________________
૧૨૭
ફફડાટ છે? સ્વાધ્યાય કરી, ચિંતન કરી, તપશ્ચર્યા કરી સંયમનું યથાર્થ પાલન કરી કર્મના દેણા ચુકવી દેવા છે એની ચિંતા છે ખરી? પાંચ પચીશ ભવમાં મેક્ષ દેખાય છે?
જેલમાં જનારની વર્તણુક સારી હોય તે જેલની મુદત ઓછી થાય છે અને જેલમાં પણ જેલને તેડવાના પ્રયત્ન કરતા હોય તે જેલ વધી જાય છે. સંસારની જેલમાં પણ એમ છે. જે જીવ મિથ્યાત્વમાંજ પડયે રહે છે, મેક્ષથી વિપરીત વર્તન કરે છે, તેને સંસાર વધી જાય છે. અને સમ્યગ્દષ્ટિ પ્રાપ્ત કરી મુક્ત થવા પ્રયત્ન કરે તથા સંયમ અને તપની આરાધના કરે તે સંસાર પરિત્ થઈ જાય છે.
તમે કર્મ વધારી રહ્યા છે કે ઘટાડી રહ્યા છો ? ઉત્તમ માનવ જન્મ પ્રાપ્ત થયા પછી શ્રેષ્ઠ કાર્યો કરશે, આરાધના કરશો તે કલ્યાણ થશે.
વ્યાખ્યાન નં. ૨૩
શ્રાવણ સુદ ૧૦ ને રવિવાર, તા. ૧-૮-૭૧,
અનંતજ્ઞાની લેક્ય પ્રકાશક ભગવાન મહાવીર સ્વામીએ ભવ્ય જીને સન્માર્ગ બતાવ્યો છે. સિદ્ધાંતરૂપી સાધન દ્વારા મેક્ષ રૂપી સાધ્યને સિદ્ધ કરી શકાય છે. ભગવંતે જે માર્ગ બતાવ્યો છે એને જાણવો જોઈએ. જે છોડવા જેવું છે એ છે ડવું જોઈએ, અપનાવવા જેવું છે એ અપનાવવું જોઈએ, જ્યારે ધર્મ રગ-રગની અંદર વણાઈ જાય છે ત્યારે ધર્મ સાધનાની અંદર આગળ વધે છે.
નિષદકુમારના અધિકારની વાત ચાલે છે. અનાર્ય દેશ કે કુળમાં જન્મ ન થતાં આર્ય દેશને આર્યકુળમાં આવ્યા એ ભાગ્યનાં ઉદયે આવ્યા. કોઈ વૃત્તિના અનાર્ય છે. તે કોઈ કુળનાં અનાર્ય છે. કુળનાં અનાર્ય કયારેક ધર્મ પામી શકે પણ જે વૃત્તિનાં અનાર્ય છે તે વૃત્તિનું પરિવર્તન ન કરે ત્યાં સુધી સુધરી શકતો નથી. આપણે એટલા તે ભાગ્યશાળી છીએ કે અનાર્ય કુળથી ઉગરી ગયા છીએ, આપણું પગ નીચે કીડી આવી જશે, તે આપણને કેટલું દુઃખ થશે ? કારણ હૈયામાં આર્યકુળનાં સંસ્કાર પડ્યા છે. સાધને સારા મળ્યાં, સદગુરૂ મળ્યા અને સારા અવસર મળે. આ આવેલી તકને સદુઉપયોગ નહીં થાય તે તક ચાલી જશે. તકને ઝડપશે તે ઘણું કાર્ય કરી શકશે. અનંત ભવની અંદર આ જીવે વિભાવદશાનું જ સેવન કર્યું છે. વિષય અને વાસનામાં જ જીવ તરબોળ રહ્યો છે. હવે આ