________________
જાશે. માટે વાણીયા-વિધા મુકી મા બની જા. લલીતાગ કુમાર આવેશમાં આવી
છે, મારી દૃષ્ટિમાં તમે રાણી નહિ, એક સાધારણ વ્યક્તિથી પણ ઉતરતા છે. તમારે હવે તેમ કરી શકે છેકેઈપણું ઉપાયે હું તમારે થવાનો નથી તે બરાબર સમજી હેજે. હલકા કુળમાં પણ ઘણી સ્ત્રીઓ પોતાના ચારિત્ર્યને વફાદાર રહે છે. એક હરિજન બાઈ લાકડા કાપીને જંગલમાંથી ગામ તરફ ચાલી આવતી હતી. તેના રૂપમાં અંધ મને એ ગરાસીયે તેની પાછળ પડે છે અને તાબે થવા દબાણ કરે છે. બાઈ કહે છે. ભાઈ તારે દાગીના જોઈતા હોય તે મારા અંગ પર ડાં ઘણાં છે તે આપી દઉં, પણ તારી છબછાને તાબે તે હું નહીં જ થઈ શકું. શીલની રક્ષા કરવી એ દરેક સ્ત્રીને ધર્મ છે, માટે મારે છે તે છેડી છે. ઘણું સમજાવવા છતાં ગરાસી માનતો નથી અને બાઈ પર બળાત્કાર કરવા જાય છે. ત્યારે બાઈએ હાથમાં રહેલી કુહાડી ખૂબ બળપૂર્વક ગરાસીયાના માથા પર મારી. અને તેના ત્યાં ને ત્યાં રામ રમી ગયા. પછી તેને ઢસડીને ચેરા પાસે લાવી અને ત્યાં બેઠેલા ગરાસીયાઓને સંબોધીને કહ્યું, જુઓ, આ તમારો જાતિ ભાઈ મારા પર અત્યાચાર કરવા ગયે તેથી તેની આ દશા કરી છે. હવે તમારે મને જે સજા કરવી હોય તે કરજે. હરિજન બાઈ હતી, છતાં તેને શીલ પર કેટલે પ્રેમ હતો. અને આ ક્ષત્રિય કુળની બાઈ છે, છતાં વિષયને હવસ કેટલે છે! રાણી તથા લલીતાંગકુમાર બંનેની વાતે ચાલે છે. ત્યાં રાજાને આવવાની ઘંટડી વાગી. રાણુને થયું, રાજા આવશે અને આને જેશે તે રાજાને શંકા આવશે. એટલે લલીતાંગ કુમારને દોરડે બાંધી સંડાસમાં ઉધે માથે ઉતારી દે છે. રાજા આવીને સંડાસમાં જાય છે. વિષ્ટા, પાણી વગેરે લલીતાંગ કુમાર ઉપર થઈને પસાર થાય છે. રાજા તે કાર્ય પતાવી થેલી વાર આરામ કરીને ચાલ્યા જાય છે. પણ તે પછી રાણી તેને બહાર કાઢતી નથી. છ મહીના સુધી એ વિષ્ટાની કોટડીમાં રહે છે. તેથી તેનું શરીર કુલાઈ ગયું છે. છ મહીને દોરડું ઘસાઈને તૂટી ગયું અને લલીતાંગકુમાર ગટરમાં પડે. આ બાજુ લલીતાંગકુમાર ગુમ થવાથી તેમના માતાપિતા ખૂબ શોધ કરાવે છે. શોધી શોધીને થાકી જાય છે પણ કયાંય પત્તો લાગતું નથી. છ મહીના ગટરમાં પડયે, ત્યાં ગટર સાફ કરવા આવતી ભંગડીની નજર પડે છે અને લલીતાંગકુમારને ઓળખી જાય છે. તરત શેઠને સમાચાર મોકલે છે. શેઠ પિતાના પુત્રને ઘેર લઈ જાય છે. શરીર સાફ કરાવે છે અને ખૂબ ગરમા આપે છે. થોડા દિવસમાં તે પૂર્વવત્ સ્વસ્થ થઈ જાય છે અને પોતાના ધંધાને સંભાળી લે છે.
* વળી કઈ વખત તે રાજભવન પાસેથી નીકળે છે. રાણીએ તેને જે. ત્યાં તેને પૂર્વની વાત યાદ આવી. અરે! આને તે સંડાસમાં પૂર્યો હતો ! ફરી દાસીને બોલાવવા મકતી, દેસી તેને બેલાવવા આવે છે. હવે લલીતાંગ કુમાર ભૂલેચૂકેય ત્યાં જાય ખરો? ગમે તેટલી લાલચ આપે તે પણ તે ત્યાં ન જાય. એમ જ્ઞાની પુરૂષ કહે છે, કે જેને ગર્ભની વેદના, ગર્ભના