________________
બાહ્ય ક્રિયામાં રાચતાં, અંતર ભેદ ન કોઈ, જ્ઞાન માર્ગ નિષેધતાં તેહ ક્રિયા જડ આહી.”
શ્રીમદ્ રાજચંદ્ર કઈ બાહ્ય ક્રિયાને જ વળગી રહ્યા છે. તે કોઈ શુષ્ક જ્ઞાનને વળગી રહ્યા છે. અને પિત-પિતાની માન્યતામાં મોક્ષ માને છે. આ પ્રમાણે ત્રિરત્ન રૂપ સરળ, પૂર્ણ થઇ હિતાર્થ અને યથાર્થ મોક્ષમાર્ગને ભુલી ગયા છે. જે પિયા કરવામાં આવે છે તે કિયા કયા લયે કરવામાં આવે છે તે યથાર્થપણે જાણ્યું નથી. જેઓ તત્વજ્ઞાનથી પશંગમુખ છે જેમને અંતષ્ટિ ઉદ્ભવી નથી, પરંતુ બાહ્ય ક્રિયા કરીને જે મોક્ષ માને છે, તે થક સાની છે, તે કેવળ સલ્લાના શબ્દને ધારણ કરી એકાંત નિશ્ચયને પકડી રાખી કહે કે “આત્મા તે સિદ્ધ જેવો છે. તેને રાગ-દ્વેષ નથી.” વિગેરે કથન માત્રથી પિતાને જાની ધારી સદ્વ્યવહારને નિષેધે છે. પરંતુ તેને અંતરંગ વૈરાગ્ય અને ઉપશમ નથી.” કષાયોને ટાળવા પુરૂષાર્થ નથી. પ્રતિકુળતામાં સમભાવ રાખી શક્તા નથી. જે જીવે બાણ ક્રિયામાં જ માત્ર રાચી રહ્યા છે, જેનું અંતર ભેદાયું નથી, એવા જ જ્ઞાનમાર્ગને નિષેધે છે. તેથી તેઓને અહીં ક્રિયાજડ કહ્યા છે. જ્ઞાન-ક્રિયાનું સમન્વયપણું સ્થાપિત કરવું એ જ નિર્જરાને સુંદર માર્ગ છે. ગમે તે ક્રિયા-તપ, જપ, સ્વાધ્યાય, સલ્લા વાંચન કરીને એક જ કાર્ય કરવાનું છે. જગતનું વિસ્મરણ અને આત્માનું સ્મરણ. જે જ્ઞાનને પ્રાપ્ત કર્યું તેને વર્તનમાં મૂકવું જોઈએ, નહિંતે તે જ્ઞાન એકડા વિનાનાં મિંડા જેવું છે.
એક શેઠ હતા તે પિતાનાં દિકરાને ભલામણ કરે છે કે મારે બહારગામ જવાનું છે તે ઘરનું બરાબર ધ્યાન રાખજે. આપણી પાસે હીરા, મોતી, રોકડ તથા દાગીના ઘણું છે. તે કમાડ સાચવીને સૂજે. પિતા બહારગામ ગયા પછી છોકરાને વિચાર થયો કે મારા પિતાશ્રીએ કમાડ સાચવવાનું મને કીધું છે એટલે તે તો કમાડનાં મિજાગરા કાઢી કમાડને ઉપરાઉપરી ગોઠવી એના ઉપર ગાદલાં નાખીને સૂતો. ઘર ખુલ્લું થતા ચોરોને પ્રવેશવાને માર્ગ ખુલ્લે થયે. અને ધન લૂંટી ગયા. શેઠ બહારગામથી આવ્યા અને જોયું તે ચેર બધું લૂંટી ગયા છે. તેથી પુત્રને કહે છે કે, “તે કેમ ધ્યાન ન આપ્યું?” જે આપણું બધું ચોરાઈ ગયું ને આપણે સાવ ખાલી થઈ ગયા.” ત્યારે પુત્ર કહે છે, “જુઓ તે ખરા! કેવા કમાડ સાચવ્યા છે? આપે કમાડ સાચવવાનું કહ્યું હતું. મેં આજ્ઞા બરાબર પાળી છે. છતાં મારો વાંક કાઢે છે !
વાતને આશય ન સમજાય ત્યાં સુધી સાચી વસ્તુ સમજાતી નથી. ક્રિયા કરવાની પાછળ પણ સાચા ધયેયનું ભાન ન હોય તે તે ક્રિયા ભવને ફેર ટાળે નહિ.
“સમક્તિ વિનાની કીધી કરણી મેં આજ સુધી, ટાળે નહિં ભવના ફેરા સમકિતને લઈને લાવે,