________________
પર
માતા પિતા તે સાચું તીર્થ છે. તેમના પગમાં પડ. માતાની આંખો અમીભરી હોય છે. આવી (જનેતા) માતા સાક્ષાત હેવા છતાં ગારાની શીતળા માતાને પૂજવા જાય છે. બધાને પાયે ડગમગતે હોય એને રિથર કરે. પ્રાઈમ મીનીસ્ટર પધારવાના હોય ત્યારે થરતાએ બધાં સાફ થાય છે. એમ એક સમ્યગદર્શન પ્રાપ્ત થતાં આયુષ્ય વજીને સાતે . કમની સ્થિતિ એક કોડા કડી સાગરની અંદર આવી જાય છે. મેહનીય કમની ૭૦ કોડા-ડેડી સાગરમાંથી ૬૯ કડા-કેડી જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય અશાતા વેદવીચ અને અંતરાયની ૩૦ કડાડી માંથી ૨૯ કડાકડી અને નામ શેત્રની ૨૦ કડાકડી માંથી ૧૯ કડાકડી સાગરથી અધિક કમને ખપાવી નાખે છે. આ અપૂર્વ મહીમા એક સમ્યગ દર્શનને છે. સમગૂ દર્શનને મહિમા જુઓઃ સમ્યગદષ્ટિ આત્મા મિથ્યાત્વી દેવને પૂજતા નથી, તેનાથી અમે સુખી થઈએ એમ માનતા નથી. સુખ મળવું કે દુઃખ મળવું એ તે પિતાના કરેલાં કમીને આધીન છે. જે પુણ્યને ઉદય હોય તે વિપરીત દેખાતી પરિસ્થિતિમાં પણ લાભ પ્રાપ્ત થાય. એક શેઠ બેઠેલા છે ત્યાં એક જ્યોતિષી આવે છે. શેઠ જોતિષીને પિતાને હસ્ત બતાવીને પુછે છે કે મારું ભાગ્ય કેવું છે? તિથી કુંડળી જોઈને કહે છે કે અત્યારે તમારું ભાગ્ય ખૂબ ચડીયાતું છે, ગૃહ પણ સારા છે. અવળા નાખે તે પણ સવળા પડે તેમ છે. જોતિષી તે કહીને ચાલ્યા જાય છે. ગ્રહ કાંઈ કરતા નથી પણ સુચક છે. કરનાર તે પિતાનાજ કર્મ છે. શેઠ વિચારે છે કે, મારે મારા ભાગ્યની પરીક્ષા કરવી છે. એટલે ભાગ્યની પરીક્ષા કરવા રાજ્ય દરબારમાં જાય છે. વધારેમાં વધારે જોખમ તે રાજ્ય કચેરીમાં જ ને? રાજસભામાં જઈ રાજા જે સિંહાસન પર બેઠેલા છે તેની નજીક જઈ મુગટ પર એક જોરથી થપ્પડ લગાડે છે. રાજાના મસ્તક પથી મુગટ ઉડી પડે છે. બેલો, ભાગ્યની પરીક્ષા કરવા તમે આવું જોખમ વહોરો ખરા? તમને તમારા ભાગ્ય પર વિશ્વાસ હોય તે ધર્મકાર્યમાં શું તમે કૃર્પણ બનો ખરાં?
સુપાત્રે દાન દેવામાં જેટલા ખચીંશ તેટલા પાછા મલશે એ વિશ્વાસ છે? રાજાને મગટ પડી ગયો એટલે સીપાઈઓ મ્યાનમાંથી તલવાર કાઢી દોડી આવ્યા. તલવાર શેઠની ગરદન પર પડે તે પહેલાંજ પુણ્યને જેરે બધો મામલે પલટાઈ ગયે. નીચે પડેલા મગટ પર રાજાની દૃષ્ટિ પડી છે તેમાં એક નાનકડો ભયંકર ઝેરી નાગ જેવામાં આવ્યો. રાજાને થયું? અરે? આ ઉપકારી ન આવ્યા હતા તે શું થાત?
રાજાએ સીપાઈઓને રોકી દીધા. અને મંત્રીને હુકમ કર્યો કે આ શેઠને ઈનામમાં પાંચ હજાર સોના મહોરો આપો. પુણ્ય પર ભરોસે હોય તે આ લાભ થાય. પ્રારબ્ધ વધે કે પુરુષાર્થ ? પુરુષાર્થ ગમે તેટલે કરો પણ ભાગ્યમાં નહિ હોય તે મલવાનું નથી. ને દર્શન પાંચેય સમવાયને માને છે. પાંચે ભેગા થાય ત્યારે જીવને લાભ મળે છે. પેલા હે ભાગ્યની પરીક્ષા કરી તેના અવળા પ્રયત્નનું પણ સવળું પરિણામ આવ્યું. થોડા વખત