________________
કાવ્ય, વ્યાકરણ વિ બહુ જલદીથી શીખી જતાં. બુદ્ધિ એટલી સરસ કે જે પંડિત જણાવતાં એ પંડિત કહેતાં કે મને હજી સુધી આના જે વિદ્યાર્થી મળ્યું નથી. યાદશકિત પણ જબરદસ્ત હતી. અત્યારે સામાયિક શીખવામાં છોકરાં બાર મહિના કાઢે છે. બુદ્ધિ તે હોય પણ આજે છોકરાઓ રમતમાં રહે છે. અને ભણાવનારને પણ પુરી કાળજી હેતી નથી. પૂ. મહારાજશ્રીને બુદ્ધિને વૈભવ વિશાળ હતો. સ્વદર્શન, સ્વસમય નાં ભાવેને યથાર્થ રીતે જાણી લીધા પછી પરસમયને અભ્યાસ શરૂ કર્યો. બૌદ્ધ, વેદાંત સાંખ્યાદિ અનેક જશનેને ઝીણવટપૂર્વક અભ્યાસ કર્યો. જેમ-જેમ અભ્યાસ વધતે ગયે તેમતેમ જૈન ધર્મનું બહુમાન વધતું ગયું ને દ્રઢ શ્રદ્ધાવાન બન્યા. દરેક સાધુએ જૈન દર્શનને બત્રીસ શાસ્ત્રને પૂરેપૂરે અભ્યાસ કર જોઈએ. પૂ. મહારાજ સાહેબે આધ્યાત્મિક પુસ્તકો ઘણાં વાંચ્યા બીજા પણ ઘણું પુસ્તક વાંચ્યા. આ આજે તેઓ આપણી સમક્ષ નથી પણ તેમનાં સાહિત્ય “છ અને અધિકાર, ઉદાયન રાજાને અધિકાર” વિ વ્યાખ્યાનનાં પુરતક બહાર પડી ચૂકેલ છે. તે વાંચતા તેમના આધ્યાત્મિક ભાવે અને આધ્યાત્મિક જીવનની ઝાંખી જરૂર થાય છે. બાવન વર્ષની ઉંમરે ધોલેરાથી વિહાર કરતાં ગામડામાં હાર્ટ-એટેક આવ્યા. બીજે હાર્ટ-એટેક ધંધુકામાં આવે. તે પણ ઓળી વગર પગે ચાલીને વઢવાણ સુધી વિહાર કરીને આવ્યા. કુસુમબેનને દિક્ષા આપવા માટે સુરેન્દ્રનગર જે દિવસે પધારવાના હતા, તેની આગલી રાત્રે વઢવાણમાં ત્રીજો હાટ–એટેક આવે. પણ કોઈને વાત કરી નહિં. તેમનાં શિષ્યને પણ કહી દીધું કે તમે કેઈને કહેશે નહિં. સવાર પડતાં વિહાર શરૂ કર્યો. ગામ બહાર આવતાં બે-ત્રણ વિસામા લેવા પડયા. અંતે તેઓ ચાલવાને માટે અસમર્થ બન્યા. વઢવાણનાં ભાવિક શ્રાવકે સાથે હતાં. તેઓએ ડોળી મંગાવી અને પરાણે ડોળીમાં બેસાડયા. ડળી વઢવાણ તરફ રવાના થઈ તો પણ મહારાજ સાહેબે મારે કુસુમને દિક્ષા દેવા જવું છે. સુરેન્દ્રનગર તરફ ડેળી ચલાવે. પણ શ્રાવકેએ વિનંતી કરી કે આપની તબિયત આવી હોય અને અમે આપને જવા ન દઈએ. સારું થાય પછી ખુશીથી પધારજો. મહારાજ સાહેબ વઢવાણ પાછા પધાર્યા અને આ સમાચાર વાયુવેગે બધે પ્રસરી ગયાં. અને બધાં શોકમય બની ગયા.
અમે બધાં પણ વઢવાણ આવી ગયાં. પૂજ્ય મહારાજ સાહેબે ત્રણ વરસ પહેલાં કહ્યું હતું કે હવે આ શરીર બહુ નભશે નહિં. મારું આયુષ્ય વધારે નથી. માટે તમે અમદાવાદ ચોમાસુ કરી તરત પાછા આવી જજે. ગણેશ દિવસ સુધી મંદવાડ રહ્યો. હાર્ટની ટ્રબલ થાય પણ તેઓ ચારિત્રધર્મમાં મક્કમ હતાં. ડોકટર, સંઘ વિ. ઈંજેકશન લેવા કહે પણ તેઓ ના જ પાડે. રાત્રિએ અમારે કાંઈ કપે નહિં, એમ ચોખ્ખું કહી દે. દેહ એ રોગનું ઘર છે તેને માટે ચારિત્ર ગુમાવાય નહિ. તેઓશ્રીને પડખું ફેરવવાની પણ મનાઈ હતી, તે પણ ધ્યાનમાં બેસી જાય. રોજ રાતનાં ત્રણ વાગે ઊઠીને બે કલાક ધ્યાનમાં