________________
૧૯૪
તરત જ ઘેર જઈને હજાર રૂપિયા લઈ આવે છે અને એના બીજો મિત્ર જોરાવરસિદ્ધ છે, તે પણ આ શિક્ષક પાસે જ ભણેલા, તેની પાસે જઇને શિક્ષકની વાત કરે છે. એમ એ મળીને એ હજાર રૂપિયા શિક્ષકને આપે છે. બંનેના આભાર માની શિક્ષક ઘેર જાય છે અને દિકરીનું લગ્ન આનંદથી પતાવે છે. રૂપિયા લીધે છ મહિના થઈ ગયા ત્યારે જીવણલાલને વિચાર આવે છે કે શિક્ષક થાડા વખતમાં રૂપિયા આપી દઇશ એમ કહેતાં હતાં. હજી કેમ પૈસા આપવા આવ્યા નહીં? આ વાત શિક્ષકને યાદ કરાવવી ા જોઇએ. એમ વિચારી એક વખત માસ્તરને મળે છે અને કહે છે. આપ રૂપિયા લઈ ગયા છે. તેની મારે ઉતાવળ નથી, પણ સગવડે મેાકલી આપત્રા મહેરબાની કરશે.” માસ્તર કહે છે, હું પૈસા ભરી શકું એવી સ્થિતિમાં નથી. પણ મારી પાસે મેાટી જમીન પડી છે. એ હું તને આપી દઉં.... એ જમીનમાંથી રૂપિયા બે હજાર તમને મળી રહેશે. શિક્ષકે પેાતાની જમીન જીવણલાલને લખી દીધી. જીવણલાલ ખતપત્ર લઈને ઘેર જાય છે.
તે અરસામાં ઘેાડાં પરદેશી માણસા તે ગામમાં આવેલા, તેએને એક મિલ નાખવી છે તેથી જગ્યાની તપાસ કરે છે. જગ્યા જોતાં જોતાં માસ્તર સાહેબની જગ્યા હતી, એ તેઓને પસદ પડી જાય છે. અને રૂપિયા એંસી હજારમાં જીવણલાલ પાસેથી જગ્યા ખરીદી લે છે. એ હજારનાં ૮૦ હજાર રૂપિયા આવે છે. જીવણલાલના આનંદના પાર નથી. તેને આન'દિત જોઈ તેની પત્ની પૂછે છે.” આટલાં બધાં રૂપિયા કયાંથી લાવ્યા ? ’’ આ રૂષિયા જે માસ્તરની જગ્યા મેં લીધેલી તેના આવ્યા છે, હું માસ્તર સાહેબ પાસે એક હજાર રૂપિયા માંગતા હતા. તેમની પાસે રોકડા રૂપિયા નહી' હાવાથી મને જમીન આપી. એ જમીન મારી હાવાથી મેં વેચી. અને તેના એંશી હજાર રૂપિયા મળ્યા. બે હજારમાં હજાર તા મિત્ર જોરાવરસિંહના છે. તેથી જાર રૂપિયા તેને આપવાના છે. ત્યારે જીવણુલાલની પત્ની સુસ’સ્કારી હાવાથી કહે છે કે હજાર રૂપિયા જોરાવરસિ’હું ભાઇએ આપેલા તેથી અડધી જમીન તેમની કહેવાયને ? અને રૂપિયા તેમને દેવા જોઈએ ને ?
જીવણલાલને એ વાત સાચી લાગે છે. તેથી પાતાના મિત્ર પાસે જાય છે. તે વખતે જોરાવરિસ’હું ઘેર નથી. ઘેાડીવાર રાહ જુએ છે, અને એ આવે છે ત્યારે બધી હકીકતથી મિત્રને વાકેફ્ કરે છે. એ સાંભળી જોરાવરસિંહ કહે છે, “ મિત્ર, તે એક માટી ભુલ કરી છે. ગુરુજીના પૈસા કેમ લેવાય? ગુરૂ તા આપણા કેટલા ઉપકારી છે? તેમણે સુંદર જ્ઞાન આપ્યું. તેનાથી આપણે અત્યારે તરતા છીએ. આ ગરાસિયા છે પણ એની ઉદારતા તા જુઓ! મિત્રને ખૂબ જ સમજાવે છે કે આ રૂપિયા તા માસ્તર સાહેબના જ કહેવાય. આપણા તા બે હજાર જ હતાં. માટે જલદી ચાલ, આપણે ગુરૂજીના પૈસા આપી આવીએ. આપણે એ ન જોઇએ. ” મિત્રને સત્બુદ્ધિ આવી. તે ગુરૂજી પાસે આવ્યા. અને ગુરૂજીને કહ્યુ “ આ રૂપિયા એંસી હજાર તમારી જગ્યા વેચી તેના આવ્યા છે તે આપ સ્વીકારી