________________
માનાં છે, તેનું પતાવીને તથા કોડને પથારી પાથરીને આવ્યા છે, તે તે સંક્ષીને પછી અહીં આવજો.” તથા મસ્તરામજી ગુરૂને વિનંતી કરી કે, તમે સમજાવીને બાબુજીને પાછા મોકલે. પણ જે ખરેખર સમજણ પૂર્વક જાગી ગયા છે તે ફરી સંસારમાં પડે ખરે?
કહેવાનું તાત્પર્ય એ છે કે જેનામાં સુષુપ્ત સંસ્કાર પડેલા છે તે અફસર આવતાં જાગૃત બની જાય છે. આત્મ નિરીક્ષણ કરનારને વહેલે મોડા સત્યપંથ પ્રાપ્ત થઈ જાય છે.
રેવતી દેવીના ગર્ભમાં સંસ્કારી જીવ આવ્યું છે. માતા ગર્ભનું પાલન ખૂબ સંભાળપૂર્વક કરે છે. વિશેષે અવસરે કહેવાશે.
વ્યાખ્યાન નં ૨૦ શ્રાવણ સુદ 9 ને ગુરૂવાર. તા. ૨૯૭-૭૧
શ્રમણ ભગવાન મહાવીર સ્વામી સિદ્ધાંતથી સમજાવે છે. બારમા ઉપાંગ વન્ડિદિશામાં નિષધ કુમારને અધિકાર ચાલે છે.
- રેવતી દેવી ગર્ભનું યથાર્થ રીતે પાલન કરે છે. મનુષ્યને જન્મ સત્કર્મથી મળે છે. મનુષ્ય જન્મમાંથી મેક્ષમાં જઈ શકાય છે. જ્યારે નાળિયેરને સૂકે ગોળ કાચલીથી છુટે ત્યારે આખે બહાર નીકળે છે એમ જીવ મોક્ષમાં જાય ત્યારે સર્વાગપી આત્મ પ્રદેશ એકી સાથે છૂટા પડે છે. પગને તળીયેથી જીવ નીકળે તે નર્કમાં જાય, જાંઘેથી નીકળે તે તિર્યંચમાં જાય, છાતીએથી નીકળે તે મનુષ્યમાં જાય, ગળાના ઉપરના ભાગથી નીકળે તે દેવલોકમાં જાય. અને સર્વગથી નીકળે તે મોક્ષમાં જાય. કર્મ કરતાં જીવ પાછું વાળીને તે નથી. કર્મના બંધ પ્રમાણે કર્મનું ફળ મળ્યા કરે છે. જ્ઞાની પુરુષ કહે છે કે કમની પેઢી બંધ કરવી હોય તે જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ, દયા, કરૂણા પ્રગટાવે તે કર્મની પેઢી બંધ થશે. જેમ બની ગયેલું બીજ ઉગી શકતું નથી, ફરીને અંકુરની પ્રાપ્તિ થઈ શકતી નથી તેમ જેનાં કર્મ બળી ગયા એને ફરીને જન્મ ધારણ કરે પડતું નથી. કર્મ એ $ ધાતુથી બન્યો છે. કરાય છે એ કર્મ છે. જીવને વિકારભાવ થાય ત્યારે કર્મ યોગ્ય વર્ગણ આત્મ પ્રદેશ પર આવી ચૂંટે છે ત્યારે તેને કર્મ કહેવાય છે. સિદ્ધ ભગવાનને કર્મ ચુંટતા નથી કેમકે ત્યાં વિકારીભાવ નથી. રાગદ્વેષ ન હોય તે કર્મ આવી શક્તા નથી. કમના ફળ જીવને ચાર ગતિમાં ભેગવવા પડે છે. કર્મના ધક્કાથી પરિભ્રમણ