________________
તમને આપી દઈ, પછી હું મારા કાર્યમાં લાગી જાઉં. મા-દિકશ વચ્ચે ખૂબ વાલાવાડ થાય છે. પણ અંતે મુંબઈ આવી દુકાનને માલ વેચી, રેકડા રૂપિયા કરી લીધા. અને માતાના હાથમાં સોંપી દીધા અને પછી દીક્ષા માટેની રજા માંગી.
આત્મા જ્યારે જાગે છે ત્યારે કોઈ બંધન એને નડતું નથી. સંયમમાં સ્થિર થવા માટે મેહને ત્યાગ જરૂરી છે.
યારે આતમને દિવડે જાગે, ત્યારે વૈભવ અળખામણાં લાગે,
લાગે ખારે સંસાર, લાગે પ્યારે અણગાર,
એને મુકિતનાં પંથની રઢ લાગી. જા રે આત્મા... એકવાર આત્મજ્ઞાનનું સ્વસંવેદન થયું તેને સંસાર ક્ષાર ભુમિ લાગશે. અંધારા ફવા જેવું લાગશે. સ્મશાન જેવું લાગશે. મૂલ્ય વગરને સાવ અસાર લાગશે. કાજળની કોટડી જે લાગશે. જેને આત્મા જાગી ગયે તેની ચેતના પુકાર કરે છે કે આ ભવ એને ગુમાવ નથી. એક અંદગી આત્મા માટે ઘસી નાખવી છે. માનવ દેડ કર્મના ભૂકા ઊડાડવા માટે છે, નહીં કે વિષય વધારવા માટે. કેશવલાલભાઈને સાચે વૈરાગ્ય છે કે ખેટો છે એની કસેટી માતા કરે છે. ત્રણ દિવસ સુધી એારડામાં પૂરી રાખે છે. આકરી કસોટી થાય છે, છતાં આત્માને એક જ અવાજ છે કે મારે સંયમ જોઈએ, સ્વપ્ન પણ સંસાર ન જોઈએ.
ચાહે ભડભડતી ભીષણ ભઠ્ઠીમાં નાખજે, ચાહે દરિયાનાં ઊંડા જળમાં ડૂબાડજે, લાખ લાખ રીતે મુજને લેજે લટી રે, કરી લે કટીકેટી. કેટી વાર.
કસેટીએ ખબર પડે છે કે આ સેનું છે કે પિતળ! તેઓ તો કહે છે કોઠી-કોટી તમે મને તાવી જુએ તે પણ મારે તે એક જ પિકાર છે. વીતરાગના માર્ગે જવું છે. અંતે તેઓએ મહારાજ સાથે વિહાર કર્યો. સગા-વહાલાને જઈને તેડી આવ્યા તે પાછા મહારાજ પાસે ચાલ્યા ગયા. જા એ દાબે શી રીતે રહે? જેને અંદરને આત્મા જાગે છે, જેને ગુરૂનું જ શરણું જોઈતું હોય તે બીજા શરણની ઈચ્છા કેમ કરે ? ગર બંધન તેડાવે છે. ગુરૂ લઘુને મહાન, અપૂણને પૂર્ણ અને પામરને પુનિત બનાવે છે. “બિન નયન પાવે નહિં બિના નયનરી વાત, સેવે સદગુરૂ ચરણ, પાવે સાક્ષાત.”
જેને અંદરથી એમ થાય છે કે આ બધું છોડવા જેવું છે અને આત્માનું કરવા જેવું છે તે સંસારમાં રહી શકતાં નથી. અંતે દેશલપુરમાં નાની પક્ષનાં પૂજ્ય શામજી સ્વામી પાસે દિક્ષા લીધી. અને અભ્યાસમાં લાગી ગયા. થોડા વખત પછી ત્રિલેકચંદ્રજી મહારાજ સાહેબ સાથે સૌરાષ્ટ્રમાં આવી ગયા અને આ રત્ન પૂ. મેહનલાલજી મહારાજને સંપાયું. તેમણે સાત સૂત્રે કંઠસ્થ કર્યા, પણ સૂત્રની અંદર તેમનું અગાધ અવગાહન હતું.