________________
બદદાનત? મીઠું બેલીને ભરમાવી ગઈ. રાત પડી અને બીજો દિવસ પણ થયે, પણ હજી તે ન આવી. પેલી રીટા કામવાળી મારા દાગીના લઈ ગઈ” એમ મહેશ્વરને વાત કરે છે. એટલે મહેશ્વર પિલીસને લઈને તેના ઘેર જાય છે. આ તરફ રીટા તેના પતિને જરા ઠીક થતાં વિચારે છે કે જલદી દાગીના પહોંચાડી દઉં. રીટા દાગીના દેવા જાય છે. રીટા અને મહેશ્વર બંને રસ્તામાં મળે છે. ભાઈ બહેનને દાગીના લીધા એ બદલ જેલમાં મોકલે છે. ત્યારે રીટા કહે છે કે તમારે જેલમાં મોકલવી હશે તે જઈશ, પણ મારો ધણી બિમાર છે તેથી આવી શકી નહોતી. હું કાંઈ ચોર કે ઉઠાવગીર નથી. મેં તને રક્ષા બાંધેલી તે તું મને આજ હાથકડી પહેરાવે છે ! તું તારી બહેનને એળખે છે કે સાવ ભુલી ગયે? મેં જ્યારે રક્ષા બાંધી ત્યારે તે ભાર ઉપાડે હતું કે જીવન પર્યંત હું તારું રક્ષણ કરીશ. ભાઈ બહેનને ઓળખી ગયે. જેલમાંથી છોડાવીને ઘરે લઈ ગયે. અને આંખમાં આંસુ લાવી પૂછે છે: તારી શી પરિસ્થિતિ છે? આવી તારી ગરીબાઈ હતી તે છતાં તે મને વાત પણ ન કરી! તું મારે ઘરે કામ કરતી હતી, છતાં હું તને મારી શ્રીમંતાઈની ખુમારીમાં ઓળખી ન શક્યા. ભાન ભૂલી ગયે. આજે તે મને મારી જવાબદારીનું ભાન કરાવ્યું છે. ચાલો જલદી તારા પતિને બતાવ. મારા બંગલાની બાજુમાં એક મારૂં મકાન છે, ત્યાં બધા રહેવા આવી જાવ. રીટા તેના પતિ તથા સંતાન સહિત ભાઈને ત્યાં રહેવા આવે છે. ધીરે ધીરે તેના પતિની તબીયત સુધરી અને મહેશ્વરે તેને સારી લાઈને ચડાવી દીધું. આ રક્ષાબંધન એટલે ભાઈ બહેનની રક્ષા કરવા બંધાયેલ છે. આજે બહેનની રક્ષા ભાઈ કેટલી કરે છે?
“ખમા ખમા કહી બંધવ માટે બહેની સદા સુકાય, સાળી ઘરમાં રાજ કરે ને બહેની રોતી જાય. (૨)
તું વીર વીર પુકાર, છે સ્વાથીએ સંસાર.” વીર માટે ભાઈ ભાઈ કરતી બહેનની જીભ સુકાઈ જાય. બહેન ઘરમાં આવે તે ભાભી માંદી પડી જાય. “મારી બહેન પાંચ વરસે આવી છે, બધું બતાવું, એમ ભાઈ કહે ત્યારે સ્ત્રી કહે કે મારી તબીયત સારી નથી કામ કોણ કરશે? બહેન પંદર દિવસ રહે એમાં તે બધુ કામ કરાવે. સાળી આવે તે સાડી પહેરીને જાય અને બહેન આવે તો રેતી રેતી જાય. કે સ્વાર્થમય સંસાર છે! બહેનની રક્ષા કરવી એ ભાઈની ફરજ છે એમ મુનિઓ સંયમ માગે આવે છે. સમ્યક જ્ઞાન-ચારિત્રની આરાધના સાથે છ કાયના જીના રક્ષક બને છે. એ જવાબદારી અને જોખમદારી સમજવી જોઈએ. જેની પાસે સદ્ગવિદ્યાનું ભાતું છે તે આદર્શ જીવન જીવી શકે છે. નિષધકુમાર વિદ્યા મેળવે છે. વિશેષ અધિકાર અવસરે.