________________
ખલી-વહેલી સાંભળે છે. હદયમાં રૂચિ જાય છે. હવે તે રાજાજ વ્યાખ્યાન સાંભળવા જય છે. અને સાંભળીને મનન કરે છે. ત્રણ દિવસ થયા પણ મુંબઈ જવાનું નામ લેતાં તથી, તેથી તેમના મોટાભાઈ કહે છે, હવે કયારે મુંબઈ જવું છે? તેઓ જવાબ આપે છે કે હમણાં મારે અહીં રહેવું છે, જીવનમાં આ સાંભળવાને જેગ કયારે મળે? પૈસા તે ગમે ત્યારે કમાઈશું પણ આવી વીતરાગની વાણી કયારે સાંભળશું? માટે મારે વિચાર તે એ છે કે મહારાજ સાહેબ ત્યાં સુધી અહીં છે ત્યાં સુધી અહીં રહેવું. મોટાભાઈ કહે છે. “ભલે, તું મહારાજ સાહેબને લાભ લઈ ધર્મને જીવનમાં વણ, તેથી હું રાજી છું.” હવે તે તેઓ વધુ લાભ લેવા લાગ્યા. ગુરૂદેવ વિધ-વિધ વાનગી પીરસે છે. અજ્ઞાનમાંથી કેમ નિવૃત્ત થવું? સંસારનું સાચું સ્વરૂપ શું છે તે બતાવે છે સાચી સમજણ આપે છે. કેશવલાલ ભાઈ વિચારે છે કે મારે તે ગુરૂદેવ કહે તેમ કરવું છે. છેડા પરિચય પછી ગુરૂદેવ પૂછે છે–તને સામાયિક આવડે છે? તેઓ કહે છે,” મને ફક્ત નવકારમંત્ર આવડે છે.” પછી ગુરૂદેવ સામાયિક શીખવાડે છે. એક દિવસમાં સામાયિક શીખી જાય છે. અભ્યાસ સાથે ગુરૂદેવ “આત્માને પાપમાં જ કેમ અટકાવ” એ પણ ખૂબીથી સમજાવે છે. સામાયિક એ ચારિત્ર્ય છે. શ્રાવકોને બે ઘડીનું સામાયિક હોય છે અને સાધુને જંદગી સુધી સામાયિક કરવાની હોય છે. સામાયિક તે મેક્ષનું પ્રવેશદ્વાર છે, એમ અનુગ દ્વારમાં કહેલ છે. છ આવકમાં પ્રથમ આવશ્યક સામાયિક છે.
સામાયિકમાં સમભાવની સાધના કરવાની છે. સામાયિક પૂર્ણ થયા પછી કેશુભાઈ કહે છે. “હે પૂજ્યશ્રી ! મારી ઈચ્છા પ્રતિક્રમણ શીખવાની છે. જે આપની આજ્ઞા હેય તે? ગુરૂદેવની આજ્ઞા મળતાં પ્રતિક્રમણ શરૂ કરે છે. આઠ દિવસમાં પ્રતિકમણું શીખી જાય છે. ત્યાર પછી કાયનાં બોલ, નવ તત્વ, છ આરા, કર્મપ્રકૃતિ એમ કરતાં છ મહિનામાં ૭૫ થેકડાં કંઠસ્થ કરી લીધા અને બધાં અખલિત ચાલવા લાગ્યા. જ્યારે પુછે ત્યારે તત જવાબ આપે. જેમ અધરાત્રિએ ઊંઘમાં પણ કે તમારું નામ પૂછે અને તરત જવાબ મળે, નામ ન ભૂલી જવાય તેમ જે ભણ્યા તે ગાથા કે થેકડાં એવી સરસ રીતે હદયમાં ઊતરી જવા લાગ્યા, કે જ્યારે પૂછે ત્યારે જવાબ હાજર જ હોય. કેશવલાલભાઈ અભ્યાસમાં આગળ વધતાં જાય છે. આ બાજુ ભાઈની માંદગી પણ આગળ વધતી જાય છે. અંતે ભાઈને જીવનદીપ બુઝાઈ જાય છે. મોટાભાઈનું મૃત્યું તેમને વૈરાગ્યમાં વધુ દઢ બનાવે છે.
એક વખત તેમની માતાએ પૂછ્યું “મુંબઈ કયારે જવું છે?” તેઓ કહે છે કે “મને અહીં ગમી ગયું છે, મારે તે સંયમ પંથે જવું છે. હવે મુંબઈનું કામ સમેટી લેવું છે.” “શું તારે અમને ભૂખ ભેગા કરવા છે?” માતા એકદમ બેલી ઊઠ્યા. તેઓ એ શાંતિથી માતાને જવાબ આપ્યો-“મારે પૈસા જોતિ નથી. દુકાન વધાવીને પૈસા