________________
૧
ધનથી મુક્ત કરવા ભેખ ધારણ કર્યો છે એવા સદ્દગુરૂના ચરણમાં જઈ એની સેવા ઉપાસના કરશે તે ઉદ્ધાર થશે
- વ્યાખ્યાન નં. શ્રાવણ વદ ૫ ને બુધવાર તા. ૧૧-૭૧
ઉગ્ર તપસ્વી શ્રી કમળાબાઈ મહાસતીજીના ૩૬ ઉપવાસનાં પારણાં પ્રસંગે અપાયેલ પ્રવચન. . '
તપનાં તેજ , અનંતજ્ઞાની ભગવતે જડવાદમાં જકડાયેલાં, મેહમાં મૂંઝાયેલા, લેભમાં લપટાયેલા અને માનમાં મરાયેલા અને આત્માનું દર્શન કરાવ્યું છે. અને બંધન તથા મુક્તિને માર્ગ બતાવે છે. અનાદિ કાળથી જીવાત્મા કર્મના બંધનથી બંધાયેલ છે. તેમાંથી મુક્ત થવા માટે તપને માગ શ્રેષ્ઠ છે. જે પ્રસંગ હોય તેનાં ગાણુ ગવાય છે. જૈનશાસનનાં નગારે આજે તપની દાંડી વાગી રહી છે. જ્યારે રાજ્ય પર શત્રુઓ ચડી આવ્યા હોય, લશ્કરી કુચ થતી હોય, યુદ્ધનાં નગારાં વાગી રહ્યાં હોય ત્યારે કયે ક્ષત્રિય બચ્ચે ઘરના ખૂણામાં ભરાઈ બેસે ? જે ક્ષત્રિય છે, રણુશરે છે, તે તે રણસંગ્રામમાં મોખરે હેય છે. તે કદી છૂપાઈને ન બેસે. તેમ આજે ઘાટકેપરને આંગણે તપની દાંડી પીટાઈ રહી છે. જ્ઞાનના નાદે ગાજી રહ્યા છે. ચારિત્રના સૂર ગુંજી રહ્યા છે ત્યારે કયે માણસ સૂતે રહેશે? ભગવાને કલ્યાણને સુંદર માર્ગ બતાવે છે. માનવભવ મોક્ષને કિનારે છે, આપણે એક કિનારે આવી ગયા છીએ. હવે બહાર નીકળવાની અભિલાષા થાય છે? ' જેમ તરસ્યાને વગડામાં પાણી મળે, જેમ ડૂબતાને સામે કિનારે મળે, - તું છે મુજને પણ એમ હવે છોડું હું કેમ? પથદશી" મળ્યા છે મને તારલિયા
એ શોભી રહ્યા છે જિનવરીયા ... જ્યારે તરસ્યા માણસને વગડામાં પાણી મળી જાય અને દરિયામાં નાવ ડૂબુ-ડૂબું થઈ રહ્યું હોય ત્યારે સામે કિનારે આવી જાય તે માણસને કેટલે આનંદ, હર્ષ અને ઉલ્લાસ થાય? હાશ. મરતાં–મરતાં માંડ બચ્ચે છું એમ લાગેને? તેમ તમે પણ ક્યાં આવ્યા છે? ઘાટક + ઉપર = ઘાટકોપર, ઘાટ ઉપર આવી ગયા છે, માનવભવનાં કાંઠે આવી ગયા છે. હવે તે પરમાત્મ દશા પ્રાપ્ત થઈ જ સમજે. પણ એ પ્રાપ્ત કયારે થાય?