________________
જ્ઞાની પુરૂષ કહે છે કે ઘણાં ગણિતના કેયડા ઉકેયા, ભાષાઓ ઘણું ભણયા, બધાએ “બહુ ભયા' (૨) એમ કહીને સત્કાર્યા, પણ મનમાં જે લુચ્ચાઈ ભરી છે તે જ્યાં સુધી નહીં જાય ત્યાં સુધી બધું ભણતર નકામું છે. જે વિવાથી વાણ, વિચાર અને વર્તન વિશુદ્ધ રાખે છે તે જ સાચી વિદ્યા ભ છે. આવી વિધા પ્રાપ્ત કરનાર વિદ્યાથી શાન્ત હોય, તેનામાં ઉશ્કેરાટ ન હોય, તે જીવનમાં શ્રદ્ધાની જોતિ જગાવે છે. શ્રદ્ધાનાં પાસ મજબૂત થયા વિના કેઈ જીવ આગળ વધી શકતું નથી.
વીતરાગની વાણીને કેટલે પ્રભાવ છે? તિર્થંકર શું કહેવા માગે છે. સિદ્ધાંતમાં શું રહસ્ય ભરેલું છે.એ ભાવને જે સમજે છે. એણે જ જ્ઞાન મેળવ્યું છે. જે બંધનથી મુકત કરાવે છે. જેનાથી તરાય એ જ સાચું ભણતર છે. આજનાં ભણતર પાછળ પણ લક્ષ્ય ગુલામીનું છે. ભણું-ગણીને નેકરી કરે છે. જ્ઞાની પુરૂષ કહે છે કે જે ભણતર વિષયવાસનાને ગુલામ ન બનાવે, પણ આત્માનું સાચું ભાન કરાવે એ જ સાચું ભણતર છે. આજે આપણે જે ભણ્યા છીએ એ મહાપુરૂની દષ્ટિએ સાચું ભણતર છે? એ તપાસે.
ભણ-ભણવું, તર-તરવું એટલે કે એવું છે કે જે તમને તરતાં શીખડાવે. બંધન કેવી રીતે તેડવા એ બતાવનાર પૂ. કેશવલાલજી મહારાજની આજે તિથી છે.
કચ્છની અંદર દેશલપુર નામનું ગામ છે. ત્યાંના તેઓ વતની હતાં. જેતસીભાઈ તેમના પિતાનું નામ હતું. માતાનું નામ સંતોકબહેન હતું. સંતોકબહેનની કુક્ષિએ આ નરરત્ન ઉત્પન્ન થયા. નાની ઉંમરમાં માતા મૃત્યુ પામી, નવી મા આવી. એનું નામ હીરબાઈ હતું. થોડા વખતમાં બાપુજી પણ ગુજરી ગયા, પછી મુંબઈમાં અનાજની દુકાન નાખી અને તેમના મોટાભાઈને મુંબઈનું પાણી લાગ્યું અને જળદર થયું. તેથી તેમને દવા કરાવવા માટે દેશમાં લઈ આવ્યા. ડાં દિવસ ભાઈની સારવાર માટે દેશલપુર રોકાયા. પછી મુંબઈ જવાની તૈયારી કરી ત્યારે તેમનાં મોટાભાઈ તેમને કહે છે કે આચાર્ય શામજી સ્વામી ઉપાશ્રયમાં બિરાજે છે, તેમનાં દર્શનનો લાભ લે. પૂજ્ય મહારાજ સાહેબનું એકાદું વ્યાખ્યાન તે સાંભળ કેવું સરસ તેઓ સમજાવે છે! નાનાભાઈ કહે છે, ભલે ત્યારે, સાંભળવા જઈશ. મોટાભાઈનું વચન સ્વીકારીને વ્યાખ્યાન સાંભળવા જાય છે. સુંદર શૈલીથી વિધ-વિધ પ્રકારની વ્યાખ્યા કરીને પૂજ્ય શ્રી ધર્મદેશના સંભળાવે છે. તૃષ્ણામાંથી તૃપ્તિ તરફ વળવાનો માર્ગ બતાવે છે. “એક વિકાસને માગ છે, બીજે વિનાશને માર્ગ છે. જ્યાં તૃષ્ણા છે ત્યાં વિનાશ છે, જ્યાં તૃપ્તિ છે ત્યાં વિકાસ છે.”
વિષય સુખને ક્ષણિક ચમકાર કેટલાં કાળાં કર્મ બંધાવે છે! તેનાથી કેટલી આત્મહિંસા થાય છે? જીવે બંધનથી મુક્ત થવું જોઈએ. સંસાર અસાર છે. જ્યાં સ્વદયાને અભાવ ત્યાં શાશ્વત સુખ કેવું? એ તે ક્ષણિક સુખ છે. ખુજલીની ખણુ જ વધુ પીડા મૂકે છે, તેમ વિષય સેવનથી મન વધુ ને વધુ અતૃપ્ત રહે છે” આવી અનેક વાતે તેઓ