________________
તેમના પત્ની શહેરમાં જાય છે. પુત્રને ઘેર લઈ આવવા ખુબ સમજાવે છે તેઓ એક જ : જવાબ આપે છે. “મારે દીક્ષા લેવી છે, હું ઉપાશ્રયમાંથી દીક્ષા લીધા વગર બહાર જવાનું નથી. માતા કહે છે તેને દીક્ષામાં શી ખબર પડે? તું હજી નાખે છે. તેઓ માતાને સટ જવાબ આપે છે કે તમે માલ લેવા મને મોકલે છે તેમાં મને ખબર પડે અને મને દીક્ષામાં કેમ ખબર ન પડે? માતા મહારાજશ્રીને કહે છે. આ કાચા કાળજાના મારા પુત્ર ઉપર | તમે શું કરી નાંખ્યું છે? મારા એકના એક પુત્રને આપે ભેળવી નાંખે. તમારૂં સત્યાનાશ
જાય! તો મહારાજ કહે છે, બહેન ! સત્યાનાશ જાય એમ કહે છે ને ? સાત કર્મના નાશ , પછી એક કયું કર્મ તેં બાકી રાખ્યું ! મારે તે આઠેય કર્મને નાશ થાય એમ કરવું છે. એમ તે થાય તે જ મારે સિદ્ધ થવાય. મહારાજને ગાળ આપે છે પણ મહારાજ સવળ અર્થ કરે છે. કેઈ ગાળે ગમે તેટલી દે પણ લેવી નહીં, એમ નક્કી કરે તે ઘણી સમાધિ રહે. એની મા કહે છે ચાલ ઉભો થા, આ તારી વહુ રહે છે. સગાવહાલા બધા રેવે છે. તેઓ જવાબ આપે છે જે એને મારી ઉપર પ્રેમ હોય તે મારા રસ્તે આવે. ઠાકોર આવે
છે અને બીજા પણ ઘણું સમજાવે છે, પણ જયમલજી કાંઈ બેલતાં નથી. જ્યાં સુધી (દીક્ષાનું લખી ન દે ત્યાં સુધી મૌન કરી લે છે. અને ચારે આહારના પચ્ચખાણ કરે છે. અંતે લખી દીધું અને દીક્ષા આપી. સંયમ લીધો તે જ દિવસથી જીવું ત્યાં સુધી એકાંતરા ઉપવાસ કરવા એવા પશ્ચખાણ લીધાં. જાવ છવ સુધી એકાંતર ઉપવાસ અને તે પણ ચોવિહાર. આ પ્રકારની પ્રતિજ્ઞા લીધી પછી સુત્ર અને સિદ્ધાંત હાથથી લખવા માંડયા. જ્યારે નવરાશ મળે ત્યારે જુદા જુદા છંદો-સાધુ વંદણ વિ. બનાવે. અનેક કૃતિઓ તેમણે બનાવેલી છે.
એક વખત આ જયમલજી મહારાજ ગુરુદેવની સાથે વિહાર કરી રહ્યાં છે. ત્યાં ગરદેવને એકદમ તરસ લાગી છે. અને પોતે પાણી લેવા જાય છે ત્યાં ભુદરજી મહારાજ સાહેબ કાળ કરી જાય છે. યમલજી મહારાજ સાહેબને કયાંય પાણી મળતું નથી. ગામમાં જવું પડે છે. ગામથી પાણી લઈને આવે ત્યાં ગુરુ મહારાજ કાળ ધર્મ પામી જાય છે. “ગુરુ મહારાજની છેલ્લી ઘડીએ હું પાસે ન રહ્યો. અને મારે ગુરુને વિજેગ થયે. એ માટે તેમને ખુબ દુઃખ થાય છે. ત્યાં પ્રતિજ્ઞા લીધી કે આજથી મારે સુવું નહીં. કોઈવાર એઠા બેઠા ઉંઘ આવી જાય તે અલગ વાત છે, પણ પથારી કરીને ન સુવું. ગુરુદેવને તરસ લાગી અને હું પાણી ન પહોંચાડી શકયે, માટે જાવજીવ સુધી પાણી પીવું નહીં. પાણીને બદલે છાસથી પતાવતાં. આવા મહાપુરૂષ પાંચમા આરામાં થયા છે. પુજ્ય અજરામરજી મહારાજ પછી ગેડલ, બરવાળા, લીંબડી એમ જુદાં જુદાં સંપ્રદાય થયાં. લગભગ ૪૫ સાધુ એમની પાસે હતાં. લીંબડીમાં છેલ્લું ચોમાસુ કર્યું, અને શરીર ગળવા માંડયું. શ્રાવણ વદ બીજને દિવસે સંથારે કરીને કાળધર્મ પામ્યા. આ સાથે આજે અમારા પરમ