________________
તે વાભ આડો પડી જાય છે અને બંને મરણ પામે છે. અથવા માતાને બચાવવા ખાતર ગર્ભના ટુકડે ટુકડા કરી નાખવામાં આવે છે (૧) જેમ તેની જતરડા સેંસર તાર ખેંચે તેમ ગર્ભ ખેંચાઈ કોટી કષ્ટ બહાર આવે છે. આવા ગર્ભના દુઃખનું વર્ણન સાંભળ્યાં પછી ફરી ગર્ભમાં ન આવવું પડે તેવા પ્રયત્ન કરવાની રૂચી ઉપડે છે ?
કર્મના પરિપાક હરેક ને ભોગવવા પડે છે. કેઈના સારા કાર્યથી નાખુશી બતાવી હાય, કોઈની સારી વાતને કાપી નાખી હોય, કેઈના ગુણગાન સાંભળતા ઇષ થઈ હોય અને તેને કારણે તેના અવગુણુ આગળ કરી પણ મુકયો હોય, આવા બધાં કાર્યોને લીધે જે કર્મ બંધાય છે તેને વર્ણવજ કર્મ કહેવાય છે. તેના ફળ રૂપે ગભ આડો પડી જાય છે. કોઈ પણ રીતે પ્રસવ થતે જ નથી, તેથી કાપીને બહાર કાઢવું પડે છે. જન્મ વખતની પણ અનંતી વેદના ભગવાને કહી છે.
એક નગરમાં એક શ્રેષ્ઠીને લલિતાંગ નામને પુત્ર છે. પૂર્વના પુણ્યના ગે રૂપસૌંદર્ય ખુબ પ્રાપ્ત થયું છે. ક્રમે કરીને તે યૌવન–પ્રાંગણમાં પ્રવેશે છે, પણ તેનામાં યૌવનને ઉન્માદ નથી. અસદાચારી વર્તન નથી. ભણી રહ્યા પછી પિતાને કાપડને વેપાર છે તે સંભાળી લે છે. એક વખત કેટલાક મુદ્દા લઈ કોઈને ત્યાં માલ દેખાડવા જઈ રહ્યો છે. રાજાના રાજભવન પાસેથી પસાર થાય છે. ભવનના ઝરૂખામાં ઉભેલી રાણીની નજર લલિતાંગકુમાર પર પડે છે. મદમાતું યૌવન અને રૂપ સાથે નમણાશ જઈ તેની આંખ ચળે છે. “અહાહા, આવા યુવાન સાથે જીવનને આનંદ માણ્યો નથી ત્યાં સુધી નકામું છે. રાણી એકદમ દાસીને બોલાવે છે અને આજ્ઞા કરે છે. પેલો કાપડી જાય તેને બોલાવી લાવ. દાસી લલીતાંગકુમાર પાસે આવે છે અને રાણીને સંદેશો આપે છે. લલીતાંગકુમાર વિચાર કરે છે, રાણી સાહેબને કાપડ ખરીદવું હશે એટલે બેલાવતા હશે. તે રાણી પાસે આવી નમસ્કાર કરી બેલાવવાનું પ્રોજન પૂછે છે. રાણી તેને અંદરના રૂમમાં આવવાનું કહે છે, અને પાછળથી બારણા બંધ થતા જાય છે. લલીતાંગ કુમાર ગભરાય છે. રાણી તેને કહે છે, આપને ગભરાવાની જરૂર નથી. મારી કૃપા આપના પર ઉતરી છે. “આપ મારું માનશો તે માલામાલ થઈ જશે. મેં રસ્તે ચાલ્યા જતાં તમને જોયાં અને તમારી સાથે સંસારના સુખ માણવાની તીવ્ર ઈછા ઉત્પન્ન થઈ છે. આપ મારી ઈચ્છાને પૂરી કરે.” આ સાંભળી લલીતાંગ કુમાર કહે છે, માતા, આપ આ શું બોલે છે? આપનું સ્થાન કયું છે? હું આપને પ્રજાજન એટલે પુત્રતુલ્ય છું. આપની આ માંગણી કોઈ રીતે યોગ્ય નથી. માતા, મારા પર મહેરબાની કરી મને પાછા જવા દ્યો. મારે પરસ્ત્રીના પચકખાણું છે. રાજાની રાણી છે. સુખ વૈભવને પાર નથી. રાજાના તેમના પર ચારે હાથ છે. છતાં વિષયની વૃત્તિ કેવા અનર્થ કરવા પ્રેરે છે? તે કુમારને કહે છે, હું કોણ છું તે તું ઓળખે છે? જે મારે અનાદર કરીશ તે તારા ઘરબાર બધા લુંટાઈ જશે અને ભીખ માંગવાને વખત