________________
સુખી થવાને એ માર્ગ નથી. સુખી થવા માટે દેને છેદી નાખે અને રાગથી પાછો ફરે તે સુખી થાય. નાવ ઉપરથી સુંદર રંગ-રોગાન કરી ભભકાદાર બનાવી, પણ તળીયે છીદ્ર હોય તે? ડુબાડે કે તારે? જેવા છે તેવા દેખાવ. ગુણ ન હોય અને ગુણી દેખાવું તે એગ્ય નથી. સેવા ન કરતાં હોય અને સેવક કહેરાવવું તે ખોટું છે. સેવા ધારીનું નામ ધરાવે પણ સેવા કરવાનો અવસર આવે ત્યાં શરમ થાય, એ શું સેવા કરી શકશે? માટે જીવન સુંદર બનાવે. સંસારમાં સારા માણસોને પરિચય જીવનને સુધારનાર બને છે. સત્સંગથી જીવન ઉજ્જવલ બને છે. પચાસ કન્યાઓ સારા ઘરની સુલક્ષણ અને સંસ્કારી છે, વડીલે સામે ન બોલવું ને માન-મર્યાદામાં રહેવું. પિતાની ભૂલ હોય તે સુધારવી વિ. સમજણે છે. પતિના સુખે સુખી અને દુઃખે દુખી રહેનારી નિષધકુમારની પત્નીઓ છે. આવી સ્ત્રી જે ઘરમાં હોય તે ઘર સ્વર્ગ બને છે.
વિશેષ અધિકાર અવસરે કહેવાશે
વ્યાખ્યાન નં...૩૪ શ્રાવણ વદ ૮ ને શનિવાર તા. ૧૪-૮-૭૧
અનંતજ્ઞાની, શૈલેકય પ્રકાશક, શ્રમણ ભગવાન મહાવીર સ્વામીએ સિદ્ધાંતથી ભવ્ય અને સમજાવ્યા છે. સિદ્ધાંત એટલે ત્રણેય કાળે સિદ્ધ થયેલી વસ્તુ તેનું નામ સિદ્ધાંત, બારમા ઉપાંગ વદ્ધિદશામાં નિષધકુમારને અધિકાર ચાલે છે. નિષકુમાર પ્રજાને કેમ શાંતિ મળે, પ્રજાને હું કેમ પ્રિય બનું, મારી પ્રજા કેમ સુખી બને, એને માટે શું કવું જોઈએ એની તાલીમ ગુરૂકુળમાંથી લઈને આવ્યા છે. રાજા પ્રજાનું રક્ષણ કરનાર હેય પણ ભક્ષણ કરનાર નહાય. પ્રજાનું પુત્રવત્ પાલન કરે. પ્રજા પર મીઠી નજર રાખનાર હોય. કોઈની લાંચ રૂશ્વત ન લે. પણ ન્યાય-નીતિથી અને પ્રમાણિકતાથી રાજ્ય કરનાર હોય પ્રજાના સુખે સુખી અને દુઃખે દુઃખી થનાર હોય. પ્રજા સુખી તે રાજા સુખી.
કેઈ એક રાજ્ય છે. એ રાજ્યના સિંહાસન પર જે રાજા આવે તે છ મહિનામાં મૃત્યુ પામી જાય છે. એમ છ-છ મહિને રાજા બદલાતાં જાય છે. લાંબા વખત સુધી રાજ્ય સિંહાસન પર કોઈ ટકતું નથી. એક વખત એ રાજ્ય પર એક નવો રાજા આવે છે. તે વિચાર કરે છે કે આ રાજ્યમાં આમ કેમ થતું હશે? આને માટે કઈ અનુભવીને પૂછીને તેની સલાહ લેવી જોઈએ. એટલે એની બાજુમાં એક રાજ્ય છે ત્યાં બત્રીસ વર્ષથી એક રાજા રાજ્ય કરે છે. ત્યાં પિતાનાં પ્રધાનને અને બે-ચાર માણસને એકલે છે અને પૂછાવે છે કે