________________
ચીકણા કમ બંધાશે. જાવું છે લગ્નમાં અને થઈ ગયા ઝાડા. કાંઈ હતું નહિં અને એકાએક શું થઈ ગયું ? શરીર પણ આપણે ઈચ્છા પ્રમાણે વર્તતું નથી તે બૈરાં-છોકરાં શું વર્તવાનાં હતાં ? જે દુઃખમાંથી મુક્ત થવું હોય તે ધર્મ પર શ્રદ્ધા રાખે. ભાવપૂર્વક સદ્ગુરૂઓને વંદન કરે. “વંદના પાપ-નિકંદના', પણ દુઃખને વિષય એ છે કે જેટલી સ્થિરતા-એકાગ્રતા સાંસારિક પ્રવૃત્તિમાં આવે છે, એટલી ધર્મમાં નથી આવતી. માળા ફેરવે તે પણ કેવી રીતે? રાતના પગ લાંબા કરીને, ઓશીકાને ટેકે લઈને કાં ખાતાં ખાતાં; એમાં એકાગ્ર ચિત્ત થાય કયાંથી? માળા હાથમાં રહી જાય અને ભાઈસાહેબ ઊંઘી જાય. કાર્ય કરવું હોય એની અંદર એતત થવું જોઈએ.
એક જોષી મહારાજ, શેઠ શેઠાણી બેઠાં છે ત્યાં આવ્યા. શેઠે જેવી મહારાજને જઈને કહ્યું–“આ જોષી મહારાજ! તમે જરા જેઈ આપો કે મારો વૈભવ કયાં સુધી ટકશે? જીવને ભાવિ જાણવાની બહુ ઈચ્છા થાય છે. જેથી મહારાજે કહ્યું. “શેઠીયા! તમે તે બહુ ભાગ્યશાળી છો. તમારા હાથમાં લક્ષ્મી રમે છે. આ તમારે વૈભવ સાત-સાત પેઢી સુધી રહેશે. આઠમી પેઢીએ ખાવા ધાન પણ નહીં રહે. જોષીને તે પુરસ્કાર આપી રવાના કર્યો પણ તે બંનેને ખૂબ દુ:ખ થયું. “અરેરે! અમારી આઠમી પિઢી બિચારી કેવી રીતે દિવસે પસાર કરશે?” આ ચિંતામાં બંને માંદા પડી ગયા. અને બ્લડપ્રેસરની ઉપાધિ વધી પડી. બધાં ખબર કાઢવા આવવા લાગ્યા. શેઠનાં એક મિત્રને પણ શેઠની બિમારીની ખબર પડી અને તે ખબર કાઢવા આવ્યું. તેણે શેઠને કહ્યું–અરે જમનાદાસ, બહુ બિમાર થઈ ગયા છે, ઉભા પણ થઈ શકતા નથી, આટલી બધી બિમારી કેમ વધી ગઈ? આ શરીર પર શેની અસર થઈ છે? હું તમારો મિત્ર છું. મને હદય ખેલી વાત કરે. “શેઠ કહે છે,” મિત્ર, થોડા દિવસ પહેલાં એક જોષી મહારાજ આવેલા. તેમણે કહ્યું, કે આ તમારે વૈભવ સાત પેઢી સુધી રહેશે અને આઠમી પેઢીને ખાવા ધાન નહી રહે. મને ખૂબ ચિંતા થાય છે કે મારી આઠમી પેઢીનાં બાળકો શું કરશે? આ સાંભળીને મિત્ર પૂછે છે : શેઠ, તમે પરણેલા છે ? શેઠે જવાબ આપ્યઃ અરે, આ મંદવાડમાં તને મારી મશ્કરી કરવાનું સૂઝે છે! આ ખાટલામાં કણ સૂતું છે? તે પણ જેતે નથી. ઠીક, ઠીક, પણ તમારે બાળક કેટલા છે? મિત્રે ફરી પ્રશ્ન પૂછયે ! બાળકો તે એકપણ નથી. શેઠને પ્રત્યુત્તર સાંભળી તેમને મિત્ર ખડખડાટ હસી પડ્યો અને બલ્ય, અરે શેઠ ! હજી પહેલી પેઢી નથી ત્યાં આઠમી પેઢીની ચિંતા શા માટે કરો છો? ઊભા થઈ જાવ, અને મનની નિરાશાને ખંખેરી નાખે. આવી બેટી ઉપાધિ શા માટે કરે છે?
કહેવાનું તાત્પર્ય એ છે કે જીવને જેટલી પિતાનું ભાવિ જેનાર જોષી મહારાજમાં શ્રદ્ધા છે તેટલી ભગવાનની વાણીમાં નથી, જેટલી ચિંતા બાહા પદાર્થની-પુત્ર, પુત્રી, સગાં,