________________
ખંડમાં જાય છે. તેણે ધીમા અવાજથી પિતાના સ્વામીને જગાડ્યા. મહાપુરૂષની નિદ્રા બહુ અ૫ હેય છે; બળદેવજી તરત જાગી ગયા. મધ્યરાત્રીએ પત્નીને આવેલી જોઈ તત બેઠા થયા અને સુખાસન પર રેવતીને બિરાજમાન થવાનું કહ્યું. રેવતી દેવીએ પતિના આદેશને સ્વિકાર કર્યો. પછી બળદેવે અત્યારે આવવાનું પ્રયોજન શું થયું ? એમ પૂછ્યું.
રેવતી દેવીએ ખૂબ શાંતિથી પિતાને આવેલા સ્વપ્નની વાત કરી. એ સાંભળી બળદેવને પણ આનંદ થયો. અને કહ્યું “દેવી! તમે ખૂબ જ ભાગ્યવાન છે. તમે સુંદર સ્વપ્ન પ્રાપ્ત કર્યું છે. આપણું કુળમાં કેતુ સમાન, દેવજા સમાન, કુળનું રક્ષણ કરનાર ઓજસ્વી, વર્ચસ્વી, તેજસ્વી, શૈર્યવાન, મહાભાગ્યવાન તથા પાંચ ઈન્દ્રિયથી સંપૂર્ણ બહેતર કળામાં પ્રવીણ એવા પુત્રની તમે માતા બનશે. રાજાની વાત સાંભળી રેવતી દેવીને ખૂબ સંતોષ થયો. ખૂબ આનંદ થયે. અને પછી રાજાને નમન કરી પિતાને સ્થાને પાછી ફરી. પછી સૂઈ ન જતાં તેણે ધર્મ ધ્યાનમાં બાકીની રાત્રી વીતાવી. જે સૂઈ જાય અને કોઈ બીજું સ્વપ્ન આવે તે સારું સ્વપ્ન હણાઈ જાય.
સવાર પડતાં રાજાએ કૌટુંબિક પુરૂષને મોકલી આઠ સ્વપ્ન પાઠકને લાવ્યા. રાણીને માટે પણ પડદા પાછળ આસનની ગોઠવણ કરી. સવપ્ન પાઠકે એ આવી મહીરાજને જ્ય વિજય શબ્દથી વધાવ્યા. મહારાજે યોગ્ય સન્માન કરી બધાને યથાસ્થાને બેસવા વિનંતી કરી. પછી રાજાએ તેઓને રાણીના સવપ્નની વાત કરી, અને સ્વપ્નનું ફળ શું છે તે ફરમાવવા કહ્યું. જે રાજાએ ફળાદેશ કહ્યો હતે તે જ સ્વપ્ન પાઠકેએ ફલાદેશ કહો. સ્વપ્નનું ફલ સાંભળતા રાણીના હૃદયમાં એકદમ આહૂલાદ થયે. તેઓ ખૂબ પ્રફુલ્લિત બન્યા. રાજાએ સ્વપ્ન પાઠકોને યોગ્ય પુરસ્કાર આપી રવાના કર્યા.
રાજાએ રાણીને પૂછ્યું: આપે સાંભળ્યું ને? રાણીએ જવાબ આપ્યો “હા! જેવી વાત આપે કરી હતી તેવી જ તેઓએ કરી. આપનું જ્ઞાન પણ કેટલું અગાધ છે ? ત્યાર પછી રેવતીદેવી ગર્ભનું પાલન કરતાં દિવસો પસાર કરે છે. અતિ રાક લેતા નથી, આડી અવળી વાતમાં રસ લેતા નથી, માત્ર ધર્મધ્યાનમાં વિશેષ સમય પસાર કરે છે. બાળકને ગર્ભમાં સારા જ સંસ્કારોનું સિંચન કરે છે. પેડ જે નરમ હેય તે તેની ઉપર છાપ જલ્દી પડે છે, પણ જો કઠણ થાય પછી છાપ પડી શકતી નથી.
એક ખેડૂત બાજુના ગામમાં પ્રદર્શન ભરાયું હતું ત્યાં કેળું લઈને આવે છે. કેળું દૂરથી જોનારને એમ લાગે છે કે જાણે કુંજે છે. પણ નજીક આવીને જુએ તે કેળું જણાય આ કેળું કેવી રીતે બનાવ્યું હશે? આશ્ચર્ય થાય છે. એક ભાઈ ખેડૂતને પૂછે છે કે આ કેળાને કુંજાને આકાર કેવી રીતે આપે? ખેડુતે કહ્યું જ્યારે આ કેળું નાનું હતું. ત્યારે તેને કુંજામાં નાખી બાંધી દીધું હતું, પછી મોટું થતાં કેળાને કુંજાને આકાર મળી