________________
:
આ ભારતવર્ષમાં નારીનું સ્થાન અજોડ છે. પિતાના શીલની રક્ષા માટે અને નારીઓએ પિતાના અમૂલ્ય જીવનનું બલિદાન પણ દીધું છે.
ગાંધીજીએ કહ્યું છે કે “ નારી એ સહનશીલતાની મૂર્તિ છે. નારીના હાયમાં અમત પણ છે અને ઝેર પણ છે. જ્યારે નારી નેહ-સરિતામાં વહે છે ત્યારે આખા વિશ્વપર આનંદ મંગળ વર્તાય છે. અને જ્યારે નારી કોષી બને છે ત્યારે સંસારમાં સર્વનાશ પણ નેતરે છે.
“શુતિ યુદ્ધોધિ નિરજાનેલિા કંસાર મામા વકિલ ” એ અનેક નારીઓએ ધીર-વીર અને પરાક્રમી પુત્રને જન્મ આપે છે. મદાલસાએ પિતાના પુત્રમાં નાનપણથી આત્માની અમરતાના અને પવિત્રતાના સંસ્કાર બીજ રેવાં માટે હાલરડા ગાયા હતાં. - “હે પુત્ર! તું શુદ્ધ છે, બુદ્ધ છે, અજર છે, અમર છે, જગતની માયાથી રહિત છે. પુતળીબાઈએ ગાંધીજીમાં કેવા સંસ્કારનું સિંચન કર્યું? જીજીબાઈએ શીવાજીમાં વુિં અમૃત રેડયું? નારીનું હૃદય ક્યારેય ક્રૂર નથી બની શકતું. તેના હૃદયમાં કરૂણાનો સ્રોત નિરંતર વહેતો હોય છે. તેને માટે એક જવલંત ઉદાહરણ દ્રૌપદીનું આપણી સામે છે.
દુર્યોધન મૃત્યુની છેલ્લી પળે ગણી રહ્યો છે. તેના નવાણું ભાઈ મૃત્યુને મેળે પિઢી ગયા છે. તેની વેદના કરતાં પણ પરાજયની ઊંડી વેદના તેને વધુ નિરાશ બનાવી રહેલ છે. ગર્વના ઉન્માદમાં તેને કલ્પના પણ ન હતી કે એ પરાજય મારા લલાટે લખાશે. તેની આજુબાજુ તેના સાથીઓ બેઠા છે. તેને આશ્વાસન આપી રહ્યા છે. હવે છેલવે ટાઈમે સાથીઓ પૂછે છે. “મહારાજ! આપની છેલ્લી ઈચ્છા હોય તે પ્રગટ કરી લો. અમે તમારી સેવામાં ખડે પગે ઉભા છીએ.” દુર્યોધન દીલગીર બની કહે છે. “સાથીઓ ! મારી તે સઘળી ઈચ્છા માટીમાં મળી ગઈ છે. વિજયની આશા હતી, પણ પરાજયની લાતા મરતક વાગી છે. મારા ભાઈઓ રણમાં રોળાઈ ગયાં છે. પણ હવે છેલ્લે છેલ્લે પાંડવના પુત્રોના કપાએલા માથા કેઈ મારી સામે લાવી આપે તે એ જોઈ મારી આંખો શીતળતાને અનુભવ કરે. પણ આ તે સ્વપ્ન છે, એ ઈચ્છા સફળ થાય તેમ કયાં છે? આ કાર્ય કેણ કરવા તૈયાર થાય? દુર્યોધનની છેલ્લી ઈચ્છા પૂરી કરવા અશ્વત્થાયા તૈયાર થાય છે. તે કહે છે “મહારાજ ! આમાં શી મોટી વાત છે? હમણાં જ હું આ કાર્ય કરી આપની પાસે હાજર થાઉં છું.”
પાંડ વિયેત્સવ ઉજવી ગાઢ નિદ્રામાં પડ્યાં હતાં. તેઓને કલ્પના પણ ક્યાંથી
૨૪