________________
૧૨૧
વાસનામાં જીદગી કયાં ચાલી જાય છે તે પણ ખબર પડતી નથી. રત્નચિંતામણ જે શ્રેષ્ઠ ધર્મ મળે પણ તમને તેની કિંમત ક્યાં છે? સરસ યોગ મળે, સરસ જીંદગી મળી. અને સુંદર સમય મળે, માટે અધ્યયન કરે, સારૂં વાંચન કરો. માળા ફેરવો અને ભગવાનનું સ્મરણ કરે. પિલા યુવાનને અંતે ફાંસીની સજા મળી. અને મરતાં મરતાં તે કહેતે ગયે કે કઈ સીનેમા જેશે નહીં.
બાળકોને ગર્ભમાંથી જ સુંદર સંસ્કાર પમાડવા અને જન્મ પછી પણ સારા સંસ્કાર આપવા જોઈએ. સારા સંસ્કારથી સંતાને સારા બને છે. માતપિતા એ પહેલાં ગુરૂ છે. રેવતી દેવી ગર્ભનું ખૂબ સારી રીતે પાલન કરે છે. આ દિવસ ધર્મની પ્રવૃત્તિ કરે છે. વિશેષ અધિકાર અવસરે કહેવાશે.
વ્યાખ્યાન નં...૨૨
શ્રાવણ સુદ ૯ ને શનિવાર તા. ૩૧-૭-૭૧
અનંત જ્ઞાની પરમાત્મા ભવ્ય જીને સિદ્ધાંત દ્વારા સમજાવે છે. સિદ્ધાંત એટલે ત્રણેય કાળે સિદ્ધ થયેલી વસ્તુ, તેનું નામ સિદ્ધાંત.
અહીં નિષધ કુમારને અધિકાર ચાલે છે. રેવતી દેવી ગર્ભનું સારી રીતે પાલન કરે છે, એમ કરતાં ૯ માસ અને સાડા સાત રાત્રિ વ્યતીત થતાં પુત્રને જન્મ આપે છે. રાણીને પુત્રને જન્મ થવાથી દાસી બળભદ્રજી પાસે જાય છે અને રાજાને જય વિજય શબ્દથી વધાવી પુત્ર જન્મની વધામણી આપે છે. પુત્ર જન્મની વધામણી સાંભળતા રાજા એકદમ આનંદમાં આવી ગયા. અને દાસીને જીવે ત્યાં સુધી ચાલે એટલું પ્રીતિદાન આપ્યું. તથા તેને ગુલામીમાંથી મુક્ત કરી
પહેલાના રાજાઓ હૃદયનાં ખૂબજ ઉદાર હતા. તિર્થંકર કે સદ્દગુરૂ પધાર્યાની વધામણી વનપાલ આપે ત્યારે રાજા તેને મુગટ થઈને બધાં અલંકાર ભેટ આપી દેતાં. તમને સદગુરૂ પધાર્યાના સમાચાર મળે તે સમાચાર આપનારને શું આપો? રાજાઓ પુત્રજન્મના આનંદમાં દાસીઓને દાસત્વમાંથી મુક્ત કરતાં, જેલમાં જન્મટીપમાં સડતાં હોય એને મુક્ત કરતાં. તેમને એટલે બધે આનંદ થતું કે આવી ક્રિયાઓ સહેજે થઈ જતી.