________________
૧૮
માનવજીવનમાં આવું કરવાનું નથી. જીવ જ્યારે વિષયને ગુલામ બને છે ત્યારે તેની શક્તિ હણાઈ જાય છે. તમારે શક્તિ મેળવવી હોય તે ઈન્દ્રિયને વશ કરો. ચક્રવર્તીની રુદ્ધિને પણ પગ લુછણિયાની જેમ ગટરમાં ફેંકી દેતાં અચકાશે નહીં. જે ત્યાગ કરવાનું છે એનાં કરતાં અનેકગણું પ્રાપ્ત કરવાનું છે.
એક રાજા ચતુરંગી સેના લઈ મને પર વિજ્ય પ્રાપ્ત કરષા જઈ રહ્યા છે. માર્ગમાં એક મુનિ ધ્યાનસ્થ દશામાં આત્મધ્યાનને ધ્યાવતાં રિથરભાવે ઊભા છે. રાજા ત્યાં ઊભા રહે છે. “મુનિના આશીર્વાદ લઈને આગળ વધીએ, એમ વિચારી મુનિ ધ્યાન કયારે પાળે તેની રાહ જોઈ રહ્યા છે. થોડીવાર પછી મુનિ ધ્યાન પાળે છે. રાજા મુનિની નજીક જઈ પગમાં પડે છે. મુનિ કહે છે. “રાજન! હું તને પગે લાગું છું.” “મહાત્મન ! આપ મારી મશ્કરી શા માટે કરી રહ્યા છે?” હું તે સંસારી જીવડે છું. આપ તે ત્યાગી છે. આપ મને શા માટે પગે લાગે છે?” રાજાએ પૂછ્યું. મુનિએ જવાબ આપે. “હે રાજન! તું માટે ત્યાગી છે. કારણ કે સંસારના વૈભવ તુચ્છ છે, તણખલા તુલ્ય છે, તેને મેં ત્યાગ કર્યો છે. અને આત્માને સુખ-વૈભવ અલૌકિક છે, મહાન છે, તેને તેલે કાંઈ આવી શકે તેમ નથી. આવી મહાન ચીજને તે ત્યાગ કર્યો છે. હવે બોલ ! મટે ત્યાગી તું કે હું?” મુનિને કટાક્ષ રાજા સમજી ગયા. અને યુદ્ધ કરવાનો વિચાર મુલતવી રાખી પિતાનાં રાજ્યમાં પાછા ફર્યા. છેડવા કરતાં મેળવવાનું અનંતગણુ છે એવું ભાન થાય તે છોડવું પડતું નથી, સહજ છૂટી જાય છે. બાળકે મુઠીમાં ચાર આની પકડી હોય અને તેને રૂપિયે આપે તે મુઠી આપઆપ ખુલ્લી જાય છે. સાધકને સગાવહાલા, સનેહી, સંબંધી, ધન, માલ આદિ પરાણે છોડવા પડતા નથી. સત્ય ભાન થાતાં સહજમાં છૂટી જાય છે. જે આત્મલક્ષમી પ્રાપ્ત થાય એ ત્રિકાળ છે. આજે દેખાતાં ભૌતિક-પદાર્થોનાં સુખો ક્ષણિક છે કે કાયમી ક્ષણિક છે ! આત્મ ખજાનાને મેળવ્યું હશે એને રડવાને વખત નહીં આવે, મુંઝાવાને વખત પણ નહી આવે. મૃત્યુ સમયે પણ એને એમ થાય છે કે હું બીજે જવાને છું. આ શરીર જીર્ણ થઈ ગયું છે. જેમ વસ્ત્ર જીર્ણ થતાં છોડી દે છે, અને નવાં વસ્ત્રોને ધારણ કરે છે, એમ આ શરીર જીર્ણ થાય ત્યારે આત્મા તેને ત્યાગ કરે છે અને નવા શરીરને ધારણ કરે છે.
આત્મા નિકટ છે. જે તારૂં છે તે તારાથી છુટું પડતું જ નથી. આત્મા તારે છે તે તે કાયમ રહેવાને જ છે. આપણે પણ વ્યવહારની અંદર બેલીએ છીએ કે “પેલા ભાઈ પાછા થયા. “પાછા થયા” એટલે શું? ફરીને જન્મ લીધે. બીજે ઉત્પન્ન થયા. અહીંથી બીજે ઉત્પન્ન થવાનું તે નક્કી છે. હવે પ્રશ્ન એ છે કે જવાનું છે ત્યાંની તૈયારી શી કરી ? વાણીયાભાઈ દીર્ઘદ્રષ્ટિવાળા હેય. પિતાની પાસે લાખ રૂપિયાને ખજાને હોય તે પણ મૃત્યુ પહેલાં દિકરાને સેપતા નથી, કારણ કે બધું જ દિકરાને આપી દીધા પછી દિકરા