________________
છે. છોકરે કહે છે, મારે પણ દીક્ષા લેવી છે. નવા વરસને છેક દીક્ષાની વાત કરે છે. જુઓ, ધર્મના કેવા ઉંડા સંસ્કાર છે. મહારાજ સાહેબ પાસે અભ્યાસ કરવા માંડે. ખૂબ જ સરસ રીતે અભ્યાસ કરે છે. જે શિખવાડે એ બધું મેઢે રહી જાય. એક જ વાત કે જલદી ભણું. કોઈ બીજી પંચાત નહીં. બેટા કઈ દસ્તે નહીં. વૈરાગ્યભાવના કોને કહેવાય? જે પાંચ ઈન્દ્રિયેનું દમન કરે તેને વૈરાગ્ય કહેવાય. જેમના બોલવામાં, ચાલવામાં વૈરાગ્ય નીતરતો હોય, વૈરાગ્યભાવના હોય તે વિતરાગને માર્ગે જઈ શકે છે.
ત્યાગ વૈરાગ્ય ન ચિત્તમાં, થાય ન તેને જ્ઞાન,
અટકે ત્યાગ વિરાગમાં, તે ભૂલે નિજ ભાન.” ત્યાગ, વૈરાગ્ય વિના આત્મજ્ઞાન થતું નથી. આ બાળક ભણવામાં દત્તચિત્ત છે. ખૂબ ખંતથી ભણે છે. ત્યાંના એક ગુસાંઈજીની નજર બાળક પર પડે છે. ભણીને જાય છે. તડકામાં તાલકુ ચમકે છે. આ બાળક રેજ નીકળે છે અને તેઓ જુએ છે. એક દિવસ માણસને મેક કે જા, પેલા બાળકને બોલાવી લાવ. બાળક ત્યાં આવે છે. ગોસાંઈજી તેને પૂછે છે, તું ક્યાં છે? અને કયાં રહે છે? અજરામર કહે–અમે પડાણાના છીએ. અને મહારાજ મને અભ્યાસ કરાવે છે. તારે પિતા છે? તે કહે છે, મારે પિતા નથી. માતા છે. તેઓ પણ અહીં છે અને એમને દિક્ષા લેવાને ભાવ છે. અને મારે પણ દીક્ષા લેવાને ભાવ છે. સાંઈજી કહે છે, જૈનની દીક્ષા કેટલી કઠણ છે એની ખબર છે? ઉઘાડા પગે ચાલવું અને માથાનાં કેશને લેચ કરે પડે છે. એના કરતાં મારી ગાદી ઉપર આવી જા. મારી પાસે કેટલું ધન છે અને તું ગાદીને વારસ થઈ જઈશ. અજરામરજી કહે છે, તમે આવી વાત કદી કરશે નહીં. મારે જૈન ધર્મ જ સાચે છે. મારે તે વીતરાગના માર્ગે જવું છે. આ મહામુલે અવસર મળે છે, હવે ભૌતિક પદાર્થોમાં હું ફસાઉં તે નથી. સાંઈજી એની રખા જેઈને કહે છે, આ કેટલે ભાગ્યશાળી છે! આને ગમે તેમ કરીને મારા વારસદાર બનાવે છે. બીજી વાર બોલાવે છે. પણ તેઓ તે ચેકખી ના પાડે છે. પછી મા તથા દિકરાએ દીક્ષા લઈ લીધી. પછી સંસ્કૃતિને અભ્યાસ કરવા સુરત તરફ જાય છે. ત્યાં યતિશ્રીની પાલખી ત્યાંથી નીકળે છે. તેઓએ ધુળમાં કોઈ ભાગ્યવાનના પગલા જોયાં. તેથી કહે છે, કેઈ ભાગ્યશાળી જીવ અહીંથી ગયે છે. આ પગલાં તાજાં છે. ચાલે તપાસ કરીએ. ગુરુ શિષ્ય ઝાડ નીચે જ વિસામે લેવા બેઠા છે. આ મુનિની ઉંમર સાવ નાની છે. આવા નાના મહારાજને જોઈને યતિશ્રી પૂછે છે, કેમ મહારાજ ! કઈ તરફ પધારો છો? ગુરુ જવાબ આપે છે, સુરત જવું છે. સંસ્કૃતના અભ્યાસ માટે જઈ રહ્યા છીએ. યતિશ્રી સહર્ષ કહે છે, આ ભાગ્યશાળીને હું ભણાવીશ. આ કામ મને સેપે. હું વગર વેતને ભણાવીશ. આમ ભણાવનારને પ્રશ્ન ઉકલી ગયે. સુરત જઈ સંસ્કૃતનું ઘણું જ્ઞાન મેળવી લીધું. હવે શાસ્ત્રનું જ્ઞાન મેળવવાનું