________________
લખે કે, ડાહ્યાભાઈને ન ટકે એ નાટકો નથી, પણ ભવની ભવાઈ છે. એમ બન્ને વચ્ચે દુશ્મનાવટ વધતી જાય છે. વિદ્યામાં જે વિકૃતિ આવે તે વિદ્યા ન રહે. દૂધમાં તેજાબના બે ટીપાં પડે તે દૂધને ફાડી નાખે વિકૃત કરી નાખે. પણ દૂધને જે કેલડ્રીંક બનાવવા એમાં એસેન્સના ટીપાં નાખે તે દૂધની કિંમત વધે છે. એમ વિઘામાં સદાચારના ટીપાં પડે તે વિવા સુગંધિત થઈને પ્રસરી જાય.
એક દિવસ ડાહ્યાભાઈ વ્યાખ્યાન સાંભળવા ગયા. મહારાજ સાહેબ વ્યાખ્યાનમાં કોઈ છે, કે વિચારની અંદર અશુદ્ધિ હશે, એક બીજાને કાપવાની વાતે હશે તે તમે વિદ્વાન નથી. મનના વસ્ત્ર ઉપર મિત્રીને રંગ ન લાગે તે આ જીવન ગંદુ-મેલું અને અપવિત્ર છે. પછી ભલે એ માનવ પિતાની જાતને મહાવિદ્વાન કેમ ન કહેવડાવતે હોય!
ડાહ્યાલાલ વિચારે છે કે હું સદાચારની વાત કરું છું, પણ મારા જીવનમાં શું છે? હું તે કવિ દલપતનું વાટું છું. વ્યાખ્યાન સાંભળીને ઘેર ન જતાં કવિને ઘેર ગયાં. બંને એકબીજાને દુશ્મન માને છે, પણ આર્ય સંસ્કૃતિને નિયમ છે કે ઘરને આંગણે આવેલ દુશ્મનને પણ સત્કાર કરે. ડાહ્યાભાઈ કવિશ્રીને નમસ્કાર કરી બોલ્યા. આજે હું આપની સાથે થોડી વાત કરવા આવ્યું છું. જ્યારે સમરાંગણમાં યુદ્ધવિરામ થવાને હોય ત્યારે છેલ્લી ઝંડી શાંતિ સ્થાપનાના પ્રતિકરૂપે ફરકાવવામાં આવે છે, ખરું ને! જુઓ, આપણે માથે પણ કુદરતે ધેલી ઝંડી ફરકાવી છે, છતાં આપણે કયાં સુધી લડ્યા કરીશું ? આ આપણી ચેટી એ સફેદ ઝંડીની નિશાની છે. કવિ નમ્ર બનીને નાટયકારને ભેટી પડયા. અને મૈત્રીનું મંગલ સ્થાપન કર્યું. એકબીજાની ભૂલો માટે ક્ષમા માગી. સદુવિચારોનું આ પરિણામ છે. જગતની અંદર એક પણ માણસ એવો નહીં મળે કે જેના વિચારો ઉમદા ન હોય. અને જીવન ઉમદા બનાવી શકે છે. જે સવિચાર આવશે તે સદાચાર આવશે. તમારા જીવનને શુદ્ધ બનાવે. વિદ્યા મળ્યા પછી સુકૃત કરનાર થવું જોઈએ. “સા વિદ્યા યા વિમુચ્યતે” વિદ્યા એ છે કે જે મુક્તિ અપાવે અને મુક્તિ અપાવે તે જ સાચી વિદ્યા છે.
નિષકુમાર તેર કળામાં પ્રવીણ થાય છે. સંસારમાં રહેનારને આ બધી કળાઓ શીખવી પડે છે. પણ બધી કળાઓમાં ધર્મકળા જ સર્વશ્રેષ્ઠ કળા છે, ચાર ગતિના દુઃખને કાપનાર ધર્મ છે. દુઃખ બધાને અપ્રિય છે. ગર્ભમાં રહેલે જીવ પણ દુઃખ પડતાં સંકેચાઈ જાય છે. નારકીના જે પણ દુઃખ પડતાં ત્રાસી જાય છે.
"हण छिन्दह भिन्दह णं दहेति सद्दे सुणिता परहम्मियाणं । ते नारगाओ भयभीव सन्ना कंखंति किं नाय विसं वयामो।"
સૂ. અ. ૫. ઉ. ૧ ગા. ૬