________________
તમારે દાન આપવું હોય તે આપ, પણ મારું નામ નહીં. જે મહાપુરૂષ હોય છે તે આવી વૃત્તિવાળા હેય છે. આ માતરે પણ ફી લીધા વગર કેવું જ્ઞાન આપ્યું અને જીવનને કેવું નિસ્પૃહી બનાવ્યું ! તમારા ગુરૂકે પણ આત્માને કર્મ બંધનથી છોડાવવાનું સુંદર જ્ઞાન આપે છે. છતાં વેતન લે છે? ના, પણ તમને જ્ઞાન લેવાની કયાં પડી છે? શું તમારે વ્યાખ્યાન સાંભળીને કાંઈ આપવાનું છે? કેવા તમારા ગુરૂભગવતે છે!
निम्ममा निरहंकारो, निम्स'गी चत्तगारवो।
રમે રણ પૂગે રણે થાણ . અ. ૧૯ ગા. ૮૯ સાધુ કેવા હોય? નિમમવી, નિરહંકારી, સંગરહિત, ગર્વને છેડીને ત્રસ અને સ્થાવર સર્વ માં સમાનભાવ રાખે. જેમણે સાચી સમજણ આપી એવા ગુરૂને ઉપકાર કેમ ભૂલાય? ભલે લાખે પતિ થયે હેય છતાં પણ ગુરૂને વિનય કરે છે તે જેણે આત્માનું અંદર જ્ઞાન આપ્યું એવા મહાઉ૫કારી ગુરૂને વિનય કેમ ભૂલાય? વિનયને માર્ગ ભગવતે કે સુંદર બતાવ્યું છે? જૈનદર્શનમાં વિનયનું મહામૂલ્ય છે.
“જે સદ્દગુરૂ ઉપદેશથી, પામે કેવળજ્ઞાન,
ગુરૂ રહ્યા છદમ ૫ણ,વિનય કરે ભગવાન.” ગુરૂ છદમસ્થ હોય અને શિષ્યને કેવળ જ્ઞાન થાય તે પણ ગુરૂને વિનય ચૂકે નહિ. ગુરૂને ખબર પડે તે છે કે આપને કેવળજ્ઞાન થયું છે? તે વિનયી શિષ્ય જવાબ આપે આપને પ્રતાપ! ગુરૂદેવ પિતાના આત્મવરૂપમાં મગ્ન રહે. અને પ્રભુએ આપેલો ઉપદેશ એ સરલ શૈલીમાં સમજાવે કે તે સાંભળતા ચૈતન્યદેવ જાગી જાય.
ગાય હાલરડાં સ્વાવાદ સૂત્રનાં, એક જ ક્ષણમાં ચૈતન્ય જાગી જાય રે.
શાસનનાં હીરા, ડકો વગાડે દેશ દેશમાં. અનાદિકાળથી સુખની શોધમાં ભટક્તાં જેને સમજણ આપનારાં ગુરૂદેવે છે. તેઓ સમજાવે છે કે તારી વસ્તુ તારા ઘરમાં છે. માટે બહાર કયાં ભટકે છે? ઘરમાં શાક ચલાવ. આવી આત્મ-ખજાનાની અદ્દભુત ચાવી બતાવનાર સદ્દગુરૂ મળે તે ભવના ફેરા ટળી જાય
આ રે અવસરીયે જેણે સદ્દગુરૂ સેવીયા રે.... સદ્દગુરૂ સેવ્યા એના ટળીયા અંધેરા,
આ રે અવસરીયે જેણે સદ્દગુરૂ સેવીયા રે..... માનવ જન્મ અમૂલ્ય મળે છે, તે સાચા સદ્દગુરૂની પછાણ કરી સાચા સદ્દગુરૂને સે. જેણે આત્માને અલખ જગા છે, જે નિજાનંદમાં મસ્ત છે અને જેણે આત્માને
२३