________________
૧૭
એમાં ભેદદષ્ટિ છે? નેટને તે તિજોરીમાં મૂકી દે છે અને પસ્તીને ગમે ત્યાં મૂકો તે પણ ચાલે.
ભગવાન શ્રાવકને ધર્મ શું છે તે બરાબર બતાવ્યું. છે. તમારા જીવનમાં ધર્મ કેટલે પરિણમે છે. તે તપાસે. વિવેક દષ્ટિ કેળવે. ભગવાનના શ્રાવક-શ્રાવિકાઓ વ્યસન અને ફેશનથી દૂર હોય. આજે વ્યસન કેટલા વધી ગયા છે? ચા વિના તે ચાલે જ નહીં
જ્યાં જાય ત્યાં ચા પીએ. એક અનુભવી લખે છે એક દિવસની ઈન્ડિયાની ચામાં સ્ટીમર તરી શકે. આના ઉપરથી હિસાબ કરે. ચા કેટલી વપરાય છે? ઢોટલે કેટલી વધી ? રેસ્ટોરાં કેટલા વધ્યાં? પહેલા લકે હોટલ સામે પણ જોતા નહીં. અને આજે તે હોટલમાં આવનાર બિન ભિન્ન રોગવાળા પણ હોય છે. તેમનાં એડા કપ-રકાબી એક જ ડેલમાં બળી સાફ કરે. તે નિરેગીને આપે. એટલે તેને પણ તે રોગને ચેપ લાગે ત્યાં ઉઘાડા ખેરાક રાખે. આવું ખાવું તમને કેમ ગમે છે? પહેલાના શ્રાવકે આઠમ, ચૌદશ, પાખી પાળતાં, પૌષધ શાળામાં જઈ પૌષધ કરી આત્માનું ધ્યાન ધરતા. તમે આખા વર્ષમાં કેટલા પૌષધ કરે છે ?
કાર્ય કર્યા વગર સિદ્ધિ પ્રાપ્ત થતી નથી. કઈ પણ વસ્તુ પ્રાપ્ત કરવાની ઈચ્છા થાય તે પ્રથમ તેને માટે સાધને એકઠાં કરવા પડે છે. પછી સાધન છૂટી જાય છે. અહીંથી બેખે જવાના લક્ષે બસમાં બેઠા. બસ તે સાધન છે. બસ દ્વારા બેખે પહોંચાય છે પણ એ આવ્યા પછી બસ છૂટી જાય છે. પુરીને તળે છે, કયાં સુધી? કે જ્યાં સુધી તે કાચી છે ત્યાં સુધી. જ્યારે તૈયાર થઈ જાય ત્યારે ઉતારી લે છે ને? ખીચડી ચડી ગઈ, બરાબર થઈ ગઈ પછી ચૂલે રાખવાનું કંઈ પ્રયજન નથી. જ્ઞાન-દર્શન–ચારિત્ર અને તપ મોક્ષ પ્રાપ્ત કરવાના સાધન છે. મોક્ષ પ્રાપ્ત થાય એટલે સાધન સાધ્ય રૂપે પરિણમી જાય છે. મોક્ષમાં ગયા પછી સામાયિક–પૌષધ આદિ ક્રિયાઓ કરવાની જરૂર રહેતી નથી. ધમી આત્માનું હદય દયાળુ હોય, જીવનમાં માનવતા ન આવે, માનવમાનવ પ્રત્યે સહાનુભૂતિને દિવડે ન પ્રગટે તે ત્યાં ધર્મ કેવી રીતે ટકી શકે?
પેલા પ્રેમચંદ શેઠ પાસે ધન ઘણું છે, પણ હદયમાં દયા નથી. ગરીબો પ્રત્યે તેને તિરસ્કાર છે. એક વખત એવું બને છે કે એક ભિખારી ત્રણ દિવસને ભૂખે પ્રેમચંદ શેઠની હવેલીની પાસે એક હોટલ છે ત્યાં આવે છે અને હાલના માલીકને કહે છે,
ભાઈ ! હું ત્રણે દિવસને ભૂખે છું. કાંઈ ખાવા મળતું નથી, તમે મારા પર કૃપા કરો. અને થોડું ખાવા આપો”. હોટલના માલીકને આ સાંભળી દયા આવે છે અને એક પડીકામાં પૂરી આપે છે. તથા તે ભિખારી પાસે ડબલું છે તેમાં ચા આપે છે. ભિખારી તે લઈ હોટલવાળાને આભાર માની પ્રેમચંદ શેઠની હવેલીના બહારનાં એટલે ખાવા બેસે છે. ભૂખ