________________
૧ તે આપશે અને વિષયનાં ભગવટામાં તેને ઉપયોગ કરશે તે પુણ્ય ચવાઈ જશે. અને એકેદ્રિયમાં મુકાઈ જાશે. તમને તમારી દયા આવે છે? તે પાંચ ઇંદ્રિયેનાં વિષયથી પાછા હઠી એને સદુપયેગ કરે.
પર વસ્તુમાં નહીં મૂંઝ, એની દયા મુજને રહી,
એ ત્યાગવા સિદ્ધાંત કે પશ્ચાત્ દુઃખ તે સુખ નહીં.” પર પદાર્થને પિતાનાં માનીને જીવ તેમાં મુંઝાઈ ગયું છે. પણ પર પદાર્થ તારા નથી. તેમાંથી મળતું સુખ તે ક્ષણિક છે. જે સુખની પાછળ દુખ છે તે સાચું સુખ નથી. એક માણસે સુંદર મજાને બગીચે બનાવરાવ્યું. તેમાં સુવાસિત પુપનાં છોડ, મીઠાં ફળનાં વૃક્ષ, સુંદર વેલે, મંડપ વિ. કરાવ્યા છે. તે ભાઈ બગીચે જોઈ ખુશ થાય છે. તેની સુવાસથી મન નાચી ઉઠે છે. બીજો માણસ રસ્તા પરથી પસાર થાય છે. તે બગીચાનું સૌન્દર્ય જુએ છે, અને પુપિની સુવાસ લે છે, પેલાએ બગીચાને પિતાને માન્ય છે. તેના પ્રત્યે આસકિત છે. તેથી કર્મબંધ થાય છે. અને ચાલે તે માણસ સુવાસ ધે છે, પણ તેમાં તેને આસક્તિ નથી. પ્રેક્ષક બનવું છે. પડદા પાડવા અને બંધ કરવા. વિ. ચિંતા પ્રેક્ષકને નથી હોતી. પ્રેક્ષકે તે ટિકિટ લીધી અને જોઈને બહાર નીકળી ગયા. તેમ આત્માને સ્વભાવ જ્ઞાતા-દષ્ટા છે. બીજાની ચિંતા માથા ઉપર રાખીને શા માટે કરે છે? બહારની ચિંતા છોડી આત્માની ચિંતા કરે. ભૌતિક વસ્તુ પાછળ પડયા છે એટલે આધ્યાત્મિક વસ્તુ સમજાતી નથી.
આત્મામાં અનંતજ્ઞાન પડ્યું છે. પણ એમાં સ્થિર થવું જોઈએ. આત્માને પામવા હોય તે નિર્વિકલ્પ દશા જોઈએ. બધાં વિકલ્પને છેડી દે ને આત્મ સૌન્દર્યને નિહાળે. જેણે આત્માને ચમત્કાર જોયે, તેને કેવી અનુભૂતિ થાય છે? કે આનંદ આવે છે? એ તે અનુભવવાળા જ જાણે છે, બલાડએમ કાગળ ઉપર લખ્યું, પછી જીભથી ચાખે તે સ્વાદ આવશે? નહિ આવે. એમ સિદ્ધાંત, શાસ્ત્ર કે પુસ્તક રાહદારીની માફક રસ્તે બતાવે છે. ચાલવાનું તે પિતાને છે. અંદરથી તમારા આત્માને જાગૃત કરે. ક્યાં સુધી પ્રમાદમાં બેસી રહેશે તમારી તબિયત બગડે તે તરત ડોકટર પાસે પહોંચી જાવ છે ને? જરાક માથું દુઃખે છે, તરત એનેસિનની ટીકડી લે છે ને? તારા શરીરની તને ખબર પડે છે, કેટલી એની કાળજી! પણ આત્માની કયારેય ખબર લીધી? જડ અને ચૈતન્યનાં ભેદજ્ઞાનની વિદ્યા મેળવવાની જરૂર છે.
કયા સેવત ઉઠ જાગ બાઉરે, અંજલી જલ જર્યું આવું ઘટત હૈ, દેત પહેરિયા વરિય ઘઉ રે....ક્યા. ઇંદ્ર ચંદ્ર નાગિંદ મુનિ ચલે કોણ રાજા પતિ સાડ રાઉ રે, ભમત ભમત ભવ જલધિ પાય કે ભગવંત ભજન વિના ભાઉ નાઉ કયા