી પશુધન કસાઈખાને જવા લાગ્યું. ત્યારે અગાઉ ગોકુળ હતાં, તેથી નાગરિકોને કઈને કઈ વ્યવસાય મળી રહે. કોઈ પર ટેકસ નહીં, કરવેરા નહીં. એવા રાજાઓનું રાજ્ય-શાસન તપે છે. એ રાજા રાજ્ય છોડે છે, પણ દુખ લાગે છે.
“कोलाहलग संभूय, आसी मिहिलाए पव्वयन्तम्मि ।
તરૂચા નાસિકમી નમામિ મિળિવવમન્તરિ | ઉ. અ. ૯ ગા. ૫ - મિથિલા નગરીમાં ચારે બાજુ કોલાહલ થઈ રહ્યો છે. અન્તઃપુર આખું રડી રહ્યું છે. પ્રજાજને પણ બેર-બેર આંસુએ રડી રહ્યા છે. અરે, આ દુઃખીયાને બેલી, વિપત્તિમાં સહાનુભૂતિ આપનાર, વિસામાનાં વડલા સમાન, પ્રજાનું રક્ષણ કરનાર, મિત્રભાવ રાખનાર, પ્રેમથી બોલાવનાર એ અમારે રાજા અમને રડતા મૂકીને ગૃહસ્થાશ્રમ છોડીને સંયમમાગે જઈ રહ્યો છે. જેના હૈયામાં સર્વનું હિત કરવાની ભાવના છે, એવા રાજાને પ્રજા કેવી ઈચ્છતી હશે? કઈ અધમી–પાપી મરે તે કહે કે સારું થયું. ધરતી ઉપરથી ભાર ગયે. પણ જેણે પુષ્પની જેમ તરફ પિતાના સગુણેની સુવાસ ફેલાવી છે. જેણે આખી જંદગી સત્કાર્યો કરેલાં છે. દરેક જીવ પર વાત્સલ્ય રાખ્યું છે. કાળી રાત્રિએ કામ આવે એ અને ભાઈથી ભલે એ સજજનપુરૂષ જાય તે તેને સહ કઈ યાદ કરે છે. ગાંધીજીના મૃત્યુનાં સમાચારથી કેટલાં ય મૂછ ખાઈને ઢળી પડ્યા. કેટલાયની આંખોમાંથી અને વરસાદ વરસવા લાગે. મહાન-પુરૂષે જતાં સહુ કોઈને એમની ખેટ સાલે છે. આજની નેતાગિરી કેવી? રાજાઓનાં રાજ્ય ચાલ્યા ગયા ને સ્ત્રીનું રાજ્ય આવ્યું. અત્યારની રાજનીતિ કેવી છે? મેંઘવારી દિવસે-દિવસે વધી રહી છે. મધ્યમવર્ગના માણસે આબરૂની ભીંસમાં ભીંસાઈ રહ્યા છે. આજની પ્રજા સુખી છે? શ્રીમંતેને પણ શાંતિ નથી. કયા પ્રકારનાં વેરા નાખીને કયારે પૈસા મૂંડવી લેશે તે કઈને ખબર નથી ગરીબને પણ પેટપૂરતું ખાવાનું મળતું નથી. આવી રાજનીતિથી નેતાને પણ અત્યારે કેટલે ભય છે?