________________
છે
નેહી, વગેરેની છે એટલી પિતાના આત્માની નથી. જે આત્મકલ્યાણું કરવું હોય તે ચિંતા મૂકી આત્મ ખજાનાને ઓળખી સ્વસ્વરૂપને નિહાળી આત્માનંદની અંદર મગ્ન બને. આ અવસર ફરી ફરી મળ દુર્લભ છે. નિષધકુમાર માનવને અવતાર પામ્યા છે. તેનું ભાવિ ખૂબ ઉજજવળ છે, જીવનને તેઓ કેવી રીતે ઉજજવળ બનાવશે તે વાત અવસરે કહેવાશે.
વ્યાખ્યાન નં.૨૪ શ્રાવણ સુદ ૧૩ ને બુધવાર તા. ૪-૮-૭૧
અનંતજ્ઞાની પરમાત્મા ને સિદ્ધાંત દ્વારા સમજાવે છે. સિદ્ધાંત એટલે ત્રણેય કાળે સિદ્ધ થયેલી વસ્તુ. એનું નામ સિદ્ધાંત. અહીં નિષધકુમારને અધિકાર ચાલે છે. નિષષકુમારને ગુરૂકુળમાં મુકવામાં આવે છે. જ્યાં તે બહેતર કળાને અભ્યાસ કરે છે. આ કળા લૌકિક છે. ગૌતમ કુલકની અંદર કહ્યું છે કે,
"सव्व कला धम्म कला जिजाई सव्व कहा धम्म कहा जिजाई ।
सव्व बल धम्मबल जिजाई सव्व सुहं धम्म सुह जिजाई।" બધી કળામાં ધમકળા શ્રેષ્ઠ છે. સર્વ કથામાં ધર્મકથા, સર્વ બલમાં ધબલ અને સર્વ સુખમાં ધર્મ (આત્મિક) સુખ શ્રેષ્ઠ છે. “ના વિદ્યા થી વિમુર” વિધા એને કહેવાય કે જે બંધનથી છેડાવે. સંસારમાં લૌકિક વિદ્યા વગર ચાલતું નથી. આજે સરકાર નાના ગામડાંઓમાં શાળા બંધાવે છે. પ્રૌઢ શિક્ષણનાં પણ કલાસ ચલાવે છે “રી
સ્વર્ણાવિયાના” શૈશવ વિદ્યાનાં અભ્યાસથી સુંદર બને છે. બાલ્યકાળમાં જેમણે વિદ્યા નથી મળતી હતી, જીવન કેળવ્યું નથી હોતું અને રમત-ગમત, તેફાન, મેજ-મઝામાં દિવસો વિતાવ્યા હોય છે તે જ્યારે તરૂણ અવસ્થામાં પ્રવેશ કરે છે ત્યારે તેને આંસુ સારવા પડે છે. પરંતુ વિદ્યા કહેવી કેને? ઘણું અક્ષર-જ્ઞાન મેળવી લીધું તેને વિધા કહેવી? “ના”. જુઓ આ કાવ્ય શું કહે છે?
ગણિતાદિક શાસ્ત્રોને ગણ્યા રે, વળી ભાષા અનેકને ભણ્યા રે, " . . : ચતુરાઈના ચણતર ચણ્યા રે, ખળભળતું રે ચિત્ત મંદિર ના ચણાયું,
જે બુદ્ધ જનેએ બતાવ્યું.