________________
છે. કુદરતી શાંતિમાં તે એવાં મસ્ત બની ગયા કે રાત્રીના દસ વાગ્યા તે પણ પોતે સામે કિનારે છે અને ઘેર જવાને ટાઈમ થઈ ગયો છે તે સાવ વિસરી જ ગયા. તેમાં નાવિક બૂમ પાડે છે કે આ છેલ્લો ફેર છે. જેને આવવું હોય તે આવી જજે. કેઈ રહી ન જાય.
છેલ્લો ફેર” જ્ઞાની પુરૂષે પણ ભવ્ય આત્માઓને ચેતાવે છે. મનુષ્ય જન્મને આ છેલ્લો ફેરે છે. સંયમની હેડામાં બેસવા આવવું હોય તે આવી જજે.
પિલા બાબુજીના કાનમાં આ શબ્દો પડયાં. અને વિચાર-તંદ્રામાથી જાગૃત થયા. બસ, આ છેલ્લો ફેર છે? હું તે વિષય કષાય અને મેહ મમતામાં ખુંચી ગયો છું. શું મારો છેલ્લે ફેર અફર જશે? આ લાડી, વાડી, ગાડી બધું તે અહીં પડયું રહેશે. અને હું ચાલ્યા જઈશ, તે પછી ફેરે સફળ થાય તેવું શા માટે ન કરું? તેઓ ત્યાંથી સીધા મથુરા આવ્યા. ઘેર ન ગયા.
બાબુજી એક લંગોટી પહેરીને આરાધના કરવા લાગ્યા. ત્યાં મસ્તરામ નામનાં એક યોગી હતા, તેમને ગુરૂ માન્યા. ગુરૂજી કહે છે. શેઠીયા, આ ઘડીકને ઉફાળે છે. થોડા વખત પછી તને સ્ત્રી, મટર, બંગલા બધું યાદ આવશે. માટે ઘરે પાછો જા. બરાબર મક્કમતા આવ્યા પછી આવજે. પણ બાબુજીએ કહ્યું. “નહિ, હું પુરે મક્કમ બનીને આવ્યો છું. બાબુજી ઘેર ન આવ્યા, તેથી બધાંને ચિંતા થવા લાગી. તાર ઉપર તાર છેડયાં, પણ જ્યાંય પતે નથી લાગ્યું. આ બાજુ ગુરૂજી બાબૂછની આઠ દિવસ બરાબર કસેટ કરે છે. અને ગ્યતા જોઈ, તેમને શિષ્ય બનાવે છે. થોડા દિવસ પછી એક આડતી મથુરાની યમુના નદીમાં ન્હાવા આવે છે. બાબુજીને ભગવા વેશમાં જુએ છે, તેઓ તેને ઓળખી જાય છે. તરત ત્યાં જાય છે. અને કહે છે. તમારા કુટુમ્બીઓએ તે તમને શોધવા આકાશ પાતાળ એક કર્યા, છતાં પતો લાગ્યું નહીં. બિચારા કેવા કલ્પાંત કરે છે! તમને દયા નથી આવતી? મહેરબાની કરી, પાછા ફરે. નવા ગીએ કહ્યું, ના, એ નહીં બને. હવે બધું છોડીને હું સાધુ થયો છું. મારે આ છેલ્લો ફેરે સફળ કરે છે.
“આ જીવન છે છેલ્લો ફેર, ચુકવી દે સૌને કરવેરે, લેતી દેતી ૫તવી આતમ, પરમાતમ એક તાર કરી લે.
ઘેડો પ્રભુ સે પ્યાર કરી લે.” આ મનુષ્ય જન્મમાં મારે કર્મનું દેણું પતાવી દેવું છે. મારું ખાતું સરભર કરી, મારે કર્મ રહિત બનવું છે. અને પરમાત્મામાં એકતાર બનવું છે. જગતના બંધન હવે મને મુંઝવી શકે તેમ નથી. ગીની જ્ઞાનભરી વાતો સાંભળી તે આડતીયે વધુ કાંઈ બેલી શકો નહીં, પણ બહાર જઈ બાબુજીને ત્યાં તાર કર્યો. અને જણાવ્યું કે શેઠે ભગવા પહેર્યા છે. મથુરામાં રહે છે. તાર મળતાં ઘરના નાનામોટા બધાં સભ્ય ત્યાં આવ્યા અને આ કુસકે ધ્રુસકે રડવા લાગ્યા. ખેાળા પાથર્યા અને કહે છે કે હજુ બાળકો