________________
ખરેખર, આવા મહાપુરૂષોનાં જીવનમાંથી આપણને કેટલું' જાણવાનું મળે છે. મહાપુરૂષોનાં જીવન સાંભળી તેમના ગુણેને આપણે યથાશક્તિ જીવનમાં ઉતારીએ તા કલ્યાણ થશે. વિશેષ અધિકાર અવસરે.
વ્યાખ્યાન ન. ૨૫
શ્રાવણ સુદ ૧૪ ને ગુરૂવાર તા. ૫-૮-૭૧
અન'તજ્ઞાની ત્રૈલેાકય પ્રકાશક ભગવાન મહાવીર સ્વામીએ સિદ્ધાંત દ્વારા ભવ્ય જીવાને તત્વા સમજાવ્યા છે.
(6
'कुसग्गे जह ओस बिन्दुए, थोवं चिट्ठइ लम्बमाणए ।
""
एवं मगुयाण जीवियं, समयं गोयम मा पमायए ૩. અ. ૧૦ ગા. ૨
ભગવાન કહે છે; ડાભના અગ્રભાગ ઉપર પાણીનું બિંદુ પડે એ થડીવારમાં-માં તા પવનના ઝપાટાથી સરી પડે છે. અથવા તા સૂર્યના તાપથી શાષાઈ જાય છે. અન’તકાળની અપેક્ષાએ આપણું પચાસ કે સેા વરસતુ' આયુષ્ય તદ્ન અપ છે. મનુષ્યનું આયુષ્ય અલ્પ સ્થિતિવાળું છે, સિદ્ધના અનંત સુખની આગળ આ દેખાતા વૈભવા જેમાં જીવ સુખ માની રહ્યો છે, એ બહુ જ અલ્પ સમય ટકવાવાળા છે. જ્ઞાની પુરૂષ કહે છે, આ બધુ તને અનેકવાર મળ્યુ છે પણ એક ધમ મળ્યા નથી. ધમ વિનાનું જીવન નકામું છે. માનવની મહત્તા વિદ્યા અને વિવેકથી છે. વિદ્યા વિવેકને અપાવે છે. જેનાથી હૈય-જ્ઞેય અને ઉપાદેયની બુદ્ધિ આવે છે એ સાચી વિદ્યા છે. તમે સ્વીચ દબાવી કે પ્રકાશ પથરાઈ ગયા અને વસ્તુનું દર્શન થયું. સારા કે નરસા પદાયને ગ્રહણ કરવા તે તમારા હાથની વાત છે. હૈય અને ઉપાદેયના વિવેક તમારે કરવાના છે. જ્ઞાન જીવનનુ' અમૃત છે. જ્ઞાન વિનાની જીંદગી પશુ સમાન છે. જ્ઞાન વગરના જીવનની કાંઈ કિંમત નથી. વિદ્યાની શૈાભા શેમાં છે? દાનથી લક્ષ્મી શેાલે છે એમ વિદ્યા સુકૃત્યથી શેાલે છે. જે વિદ્યા હેય અને ઉપાદેયના વિવેક ન શીખવે, સમતા ન શીખવે, સારાસારનુ જ્ઞાન ન શીખવે એ વિદ્યા નથી, પણ મગજ ઉપર લદાયેલ ડીગ્રીના મેજો છે.
નિષકુમાર અભ્યાસ કરે છે. ખેતેર કળાની અંદર પારંગત બને છે. ખાલ્યકાળ એ વિદ્યાભ્યાસ માટે શ્રેષ્ઠ કાળ ગણાય છે. બ્લોટીંગ પર શાહી પડે કે તરત તે ચૂસી લે છે