________________
કે કોઈ આવ્યું છે? તું દિકરાને લઈ કયાંય ગઈ હતી? પત્નીએ બનેલી હકીકત કહી અને કહ્યું. મેં કાંઈ જ રાખ્યું નથી. પણ ખૂબ આગ્રહ થયે ત્યારે માત્ર નવા લાડવા રાખ્યા છે.”
કાળીદાસે લાડવા મંગાવ્યા અને ભાગ્યા છે તેમાંથી રને નીકળ્યા. કાળીદાસ સમજી ગયા કે નવલાખનું દેણું ચુક્વાઈ ગયું છે. એટલે દિકરે ચાલ્યા ગયે છે.
બલભદ્રને ત્યાં પુત્રને જન્મ થાય છે. તે વખતે ગ્રહો પણ સારા છે, અને અમૃતસિદ્ધિ ગ છે. ત્રીજે દિવસે સૂર્ય ચંદ્રના દર્શન કરાવે છે. છડે દિવસે જાગરણું છે અને બારમે દિવસે નામકરણ વિધિ કરે છે. આ કુંવરનું નામ નિષકુમાર રાખે છે.
કર્મ પ્રમાણે અનુકુળતા કે પ્રતિકુળતા મળે છે. માનવ ભૂમિમાં જન્મ લેનાર દરેક માનવ સરખા પુણ્ય લઈને આવતાં નથી. કેઈ શેઠ થાય છે, કોઈ મુનિમ થાય છે, કેઈ રાજા થાય છે. રાજા પાલખીમાં બેસીને જાય તેય લકે તેને ઉપાડે, છતાં પાલખીમાંથી રાજા નીચે ઉતરે ત્યારે તેઓ રાજાના પગ દાબે છે. શ્રીમંતને ત્યાં અનેક ખાવાની વાનગીઓ હોય છે. એકને ઘેર ઘેર જઈ રોટલા ઉઘરાવવા પડે છે. જ્યારે એકને ખાધેલું પચાવવા માટે ગોળીઓ લેવી પડે છે. એકને પિટને ખાડે પુરાતે નથી. કેઈને મહેલ મળે છે. તે કેઈને જેલ મળે છે. કેઈને હાથમાં હીરાની બંગડી હોય છે. તે કોઈના હાથમાં હાથકડી પડે છે. કેઈને આનંદ ને કેઈ ને દીલગીરી છે. કેઈને જીવન છે, તે કોઈને મૃત્યુ છે.
કઈ જાય આજે કઈ જશે કાલે, કોઈને કલંક કોઈને તિલક છે ભાલે , કેઈને અંત સુખમાં તે કોઈને અંત દુઃખમાં,
એમજ પુરો આ થઈ જાશે ખેલ....આવ્યા છે સૌએ કરવાને ખેલ કોઈને કાળરાજાના તેડા આજે આવ્યા છે તે કેઈને છેડા વખત પછી આવશે. જતાં જતાં પણ કોઈની પ્રશંસા જગત આખામાં ગવાય છે. ત્યારે કોઈ કલંક લઈને જાય છે. કેઈ મૃત્યુ વખતે સંપૂર્ણ સમાધિ જાળવી શકે છે. તે કઈ હાયય કરતાં મરી જાય છે. આવાં પાઠ ભજવતાં સૌની જીંદગી પૂર્ણ થાય છે. પુણ્ય-પાપના ઉદયમાં ખુશી. દિલગીરી મનાવવા જેવું નથી.
આપણે આતમરામ કર્મની કાળી સજા ભગવતે હોય ત્યારે જીભને મીઠા સ્વાદનાં થટકામાં આનંદ કેમ આવે ? જે સ્ત્રીને પતિ કારાવાસમાં હોય તે સ્ત્રીને માજ શેખ કરવા ગમે? દરરેજ મેવા મીઠાઈ કરી રસાસ્વાદ લે ગમે? ન જ ગમે. આપણે આત્મારામ સંસારની જેલમાં પુરાયો છે. સિદ્ધ દશા પ્રાપ્ત કરવી એ આપણી મૂળભૂત અવસ્થા છે. તે પ્રાપ્ત કરવા પ્રયાસો થાય છે. નિરાંતે ઊંઘ આવી જાય છે કે હૃદયમાં